Helicopter Crash: CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન, વાયુસેનાએ તેમના મોતની સત્તાવાર રીતે પુષ્ટિ કરી

|

Dec 08, 2021 | 7:35 PM

બુધવારે તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશ થયું હતું. હેલિકોપ્માંટરમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને કેટલાક અન્ય સેના અધિકારીઓ સહિત કુલ 14 લોકો સવાર હતા.

Helicopter Crash: CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન, વાયુસેનાએ તેમના મોતની સત્તાવાર રીતે પુષ્ટિ કરી
Bipin Rawat (File Image)

Follow us on

CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં નિધન થયુ છે. વાયુસેનાએ તેમના  મૃત્યુની પુષ્ટિ કરી છે. બુધવારે તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત(Madhulika Rawat) સહિતના લોકો સવાર હતા. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે સેનાનો એક જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેની સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વાયુસેનાએ કહ્યું કે અકસ્માતની ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’ના આદેશ આપવામાં આવ્યા છે.

હેલિકોપ્ટર ક્રેસ થતાં જ હેલિકોપ્ટરમાં આગ લાગી અને આસપાસના વૃક્ષો પણ સળગવા લાગ્યા હતા. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી, સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા હતા.

બિપિન રાવત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. જે ત્રણેય સેવાઓ અંગે સંરક્ષણ મંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા. જનરલ બિપિન રાવત 1 જાન્યુઆરી 2020 ના રોજ ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બન્યા. સેનાની ત્રણેય પાંખોના મામલામાં CDS સંરક્ષણ પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરતા હતા.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

વાયુસેનાએ તેમના મોતની પુષ્ટિ કરી છે.

 

રક્ષા પ્રધાને બિપિન રાવતના મોત પર દુખ વ્યક્ત કર્યુ.

 

ગૃહ પ્રધાન અમિત શાહે પણ શોક વ્યક્ત કર્યો

 

Published On - 6:08 pm, Wed, 8 December 21

Next Article