AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોર, ભાગેડુ, ઠગ જેવા શબ્દોથી કેમ નારાજ છે વિજય માલ્યા, શું ખરેખર તે ભારત પાછો આવી રહ્યો છે ?

કિંગફિશર એરલાઇન્સના ભૂતપૂર્વ માલિક અને ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. લંડનમાં રહેતા વિજય માલ્યાએ કહ્યું કે, ભારત પાછા ફરવાનો વિચાર કર્યો છે. ખાસ વાત તો એ કે, ભારતીય ઉદ્યોગપતિએ પણ વિજય માલ્યાને ટેકો આપ્યો છે.

ચોર, ભાગેડુ, ઠગ જેવા શબ્દોથી કેમ નારાજ છે વિજય માલ્યા, શું ખરેખર તે ભારત પાછો આવી રહ્યો છે ?
Follow Us:
| Updated on: Jun 06, 2025 | 8:28 PM

કિંગફિશર એરલાઇન્સના ભૂતપૂર્વ માલિક અને ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. લંડનમાં રહેતા વિજય માલ્યાએ કહ્યું કે, જો તેમને ભારતમાં ન્યાયી ટ્રાયલ અને સન્માનજનક જીવનની ખાતરી આપવામાં આવે તો તેઓ ભારત પાછા ફરવાનું વિચારશે. આ વાતને લઈને ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ પણ માલ્યાને ટેકો આપ્યો અને કહ્યું કે ન્યાય બધા માટે સમાન હોવો જોઈએ.

લંડનમાં રહેતા માલ્યાએ એક પોડકાસ્ટ દરમિયાન કહ્યું કે, જો તેમને ભારતમાં ન્યાયી ટ્રાયલ અને સન્માનજનક જીવનની ખાતરી આપવામાં આવે તો તે દેશમાં પાછા ફરવાનું વિચારશે. માલ્યાએ ‘ભાગેડુ’ કહેવા સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે, તેમણે કોઈ પણ પ્રકારની ચોરી કરી નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે, બેંકોએ 6,203 કરોડ રૂપિયાની લોનના બદલામાં તેમની પાસેથી 14,100 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.

100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા લાભ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનો આવો છે પરિવાર
ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા જાણો, જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે
વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો
દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી

ન્યાયી ટ્રાયલની શરતે પરત ફરવા તૈયાર

રાજ શમાની સાથેની વાતચીતમાં માલ્યાએ કહ્યું કે, તે નક્કી કાર્યક્રમ મુજબ વિદેશ ગયો હતો અને પરત ન ફરવા પાછળ તેમના પોતાના કારણો હતા. જો ભારતીય એજન્સીઓ માલ્યાને ન્યાયી ટ્રાયલ અને સન્માનજનક જીવનની ખાતરી આપે તો તે ગંભીરતાથી ભારત પરત ફરવાનું વિચારશે.

‘ચોર’ કહેવા પર નારાજગી વ્યક્ત કરી

માલ્યાએ કહ્યું કે, તેને ‘ચોર’ કહેવું ખોટું છે. તમે મને ભાગેડુ કહી શકો છો પરંતુ મેં કોઈની પાસેથી કોઈ ચોરી કરી નથી. જો તમે મને ચોર કહો છો, તો મને કહો કે ચોરી ક્યાં થઈ છે? તેણે એવો પણ આરોપ લગાવ્યો કે, તેની સાથે જાણી જોઈને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, જ્યારે અન્ય મોટા ડિફોલ્ટરોને રાહત મળી રહી છે.

બેંકો પાસેથી વસૂલાત અંગે દાવો રજૂ કર્યો

માલ્યાએ કહ્યું કે, તેણે કુલ 6,203 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જ્યારે અત્યાર સુધીમાં બેંકોએ તેની પાસેથી 14,100 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. ફેબ્રુઆરીમાં તેણે કર્ણાટક હાઈકોર્ટમાં બેન્કોની વસૂલી પ્રક્રિયા પારદર્શક બનાવવા માંગ કરી હતી. માલ્યાએ પ્રશ્ન ઉઠાવ્યો કે, જ્યારે આટલી મોટી રકમ વસૂલ કરવામાં આવી છે, તો પણ તેને આર્થિક ગુનેગાર કેમ ગણવામાં આવી રહ્યો છે?

હર્ષ ગોએન્કા સમર્થનમાં આવ્યા

સોશિયલ મીડિયા પર વિજય માલ્યાને ટ્રોલ કરવામાં આવ્યા પછી RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કા તેના સમર્થનમાં આવ્યા. ગોએન્કાએ લખ્યું કે, માલ્યાને હંમેશા રાજકીય કારણોસરથી નિશાન બનાવવામાં આવે છે, જ્યારે ઘણા અન્ય ડિફોલ્ટર્સ બેંક તરફથી રાહત મળ્યા પછી આઝાદ થઈને ફરતા હોય છે.

ગોએન્કાએ કહ્યું કે રિપોર્ટસ અનુસાર, માલ્યા પાસેથી 9000 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે છતાં તેને ‘પોલિટિકલ પંચિંગ બેગ’ બનાવી દેવાયો છે. ગોએન્કાએ વધુમાં કહ્યું કે, ન્યાય બધા માટે સમાન કેમ નથી? હવે જોવાનું એ રહેશે કે શું વિજય માલ્યા ખરેખરમાં ભારત પરત ફરશે કે પછી લંડનમાં જ રહેશે?

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">