રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો, સોમવારથી લાગુ થશે નવી કિંમત

રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો, સોમવારથી લાગુ થશે નવી કિંમત
File Image

Delhi: એલપીજી સબસિડી અંગે ચાલી રહેલી ચર્ચા સામે ભારતીય ઓઈલ કંપનીઓએ ફરીથી Delhiમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આજે વધારો કર્યો છે.

Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Feb 14, 2021 | 10:05 PM

Delhi: એલપીજી સબસિડી અંગે ચાલી રહેલી ચર્ચા સામે ભારતીય ઓઈલ કંપનીઓએ ફરીથી Delhiમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આજે વધારો કર્યો છે. સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમત હવે વધારીને રૂપિયા 769 કરી દીધી છે. આ ભાવ  Delhi માટે જાહેર કરવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં સબસિડી વિનાની એલપીજીની કિંમત 694 રૂપિયા હતી.

ફેબ્રુઆરીની શરૂઆતમાં ઘરેલું ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો અને તે ફક્ત તેની જૂની કિંમત રૂપિયા 694 જ રહી હતી. પરંતુ 4 ફેબ્રુઆરીએ ફરી એકવાર સિલિન્ડરના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો અને દિલ્હીમાં તેની કિંમત વધારીને 719 કરવામાં આવી હતી. હવે ફરી એકવાર ઓઈલ કંપનીઓએ સબસિડી વિના ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો કર્યો છે. એલપીજી હવે વધેલી કિંમતે એટલે કે 15 ફેબ્રુઆરીથી 769 રૂપિયાએ જનતાને મળશે.

આ પણ વાંચો: 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 247 કેસ, એક દર્દીનું મૃત્યુ, 11 જિલ્લામાં એક પણ નવો કેસ નહીં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati