Corona virus update કેન્દ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર, 10 ટકાથી વઘુ કોરોનાના કેસ ધરાવનારા જિલ્લાઓમાં દાખવો કડકાઈ

|

Jul 01, 2021 | 7:37 AM

corona cases : કોરોનાનું (Corona) સંક્રમણ વધતુ અટકાવવા માટે જ્યા વધુ કેસ હોય તેવા જિલ્લામાં વધુ કડક પગલા ભરવા જણાવાયુ છે. કોરોનાના વધુ કેસ ધરાવતા રાજ્યોને તાકીદ પણ કરી છે કે, 10 ટકાથી વધુ કોરોનાના કેસ હોય તેવા જિલ્લાઓને અલગ તારવીને ત્યા વધુ કડક પગલા ભરો.

Corona virus update કેન્દ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર, 10 ટકાથી વઘુ કોરોનાના કેસ ધરાવનારા જિલ્લાઓમાં દાખવો કડકાઈ
કોરોનાના 10 ટકા કેસ ધરાવતા જિલ્લામા કડક પગલા ભરવા કેન્દ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર

Follow us on

Corona update :  કેન્દ્ર સરકારે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને, નિયંત્રણમાં આવેલી કોરોના મહામારીની બીજા લહેર બાદ હવે ખુબ જ સાવચેતી રાખવા જણાવ્યું છે. રાજસ્થાન, ત્રિપુરા, આસામ, કેરળ અને બંગાળ સહિતના 14 રાજ્યોને લખેલા એક પત્રમાં ( Letter from Central Government ) કેન્દ્રએ કહ્યું છે કે 21-27 જૂન દરમિયાન જે જિલ્લાઓમાં કોરોના સંક્રમણનો (Corona) દર 10 ટકાથી વધુ હોય, ત્યાં કોરોનાને કાબુમાં લેવા માટે અતિ કડક પગલા અને નિયંત્રણો લાદવા જોઈએ.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં ( Letter from Central Government ) લખી જણાવ્યુ છે કે, કોરોનાના (Corona) કેસ ઘટવા સાથે સર્વેલન્સ વધારવુ સૌ કોઈના હિતમાં છે. તેમણે જિલ્લા અને તાલુકા કક્ષાએ સર્વેલન્સ વધારવાની કામગીરી ઉપર ભાર મૂક્યો છે. કોરોનાના નવા કેસોવાળા વિસ્તારોની ઓળખ માટે જિલ્લા નોડલ અધિકારીએ જિલ્લા મેજિસ્ટ્રેટ કે મ્યુનિસિપલ કમિશનર સાથે મળીને કામ કરવું જોઈએ. ઉપરાંત, જરૂરીયાત મુજબના, કોરોનાને કાબુમાં લેવા માટે આવશ્યક એવા જરૂરી તમામ પગલાઓની ભરાય તે જરૂરી છે.

કોરોનાની વર્તમાન બીજી લહેરની પરિસ્થિતિમાં સુધારો થતાં, અગાઉ લગાવેલા વિવિધ પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે અથવા તો હળવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સાવચેતીપૂર્વક વિચારણા કર્યા પછી અને સંજોગોનો અભ્યાસ કર્યા પછી આવા નિયંત્રણો દુર કરવા કે હળવા કરવા અંગેનો નિર્ણય લેવાવો જોઈએ. રાજસ્થાન, ત્રિપુરા, આસામ, કેરળ અને બંગાળ રાજ્યો સિવાય, કેન્દ્રીય આરોગ્ય સચિવ ભૂષણે મણિપુર, સિક્કિમ, પુડુચેરી, ઓડિશા, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશને પણ અગાઉ પત્ર લખ્યો છે.
કડક પગલાં લેવા સૂચનાઓ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેન્દ્ર સરકારે લખેલા પત્રમાં ઉલ્લેખ ગૃહ વિભાગના આદેશનો ઉલ્લેખ કરી તમામ રાજ્યોને કોરોનાની મહામારીને કાબુમાં લેવા માટે તાકીદ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે જ્યા વધુ કેસ હોય તેવા જિલ્લામાં વધુ કડક પગલા ભરવા જણાવાયુ છે. કોરોનાના વધુ કેસ ધરાવતા રાજ્યોને તાકીદ પણ કરી છે કે, 10 ટકાથી વધુ કોરોનાના કેસ હોય તેવા જિલ્લાઓને અલગ તારવીને ત્યા વધુ કડક પગલા ભરો. 14 દિવસ માટે સખત નિયંત્રણો લાદો.

Next Article