લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારની મોટી જાહેરાત, દોઢ વર્ષમાં 10 લાખ સરકારી નોકરી અપાશે

|

Jun 14, 2022 | 11:01 AM

આ 10 લાખ ભરતી સરકારી વિભાગો અને મંત્રાલયોમાં કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી સરકારી નોકરીઓ (government job) શોધી રહેલા યુવાનોને રાહત મળવાની આશા છે.

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારની મોટી જાહેરાત, દોઢ વર્ષમાં 10 લાખ સરકારી નોકરી અપાશે
PM Narendra Modi (file photo)

Follow us on

સરકારી નોકરીનું (Government job) સપનું જોતા યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોને આગામી દોઠ વર્ષમાં 10 લાખ લોકોની ભરતી  કરવાની સૂચના આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ, તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની (Human Resources) સ્થિતિની સમીક્ષા કરી. જે બાદ તેમણે તમામ વિભાગો અને મંત્રાલયોને સૂચનાઓ આપી છે. વાસ્તવમાં, આ 10 લાખ ભરતી સરકારી વિભાગો અને મંત્રાલયોમાં કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી આ નોકરીઓ શોધી રહેલા યુવાનોને રાહત મળવાની આશા છે.

વડા પ્રધાન મોદીએ તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની ભરતી કરવા માટે “મિશન મોડ” માં કામ કરવા જણાવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલયે મંગળવારે આ જાણકારી આપી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ કહ્યું કે PM મોદીનો આ નિર્દેશ તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કર્યા પછી આવ્યો છે. બેરોજગારીના મુદ્દે વિપક્ષની સતત ટીકા વચ્ચે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘મેં તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી છે અને સરકાર દ્વારા આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની મિશન મોડમાં ભરતી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘મેં તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી છે અને સરકાર દ્વારા આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની મિશન મોડમાં ભરતી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’

કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું

કોંગ્રેસે પણ સરકારની આ યોજના પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીની આ જાહેરાત પર કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું, ‘દેશમાં સૌથી વધુ બેરોજગારી છે અને પીએમ મોદીએ દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું એટલે કે 8 વર્ષમાં 16 કરોડ નોકરીઓ સરકારે આપવાની હતી. પરંતુ હવે મોદીજી કહી રહ્યા છે કે 2024 સુધીમાં માત્ર 10 લાખ નોકરીઓ જ આપવામાં આવશે. તો 16 કરોડ નોકરીઓનું શું થયું?’

 

Published On - 10:35 am, Tue, 14 June 22

Next Article