દિલ્લીમાં આજે સાંજે થશે CDS બિપિન રાવતના અંતિમ સંસ્કાર, સામાન્ય જનતા પણ આપી શકશે છેલ્લી શ્રદ્ધાંજલિ

|

Dec 10, 2021 | 7:42 AM

CDS General Bipin Rawat's funeral : દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. આ પહેલા સામાન્ય લોકો દિલ્હીમાં તેમને અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ આપી શકશે.

દિલ્લીમાં આજે સાંજે થશે  CDS બિપિન રાવતના અંતિમ સંસ્કાર, સામાન્ય જનતા પણ આપી શકશે છેલ્લી  શ્રદ્ધાંજલિ
CDS General Bipin Rawat's funeral

Follow us on

DELHI : તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. આ પહેલા સામાન્ય લોકો દિલ્હીમાં તેમને અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ આપી શકશે. જનરલ બિપિન રાવત અને તેમની પત્નીના પાર્થિવ દેહને સામાન્ય જનતાના અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાન 3 કામરાજ માર્ગ ખાતે સવારે 11 થી 12:30 વાગ્યા સુધી રાખવામાં આવશે.

સેનાના જવાનો માટે બપોરે 12:30 થી 1:30 વચ્ચેનો સમય નક્કી કરવામાં આવશે, જેમાં તેઓ બિપિન રાવત અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ આપશે. નોંધનીય છે કે Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર લિડર સિવાય સશસ્ત્ર દળના 10 જવાનો શહીદ થયા હતા. આ હેલિકોપ્ટર દુર્ઘટના છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં બનેલી મોટી હવાઈ દુર્ઘટનાઓમાંની એક છે, જેમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ મુસાફરી કરી રહ્યા હતા.

10 જવાનોના મૃતદેહનો DNA ટેસ્ટ કરવામાં આવશે
આ અકસ્માતનો ભોગ બનેલા 13 લોકોમાંથી 3ની ઓળખ થઈ ગઈ છે જ્યારે અન્ય કર્મચારીઓની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે જે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે તેમને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. જ્યારે બાકીના લોકોની ઓળખ ન થાય ત્યાં સુધી તેમને મિલિટરી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવશે. ઓળખની ઔપચારિકતા પૂર્ણ થયા પછી, નશ્વર અવશેષો તેમના સંબંધીઓને સન્માન સાથે સોંપવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

15 દિવસમાં નવા CDSની જાહેરાતની સંભાવના
હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તમામ લોકોના મૃતદેહને ગુરુવારે દિલ્હીના પાલમ એરબેઝ પર લાવવામાં આવ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ સહિત ત્રણેય સેના પ્રમુખો અને શહીદ થયેલા જવાનોના પરિવારજનોએ શ્રદ્ધાંજલિ આપી હતી. આજે શુક્રવારે સામાન્ય નાગરિકો CDS જનરલ બિપિન રાવતના અંતિમ દર્શન કરી શકશે. સૂત્રોએ માહિતી આપી છે કે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની 15 દિવસમાં જાહેરાત થઈ શકે છે અને આર્મી ચીફ એમએમ નરવણેને આ પદ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

આ પણ વાંચો : CDS Bipin Rawat Death News Live Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદી-રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી

આ પણ વાંચો : AHMEDABAD : CDS બિપિન રાવત સહિત 12 સૈન્યકર્મીઓને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

Next Article