Chandrayaan 3: ચંદ્રની સપાટીનું સંશોધન કરશે ચંદ્રયાન-3, ISROએ જણાવ્યું ક્યારે થશે લોન્ચ

|

May 29, 2023 | 5:20 PM

આ મિશન આંતરગ્રહીય મિશન માટે છે, જેમાં તે નવી અને જરૂરી ટેક્નોલોજી વિકસાવવા વિશેની માહિતી આપણા સુધી પહોંચાડશે. લેન્ડરને આ વખતે ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે ચંદ્રની સપાટી પર સરળતાથી ઉતરાણ કરી શકશે અને ત્યાં રોવરને તૈનાત કરી શકશે.

Chandrayaan 3: ચંદ્રની સપાટીનું સંશોધન કરશે ચંદ્રયાન-3, ISROએ જણાવ્યું ક્યારે થશે લોન્ચ
Chandrayaan 3

Follow us on

Delhi: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે સોમવારે સંકેત આપ્યો કે ચંદ્રયાન-3 લોન્ચ માટે તૈયાર છે. સેકન્ડ જનરેશન નેવિગેશન સેટેલાઈટ NSV-01ના સફળ પ્રક્ષેપણ બાદ તેમણે આ નિવેદન આપ્યું છે. આ ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા એસ સોમનાથે કહ્યું છે કે ચંદ્રયાનને જુલાઈમાં લોન્ચ કરવામાં આવશે.

ખરેખર ચંદ્રયાન 2 પછી તેનું ફોલોઅપ મિશન ચંદ્રયાન-3 છે. તે ચંદ્ર પર જવા અને સુરક્ષિત ઉતરાણ તેમજ તેની સપાટીની આસપાસ ફરવા જેવી મહત્વપૂર્ણ માહિતી પણ આપશે. આ સેટેલાઈટ LVM3 દ્વારા મોકલવામાં આવશે. તેને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી પણ લોન્ચ કરવામાં આવશે. તેમાં સ્વદેશી લેન્ડર મોડ્યુલ, પ્રોપલ્શન મોડ્યુલ અને રોવર છે. લેન્ડર અને રોવર પાસે વૈજ્ઞાનિક પેલોડ હશે, જેથી ચંદ્રની સપાટી પર પ્રયોગો સરળતાથી કરી શકાય.

આ પણ વાંચો: Breaking News: ISROએ NVS-01 નેવિગેશન સેટેલાઈટ સફળતાપૂર્વક કર્યો લોન્ચ, જાણો તેની વિશેષતા

આ મિશન આંતરગ્રહીય મિશન માટે છે, જેમાં તે નવી અને જરૂરી ટેક્નોલોજી વિકસાવવા વિશેની માહિતી આપણા સુધી પહોંચાડશે. લેન્ડરને આ વખતે ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે ચંદ્રની સપાટી પર સરળતાથી ઉતરાણ કરી શકશે અને ત્યાં રોવરને તૈનાત કરી શકશે. આમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ચંદ્રયાન-3 ચંદ્રની ગતિશીલતાની સાથે જાતે જ રાસાયણિક વિશ્લેષણ કરશે.

ભારતનું આ અભિયાન વાસ્તવમાં ચંદ્રના આઉટર સ્પેસ મિશનનો એક ભાગ છે. ઈસરો આ શ્રેણીમાં ઉપગ્રહો લોન્ચ કરી ચૂક્યું છે. ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે 2019માં ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. પરંતુ તેનું લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થયું. આ ત્યારે થયું જ્યારે ચંદ્રયાન 2, 6 સપ્ટેમ્બર, 2019ના રોજ સપાટી પર ઉતરવાના પ્રયાસ દરમિયાન સોફ્ટવેરની ખામીને કારણે ક્રોસ-લેન્ડ થયું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article