દેશ વિરોધી કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, પાકિસ્તાનથી ઓપરેટ થતી 35 યુટ્યુબ ચેનલ બ્લોક કરાઈ
કેન્દ્ર સરકારે 20 જાન્યુઆરીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયને મળેલી ગુપ્ત માહિતીના આધારે 35 યુટ્યુબ ચેનલો, 2 ટ્વિટર એકાઉન્ટ્સ, 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, 2 વેબસાઇટ્સ અને એક ફેસબુક એકાઉન્ટને બ્લોક કરવાની સૂચનાઓ જાહેર કરી છે.
મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે 35 યુટ્યુબ ચેનલો (YouTube Channels) અને કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટને (Social Media Accounts) બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ અંગે માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિક્રમ સહાયે જણાવ્યું છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયને 20 જાન્યુઆરીએ મળેલી નવીનતમ ગુપ્ત માહિતીના આધારે 35 યુટ્યુબ ચેનલો, 2 ટ્વિટર એકાઉન્ટ, 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઇટ્સ અને એક ફેસબુક એકાઉન્ટને બ્લોક કરવાની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચેનલ્સ અને એકાઉન્ટ્સ પર ભારત વિરોધી કન્ટેન્ટ રજૂ કરવામાં આવી રહ્યું હતું.
વિક્રમ સહાયે કહ્યું છે કે આ તમામ બ્લોક કરાયેલા એકાઉન્ટ્સમાં એક સામાન્ય પરિબળ એ હતું કે તે તમામ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવી રહ્યા હતા અને રાષ્ટ્ર વિરોધી સામગ્રી ફેલાવવાનું કામ કરી રહ્યા હતા.
આ પહેલા, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે ચેતવણી આપી હતી કે સરકાર દેશ વિરુદ્ધના “ષડયંત્રકારો” વિરુદ્ધ આવી કાર્યવાહી ચાલુ રાખશે. આ મુદ્દે પ્રશ્નોના જવાબમાં ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે, મેં તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. મને ખુશી છે કે વિશ્વના ઘણા મોટા દેશોએ આ અંગે સંજ્ઞાન લીધું છે. YouTube પણ આગળ આવ્યું અને તેમને બ્લોક કરવાની કાર્યવાહી કરી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયે, ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલિત પ્રયાસમાં, ભારત વિરોધી પ્રચાર અને નકલી સમાચાર ફેલાવવા માટે 20 YouTube ચેનલો અને બે વેબસાઇટ્સને અવરોધિત કરવાનો આદેશ આપ્યો હતો.
મંત્રીએ કહ્યું, “ભવિષ્યમાં પણ, ષડયંત્ર, જૂઠ ફેલાવવા અને સમાજને વિભાજીત કરવા માટે કામ કરતા આવા કોઈપણ એકાઉન્ટને બ્લોક કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.”
મંત્રાલયે ડિસેમ્બરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ 20 યુટ્યુબ ચેનલો અને વેબસાઇટ્સ પાકિસ્તાનની બહાર કાર્યરત સંકલિત પ્રચાર નેટવર્કની છે અને ભારત સાથે સંબંધિત વિવિધ સંવેદનશીલ વિષયો વિશે નકલી સમાચાર ફેલાવી રહી છે.”
તેમણે કહ્યું હતું કે આ ચેનલોનો ઉપયોગ ‘કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં લઘુમતી સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે’ જેવા વિષયો પર સમન્વયિત રીતે વિભાજનકારી સામગ્રી પોસ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો –
Technology News: Aadhar નો બાયોમેટ્રિક ડેટા કેવી રીતે કરવો લોક, જાણો શું છે તેની ઓનલાઈન પ્રોસેસ
આ પણ વાંચો –
Technology News: ફોનની સ્ટોરેજ સ્પેસ ભરાઈ ગઈ છે? ચાર સ્ટેપ્સના મદદથી મેળવો વધુ સ્ટોરેજ
આ પણ વાંચો –