GOA: દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓનું કરશે નિરીક્ષણ, કાર્યકરો સાથે કરશે ચર્ચા

Goa: ભાજપના પ્રવક્તાએ કહ્યું કે ફડણવીસે મુખ્યમંત્રી તરીકે મહારાષ્ટ્રનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. તેમણે કહ્યું કે, 'તેમણે પાર્ટી પ્રભારી તરીકે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનો વ્યાપક અનુભવ ગોવામાં ભાજપ માટે ઉપયોગી સાબિત થશે.

GOA: દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓનું કરશે નિરીક્ષણ, કાર્યકરો સાથે કરશે ચર્ચા
Devendra Fadnavis

ગોવાના નવા નિયુક્ત ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ 20 સપ્ટેમ્બરે દરિયાકાંઠાના રાજ્યની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ પર ચર્ચા કરશે.

 

પાર્ટી પ્રવક્તાએ રવિવારે આ માહિતી આપી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી અને રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શન જરદોશ બંને ગોવાના ચૂંટણી સહ-પ્રભારી અને ભાજપના ગોવાના ડેસ્ક-પ્રભારી સીટી રવિ પણ આગામી બે દિવસમાં રાજ્યની મુલાકાત લેશે.

 

પ્રવક્તાએ પત્રકારોને કહ્યું “વરિષ્ઠ નેતાઓ આગામી 3-4 મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા એકંદર પરિસ્થિતિનો તાગ મેળવશે.” તેમની બે દિવસની મુલાકાત દરમિયાન ભાજપના નેતાઓની ટીમ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેબિનેટ મંત્રીઓ, પાર્ટીના ધારાસભ્યો, નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે. તેમણે કહ્યું કે ટીમ મહિલા વિંગ, યુવા વિંગ, લઘુમતી સેલ અને ઓબીસી સેલ સહિત ભાજપની વિવિધ સમિતિઓ સાથે અલગ અલગ ચર્ચા કરશે અને બૂથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપશે.

 

ભાજપના પ્રવક્તાએ કહ્યું કે ફડણવીસે મુખ્યમંત્રી તરીકે મહારાષ્ટ્રનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. તેમણે કહ્યું કે તેમણે પાર્ટી પ્રભારી તરીકે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનો વ્યાપક અનુભવ ગોવામાં ભાજપ માટે ઉપયોગી સાબિત થશે.

 

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી અને રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શન જરદોશને રાજ્યની ચૂંટણી માટે સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સાવંતે કહ્યું હતું કે ફડણવીસ, રેડ્ડી અને જરદોશની ટીમ 20 સપ્ટેમ્બરે ચૂંટણી માટે ભાજપની રણનીતિ નક્કી કરવા માટે રાજ્યમાં આવશે.

 

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અમિત શાહને મળ્યા

તેમણે કહ્યું હતું કે ચૂંટણી સંચાલનનો ફડણવીસનો વ્યાપક અનુભવ ગોવામાં ભાજપ માટે ફાયદાકારક રહેશે. ભાજપે ગયા વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ફડણવીસને તેના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. સાવંતે કહ્યું હતું કે તેઓ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે સોમવારે ગુજરાતની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે ગોવાની રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.

 

આ પણ વાંચો :  Maharashtra: પીએમ મોદીએ 7 વર્ષથી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી,  તેમની આ જ વાત મને પસંદ છે,’ ભાજપના સાંસદ પ્રીતમ મુંડેએ કેમ આ નિવેદન આપ્યું?

 

આ પણ વાંચો : Charanjit Singh Channiને કોંગ્રેસે પંજાબના મુખ્યપ્રધાન બનાવી એક સાથે અનેક નિશાન સાધ્યા, જાણો શા માટે ચન્નીની પસંદગી થઇ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati