CBSE Board Exam: પ્રેક્ટિકલ પરીક્ષા માટે નવી વ્યવસ્થા, ફોટો અપલોડ કરી આપવાની રહેશે જાણકારી

|

Feb 14, 2021 | 10:22 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન -CBSE દ્વારા ચાલુ વર્ષે યોજાનારી બોર્ડ ( CBSE Board Exam)ની પરીક્ષાઓને લગતા અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

CBSE Board Exam: પ્રેક્ટિકલ પરીક્ષા માટે નવી વ્યવસ્થા, ફોટો અપલોડ કરી આપવાની રહેશે જાણકારી

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન -CBSE દ્વારા ચાલુ વર્ષે યોજાનારી બોર્ડ ( CBSE Board Exam)ની પરીક્ષાઓને લગતા અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને કારણે અભ્યાસમાં આવી રહેલી સમસ્યાને ધ્યાનમાં રાખીને CBSE બોર્ડે અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ સહિત અનેક બાબતો માટે નવા નિયમો લાગુ કર્યા છે. CBSE દ્વારા 1 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. આ પ્રેક્ટિકલ પરીક્ષા માટે CBSEએ ખાસ SOP જાહેર કરી છે.

 

પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓના ફોટા અપલોડ કરવા પડશે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પરીક્ષા લેવા આવનાર પરીક્ષકોએ દરેક બેચનો ગ્રુપ ફોટો લેવાનો રહેશે અને લેબમાં પરીક્ષા લેતી વખતે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી એપ્લિકેશન પર લિંક દ્વારા અપલોડ કરવાનો રહેશે. ફોટોગ્રાફમાં બાહ્ય અને આંતરિક પરીક્ષકો પણ હોવા જરૂરી છે. એપ્લિકેશન લિંકમાં જિયોટેગ(geo-tags) પણ જોડવાના રહેશે, જેનાથી પ્રેક્ટીકલ પરીક્ષાનું સ્થાન પણ જાણી શકાશે. બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષાની દેખરેખ માટે બોર્ડ દ્વારા જ સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવશે.

 

પ્રેક્ટીકલ પરીક્ષા બાદ તરત માર્ક્સ અપલોડ કરવાના રહેશે

CBSE બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ પ્રેક્ટીકલ માર્ક્સ અને પ્રોજેક્ટના માર્ક્સ બોર્ડ દ્વારા આપવામાં આવેલી લિંકમાં તે જ તારીખે અપલોડ કરવાના આવશે. આંતરિક ગ્રેડના ગુણ પણ એક સાથે અપલોડ કરવામાં આવશે. 11 જૂન પછી કોઈ પ્રેક્ટીકલ પરીક્ષા અને તેના માર્ક્સ અપલોડ કરવાની પ્રક્રિયા નહીં કરી શકાય. અપલોડ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે નહીં. ચૂકી ગયેલા બાળકોને પ્રેક્ટીકલ પરીક્ષામાં ગેરહાજર માનવામાં આવશે. તેમની ફરીથી પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવશે નહીં.

 

પ્રેક્ટીકલ પરીક્ષામાં ‘સેટિંગ’ અટકાવવા પર ભાર

CBSE બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષાની SOPમાં પરીક્ષામાં ‘સેટિંગ’ અટકાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષાની દેખરેખ માટે બોર્ડ દ્વારા જ સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવશે. જો બોર્ડ દ્વારા નિમણૂક કરવામાં આવેલ વ્યક્તિ કરતા અન્ય નિરીક્ષકની દેખરેખમાં પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવશે તો એ વિદ્યાર્થીઓના તમામ પ્રેક્ટીકલ પરીક્ષાના માર્ક્સ રદ કરવામાં આવશે અને લેખિત પરીક્ષાના આધારે માર્ક્સ ગણવામાં આવશે.

 

SOPના ભંગ બદલ સ્કુલને રૂ.50,000નો દંડ

CBSE બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાને લગતી તમામ માહિતી પરીક્ષકોને આપવામાં આવી છે. CBSE બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષાની SOP-માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ સ્કુલને રૂ.50,000નો દંડ ફટકારવામાં આવશે.

 

આ પણ વાંચો: રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો, સોમવારથી લાગુ થશે નવી કિંમત

Next Article