કોરોનાના વધતા સંક્રમણ અંગે CM અશોક ગેહલોતે વ્યક્ત કરી ચિંતા, કહ્યું “કેન્દ્ર સરકારે વેક્સિનના બૂસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવો જોઈએ”

|

Nov 28, 2021 | 8:20 AM

'બૂસ્ટર' ડોઝને લઈને કેન્દ્ર સરકારના નિર્ણય પર ભાર મૂકતા ગેહલોતે કહ્યું કે, "અમે વડા પ્રધાનને પત્ર લખ્યો છે કે જેમણે ડોઝ લીધાને એક વર્ષ થવા આવ્યુ છે, તો તેની અસર ઓછી થાય છે, જેથી તમારે બૂસ્ટરની મંજૂરી આપવી જોઈએ."

કોરોનાના વધતા સંક્રમણ અંગે CM અશોક ગેહલોતે વ્યક્ત કરી ચિંતા, કહ્યું કેન્દ્ર સરકારે વેક્સિનના બૂસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવો જોઈએ
CM Ashok Gehlot

Follow us on

Rajasthan  : રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને ચિંતાજનક ગણાવતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) શનિવારે કહ્યું કે, કેન્દ્ર સરકારે ‘બૂસ્ટર’ ડોઝ લાગુ કરવા અંગે નિર્ણય લેવો જોઈએ. આ સાથે ગેહલોતે બીજા ડોઝ માટે ઝુંબેશ ચલાવવાનો પણ આગ્રહ કર્યો હતો.

ગેહલોતે પત્રકારોને સંબોધતા જણાવ્યુ કે, “દેશમાં ઘણા લોકોને બીજો ડોઝ મળ્યો નથી અને જ્યાં સુધી તમે બીજો ડોઝ ન લો ત્યાં સુધી પ્રથમ ડોઝનો કોઈ ફાયદો નથી. કોરોનાના ખતરાને ટાળવા માટે બંને ડોઝ (Vaccine Dose) લેવા જરૂરી છે. દેશમાં માત્ર 35-40 ટકા લોકોને જ બીજો ડોઝ મળ્યો છે. તેથી એક ઝુંબેશ ચલાવવી જોઈએ જેથી કરીને દેશમાં દરેક વ્યક્તિને બીજો ડોઝ મળે, ત્યારબાદ બૂસ્ટર ડોઝનો(Booster Dose)  નંબર આવશે.”

બુસ્ટર ડોઝથી નહિ વધે સમસ્યા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે(Modi Government)  હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી, કદાચ તેઓ ઈચ્છે છે કે લોકોને પહેલા બીજો ડોઝ મળે. પરંતુ જેઓ વૃદ્ધ છે અથવા બીમાર છે, જો તેમને બૂસ્ટર ડોઝ ન મળે તો મુશ્કેલી વધી શકે છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે પગલાં લેવા પડશે.

ઉલ્લેખનીય છે કે,ગેહલોતે શનિવારે સાંજે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોનાની સ્થિતિ અંગેની સમીક્ષા કરી હતી.જેમાં તેમણે કહ્યું હતું કે, જે લોકોએ હજુ સુધી કોવિડ-19 વિરોધી રસીનો બીજો ડોઝ આપ્યો નથી, તેઓને અભિયાન ચલાવીને જાગૃત કરવામાં આવે જેથી કોઈ ખતરાને ટાળી શકાય. રસીકરણને કારણે કોરોના ચેપને ઘટાડી શકાય છે. વધુમાં તેમણે કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ, આરોગ્ય અધિકારીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના જિલ્લામાં મહત્તમ સંખ્યામાં લોકોને સમયસર બીજો ડોઝ મળે, જેથી ચેપની ગંભીર સ્થિતિને અટકાવી શકાય.

રાજસ્થાનમાં 174 એક્ટિવ દર્દીઓ

તેમણે કહ્યું હતું કે, રસીકરણમાં રાજસ્થાનને(Rajshthan)  ‘આદર્શ રાજ્ય’ બનાવો અને જે લોકોએ રસી ન લીધી હોય તે તમામને રસી આપવામાં આવે. કારણ કે, સ્‍વાસ્‍થ્‍ય માળખાને સુદ્રઢ બનાવવું એ રાજય સરકારની પ્રાથમિકતા છે.

રાજસ્થાનમાં હાલ 174 દર્દીઓ એક્ટિવ છે, જેમાંથી સૌથી વધુ 100 દર્દીઓ જયપુરના છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 6.69 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 4.32 કરોડ પ્રથમ ડોઝ જ્યારે 2.36 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : ઓમિક્રોન વેરિયન્ટથી હાહાકાર : મહારાષ્ટ્રમાં લગ્ન માટે જાહેર થઈ નવી ગાઈડલાઈન, જો નહીં પાળો નિયમ તો થશે દંડ

આ પણ વાંચો : Mumbai : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC એક્શનમાં, સાઉથ આફ્રિકાથી આવતા લોકોને 14 દિવસ સુધી કરાશે ક્વોરેન્ટાઈન

Next Article