ચંદ્રયાન-2 આગામી 22 જુલાઇએ બપોરે 2:43 વાગ્યે કરાશે લોન્ચ

|

Jul 18, 2019 | 12:04 PM

ભારતનું મહત્વપૂર્ણ ચંદ્રયાન-2 મિશનનું લોન્ચિંગ 15 જુલાઈએ થવાનું હતું, પરંતુ ટેકનીકલ મુશ્કેલીના કારણે તે પાછું ઠેલી દેવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2018થી અત્યાર સુધીમાં 4 વખત મિશનની તારીખ બદલવામાં આવી છે. ચંદ્રયાન-2નું લોન્ચિંગ હવે 22 જુલાઇને સોમવારે બપોરે 2:43 મિનીટે કરવામાં આવશે. શ્રી હરિકોટાના સતીશ ધવન સેન્ટરથી ચંદ્રયાન-2ને જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. રોચક VIDEO […]

ચંદ્રયાન-2 આગામી 22 જુલાઇએ બપોરે 2:43 વાગ્યે કરાશે લોન્ચ

Follow us on

ભારતનું મહત્વપૂર્ણ ચંદ્રયાન-2 મિશનનું લોન્ચિંગ 15 જુલાઈએ થવાનું હતું, પરંતુ ટેકનીકલ મુશ્કેલીના કારણે તે પાછું ઠેલી દેવામાં આવ્યું હતું. ઓક્ટોબર 2018થી અત્યાર સુધીમાં 4 વખત મિશનની તારીખ બદલવામાં આવી છે. ચંદ્રયાન-2નું લોન્ચિંગ હવે 22 જુલાઇને સોમવારે બપોરે 2:43 મિનીટે કરવામાં આવશે. શ્રી હરિકોટાના સતીશ ધવન સેન્ટરથી ચંદ્રયાન-2ને જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

 

ચંદ્રયાન-2 માં ઓર્બિટર, લેન્ડર અને રોવરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-1માં માત્ર ઓર્બિટર હતું જે ચંદ્રમાની કક્ષામાં ફરતું હતું જ્યારે ચંદ્રયાન-2 પહેલીવાર ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડિંગ કરશે. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર યાન ઉતારનાર પહેલો દેશ બની જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: ટ્રેનમાં ચાલતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ

ચંદ્રની કક્ષામાં પહોંચ્યા પછી ઓર્બિટર 1 વર્ષ સુધી કામ કરશે. તેનું કામ પૃથ્વી અને લેન્ડર વચ્ચે કોમ્યુનિકેશન કરવાનું છે. ઓર્બિટર ચંદ્રની સપાટી પર નવો નક્શો તૈયાર કરશે જેથી ચંદ્રના અસ્તિત્વ અને વિકાસ વિશે માહિતી મળશે. લેન્ડર તે તપાસ કરશે કે ચંદ્ર પર ભૂકંપ આવે છે કે નહીં, ઉપરાંત રોવર ચંદ્રની સપાટી પર ખનીજ તત્વોની હાજરીની તપાસ કરશે. આ ઉપરાંત ચંદ્ર પર થતી ગતિવિધિઓના ફોટોગ્રાફ પણ મોકલાવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article