Chhattisgarh Corona Update : છત્તીસગઢમાં કોરોના સંક્રમણ વધ્યું, દુર્ગ જિલ્લામાં 6 થી 14 એપ્રિલ સંપૂર્ણ લોકડાઉન

Chhattisgarh Corona Update : દુર્ગ જિલ્લામાં Corona વાયરસના કેસો વધતા વહીવટી તંત્રએ 6 થી 14 એપ્રિલ સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે.

Chhattisgarh Corona Update : છત્તીસગઢમાં કોરોના સંક્રમણ વધ્યું, દુર્ગ જિલ્લામાં 6 થી 14 એપ્રિલ સંપૂર્ણ લોકડાઉન
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 4:46 PM

Chhattisgarh Corona Update : છત્તીસગઢમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે, જેના પગલે સરકારે કડક નિર્ણયો લીધા છે. એવા શહેરોમાં કે જ્યાં કોરોનાના વધુ કેસો બહાર આવી રહ્યા છે, ત્યાં લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. દુર્ગ જિલ્લા વહીવટી તંત્રએ 6 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન સમગ્ર જિલ્લાને તાળાબંધી કરવાનો નિર્ણય લીધો છે.

દુર્ગમાં 6 થી 14 એપ્રિલ સંપૂર્ણ લોકડાઉન દુર્ગ જિલ્લામાં Corona વાયરસના કેસો વધતા વહીવટી તંત્રએ 6 થી 14 એપ્રિલ સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. દુર્ગના જિલ્લા કલેકટર સર્વેશ્વર ભૂરે(Durg Collector Sarveshwar Bhure )એ લોકડાઉનની જાહેરાત કરી છે. કલેકટર સર્વેશ્વર ભૂરેએ નાગરિકોને અપીલ કરી છે કે જિલ્લામાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે લોકડાઉન દ્વારા કોરોનાની ગતિને અંકુશમાં લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.

સરકારે લોકડાઉન માટે જિલ્લાઓને છૂટ આપી છત્તીસગઢમાં Corona વાયરસના વધતા જતા સંક્રમણને લઈને સરકાર એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ રહી છે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સ્થાનિક સંજોગોને ધ્યાનમાં રાખીને લોકડાઉન અંગે નિર્ણય લેવાનો અધિકાર જિલ્લા કલેક્ટરોને આપ્યો છે. આ અગાઉ રાજધાની રાયપુર સહિ‌ત રાજ્યના અનેક જિલ્લાઓમાં રાત્રે દુકાન નહીં ખોલવાના આદેશો જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય કેટલાંક જિલ્લાઓમાં રાત્રે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ રાયપુરમાં કલમ 144 પણ લાગુ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

21 માર્ચથી બંધ છે સ્કુલ-કોલેજ, આંગણવાડી છત્તીસગઢમાં 21 માર્ચ, રવિવારના દિવસે Corona વાયરસના નવા 1000 કેસો સામે આવ્યાં બાદ સરકાર એક્શન મોડમાં આવી હતી. કૃષિ મંત્રી રવિન્દ્ર ચૌબેએ કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 21 માર્ચથી શાળાઓ, કોલેજો અને આંગણવાડી અંગે મોટો નિર્ણય લેતા જણાવ્યું હતું કે છત્તીસગઢમાં શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં 4617 નવા કેસ છત્તીસગઢમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 4617 નવા કેસ નોંધાયા બાદ સરકારે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. 1 એપ્રિલે રાજ્યમાં 25 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આંકડા જોઈએ તો છેલ્લા ત્રણ અઠવાડિયાથી નવા કેસો ઝડપથી વધી ગયા છે. 1 એપ્રિલે રાજધાની રાયપુરમાં 1327 નવા દર્દીઓ મળી આવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">