CDS બિપિન રાવતનું પ્લેન ક્રેશ, તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ થઇ રહી છે

|

Dec 08, 2021 | 4:45 PM

CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાને લઈને ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે, 'CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને હેલિકોપ્ટરમાં સવાર અન્ય લોકોની સુરક્ષાની આશા છે. જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

CDS બિપિન રાવતનું પ્લેન ક્રેશ, તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ થઇ રહી છે

Follow us on

ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર(Helicopter) બુધવારે તમિલનાડુ (Tamil Nadu)ના કુન્નુર પાસે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત(Bipin Rawat) અને તેમની પત્ની સહિત 14 લોકો સવાર હતા. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે Mi-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તમામ  ઇજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. CDS રાવત વેલિંગ્ટનમાં ડિફેન્સ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા.જનરલ રાવતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વાયુસેનાએ કહ્યુ કે દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

 

રાહુલ ગાંધીનું ટ્વીટ

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આ ઘટનાને લઈને દુર્ઘટનાને લઈને ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે, ‘આશા છે કે સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને હેલિકોપ્ટરમાં સવાર અન્ય લોકો સુરક્ષિત હશે. જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.’

 

 

અમરિંદર સિંહનું ટ્વીટ

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વીટર પર લખ્યું  કે તેઓ હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું ટ્વીટ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ‘CDS બિપિન રાવત જી સાથે હેલિકોપ્ટરના દુ:ખદ અકસ્માત વિશે સાંભળીને આઘાત લાગ્યો. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.’

જ્યોતિરાદિત્ય સિંધિયાનું ટ્વિટ

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ‘CDS જનરલ બિપિન રાવત  અને અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને લઈ જઈ રહેલા આર્મી હેલિકોપ્ટરના દુર્ઘટના વિશે સાંભળીને હું પણ દુખી છું. તેમની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના.’

મલ્લિકાર્જુન ખડગેનું ટ્વીટ

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું, “તામિલનાડુમાં આર્મીના હેલિકોપ્ટરના ક્રેશની ઘટના વિશે સાંભળીને ખૂબ જ ચિંતિત છું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પરિવાર અને ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં સવાર ક્રૂની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના.

 

Next Article