Chhattisgadh: BJP નેતા અને પૂર્વ મંત્રી રાજીન્દરપાલ સિંહ ભાટિયાએ ફાંસી લગાવીને કરી આત્મહત્યા, તપાસનો ઘમધમાટ શરૂ

|

Sep 20, 2021 | 7:03 AM

રાજ્યના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રહી ચૂક્યા છે. તેમની આત્મહત્યાના સમાચારે ભાજપ છાવણીમાં હલચલ મચાવી દીધી

Chhattisgadh: BJP નેતા અને પૂર્વ મંત્રી રાજીન્દરપાલ સિંહ ભાટિયાએ ફાંસી લગાવીને કરી આત્મહત્યા, તપાસનો ઘમધમાટ શરૂ
BJP Leader Rajinderpal Singh - File Photo

Follow us on

Chhattisgadh: છત્તીસગઢના પૂર્વ પરિવહન મંત્રી રાજીન્દરપાલ સિંહ ભાટિયાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે (Chhattisgarh BJP Leader Suicide). તેણે રાજનાંદગાંવ સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી છે. જોકે, આ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. રાજીન્દરપાલ સિંહ ભાટિયા ભાજપના વરિષ્ઠ નેતા (BJP Leader Rajinderpal Singh) હતા.

તેઓ રાજ્યના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રહી ચૂક્યા છે. તેમની આત્મહત્યાના સમાચારે ભાજપ છાવણીમાં હલચલ મચાવી દીધી છે. આ ઘટના ચુરિયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. રાજિન્દરપાલ સિંહ ભાટિયા રાજનાંદગાંવની ખુજી વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. રમણ સિંહ સરકારના પ્રથમ કાર્યકાળમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેમને મંત્રી પદેથી હટાવી CSIDC ના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

2003માં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય
રાજિન્દરપાલ સિંહ ભાટિયા 2003 માં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. આ સાથે તેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું. 2008ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી. વર્ષ 2013માં પણ તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. તે પછી તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. જોકે, તે જીતી શક્યા ન હતા. સમાચાર અનુસાર, ભાજપના નેતા ભાટિયા રાજનાંદગાંવના ચુરિયા વિસ્તારમાં તેમના નાના ભાઈ સાથે રહેતા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

થોડા સમયથી બીમાર હતા રાજીન્દરપાલ સિંહ
તે ગઈ કાલે સાંજે ઘરમાં એકલા હતા. પરિવારનો કોઈ સભ્ય તેની સાથે નહોતો. જ્યારે તેનો પરિવાર પરત ઘરે પહોંચ્યો ત્યારે તે ફાંસી પર લટકતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને પરિવારના હોશ ઉડી ગયા હતા. તેમણે તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે રાજીન્દર પાલ સિંહ છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. તે પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત હતા. પરંતુ તેણે આવું પગલું કેમ ભર્યું, તે હાલ સ્પષ્ટ નથી જેને લઈને પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં હજુ પણ યથાવત રહેશે મેઘમહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: GOA: દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓનું કરશે નિરીક્ષણ, કાર્યકરો સાથે કરશે ચર્ચા

Next Article