6 મહિનામાં બાળકો સાથે દુષ્કર્મના 24 હજાર કેસ, સુપ્રીમ કોર્ટ ગંભીર

|

Jul 13, 2019 | 5:35 AM

સુપ્રીમ કોર્ટે દેશભરમાં ચાઈલ્ડ રેપ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરતા પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેન્ચે સુનાવણી દરમિયાન કેસને PILમાં ફેરફાર કરતા સીનિયર વકીલ વી. ગીરીને કોર્ટ સલાહકાર બનાવ્યા છે અને તેમને આ કેસમાં પક્ષ રાખવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી […]

6 મહિનામાં બાળકો સાથે દુષ્કર્મના 24 હજાર કેસ, સુપ્રીમ કોર્ટ ગંભીર

Follow us on

સુપ્રીમ કોર્ટે દેશભરમાં ચાઈલ્ડ રેપ મામલે ચિંતા વ્યક્ત કરી છે અને સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરતા પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેન્ચે સુનાવણી દરમિયાન કેસને PILમાં ફેરફાર કરતા સીનિયર વકીલ વી. ગીરીને કોર્ટ સલાહકાર બનાવ્યા છે અને તેમને આ કેસમાં પક્ષ રાખવા માટે કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે છેલ્લા 6 મહિનામાં 24 હજાર બાળકીઓ સાથે રેપની ઘટના ચિંતાજનક છે. કોર્ટે કહ્યું કે અમે આ મામલે હસ્તક્ષેપ લઈએ છીએ અને પરીક્ષણ કરીશુ. કોર્ટે કહ્યું કે આ વાત પર ધ્યાન રાખીશુ કે શું આવા કેસની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવે. શું સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવે. કોર્ટ આ બધા જ સંદર્ભમાં કોર્ટ સલાહકાર પાસેથી તેમનો પક્ષ સોમવાર સુધી રાખવા માટે કહ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુપ્રીમ કોર્ટે બાળકીઓ સાથેના રેપના મામલે રજિસ્ટ્રીને કહ્યું હતું કે તે રિપોર્ટમાં જણાવે કે છેલ્લા 6 મહિનામાં ચાઈલ્ડ રેપની કેટલી ઘટનાઓ બની છે. કોર્ટે પુછયુ હતું કે કેટલા કેસ દાખલ થયા, કેટલા કેસની તપાસ ચાલી રહી છે. કેટલા કેસમાં ચાર્જશીટ થઈ. કોર્ટમાં કેટલા કેસ પેન્ડિંગ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે રિપોર્ટ આપવામાં આવ્યો છે. તે તમામ રાજ્યોનો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે રિપોર્ટ ચિંતાજનક છે. એક જાન્યુઆરીથી લઈને 30 જૂનની વચ્ચે આ વર્ષે ચાઈલ્ડ રેપના 24,212 કેસ દાખલ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેમાં 11,981 કેસમાં તપાસ ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધી 12,231 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ટ્રાયલમાં અત્યાર સુધી 911 કેસમાં નિર્ણય આવી ચૂક્યો છે. 6,449 કેસમાં ટ્રાયલ ચાલ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગભગ 900 કેસમાં ટ્રાયલ પુરો થઈ ચૂક્યો છે અને નિર્ણય આવ્યો છે. વકીલ વી.ગિરીને કોર્ટે સલાહકાર બનાવ્યા છે, જે કોર્ટને સહયોગ કરશે. તે દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું કે તે કોર્ટને સહયોગ કરશે. કોર્ટે સલાહકારને સોમવારે કેસમાં પક્ષ રાખવા માટે કહ્યું છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article