CBSE ટર્મ -1ની પરીક્ષા વિદ્યાર્થી જયાં હોય ત્યાં આપી શકશે, વિદ્યાર્થીઓેને સ્થળ પસંદ કરવા બોર્ડે આપી મંજુરી

|

Nov 09, 2021 | 1:22 PM

16 નવેમ્બરથી CBSEની ટર્મ-1ની પરીક્ષા શરુ થવા જઇ રહી છે ત્યારે CBSEએ કેટલાક વિદ્યાર્થી માટે જ સ્થળ અને દેશ બદલવાની સુવિધા આપી છે. કોરોનાને કારણે અન્ય શહેર કે સ્થળે જવુ પડ્યુ હોય તેવા વિદ્યાર્થીઓને જ આ સુવિધા આપવામાં આવી છે.

CBSE ટર્મ -1ની પરીક્ષા વિદ્યાર્થી જયાં હોય ત્યાં આપી શકશે, વિદ્યાર્થીઓેને સ્થળ પસંદ કરવા બોર્ડે આપી મંજુરી
cbse-allows-students-to-take-term-1-exams-wherever-they-are-board-allows-students-to-choose-a-place

Follow us on

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની ધોરણ 10 અને 12ની પરીક્ષા(Exam)ઓ 16 અને 17 નવેમ્બરથી શરુ થઇ રહી છે ત્યારે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ બદલવાની સુવિધા આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ CBSE બોર્ડ પરીક્ષા 2022 માટે નોંધણી કરાવી હતી તેઓ પરીક્ષા શહેર બદલવા માટે તેમની શાળામાંથી મંજુરી લઈ શકશે. પરીક્ષા શહેર બદલવાની તક 10 નવેમ્બર 11:59 વાગ્યા સુધી છે.

પરીક્ષા શહેર અથવા દેશ બદલવાની વિનંતી કરવા માટે ઉમેદવારોએ 10 નવેમ્બર, મધ્યરાત્રિ સુધીમાં શાળાને વિનંતી કરવાની રહેશે. આ પછી, શાળાઓ 12 નવેમ્બર, મધ્યરાત્રિ સુધીમાં બોર્ડની વેબસાઇટ પર CBSEને વિનંતીઓ મોકલશે.

કોરોના મહામારીને કારણે (CBSE)બોર્ડે વિદ્યાર્થીઓને ટર્મ-1ની પરીક્ષા ‘જ્યાં હોય ત્યાં’ આપવાની સુવિધા આપી છે. બોર્ડે cbse.gov.in પર પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર અંગે મહત્વની સૂચના જાહેર કરી છે. CBSE દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, જો કોઈ વિદ્યાર્થી કોવિડને કારણે અન્ય શહેરમાં રહેતો હોય, તો તેઓ તેમની શાળાને પરીક્ષાનું શહેર બદલવાની વિનંતી કરી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

થિયરી અને પ્રેક્ટિકલના સ્થળ એક રહેશે
આ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ થિયરી, પ્રેક્ટિકલ અથવા બંને થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટે પરીક્ષા શહેર બદલવાની વિનંતી કરી શકે છે. જો કે CBSEએ જણાવ્યુ છે કે, ઉમેદવારોએ થિયરી અને પ્રેક્ટિકલ બંને પરીક્ષા માટે એક કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. બે અલગ-અલગ કેન્દ્રો, એક થિયરી અને એક પ્રેક્ટિકલ માટે, મંજૂરી આપવામાં આવશે નહીં.

એકવાર પસંદગી બાદ ફેરફાર થઇ શકશે નહીં
CBSE એ જણાવ્યું છે કે, ”જ્યાંથી વિદ્યાર્થી પરીક્ષામાં બેસવા માંગે છે તે શહેરની પસંદગી કાળજીપૂર્વક સબમિટ કરવી જોઈએ. કારણ કે, એકવાર શાળા દ્વારા વિનંતી સબમિટ કર્યા બાદ તેમાં કોઈ ફેરફારને મંજૂરી આપવામાં આવશે નહીં. શાળાઓ તેમના શાળાના લોગ-ઈન એકાઉન્ટમાંથી પરીક્ષાના બદલાયેલા કેન્દ્ર સાથેના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

ઈમેલ પર પસંદગીનું સ્થળ સૂચવવુ
વિદ્યાર્થીઓએ તેમની પસંદગી સ્થળ માટેની અરજીમાં ઇમેઇલ કરીને શહેરનું નામ સૂચવવાની સલાહ આપવામાં આવી છે. અરજી પ્રાપ્ત કર્યા પછી, શાળાઓને વિગતો સબમિટ કરવા માટે અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ ‘સ્કૂલ પોર્ટલ’ પર લૉગિન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. શાળાઓ 12 નવેમ્બરે બપોરે 11.59 વાગ્યા સુધીમાં CBSE વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પાસેથી મળેલી વિનંતીઓની વિગતો અપલોડ કરશે.

આ પણ વાંચોઃ ‘નવાબ મલિકે દાઉદ ઈબ્રાહિમની ગેંગ પાસેથી જમીન ખરીદી હતી, નવાબ મલિકનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન’ દેવેન્દ્ર ફડણવીસનો સ્ફોટક ખુલાસો

આ પણ વાંચોઃ ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં આગ, અનેક મહત્વના દસ્તાવેજને નુકસાન

 

Next Article