AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે જહાંગીરપુરીમાં ચાલશે બુલડોઝર, MCDએ દિલ્હી પોલીસ પાસે 400 જવાનોની કરી માંગ

મ્યુનિસિપલ કોર્પોરેશન 20 અને 21 એપ્રિલે, જહાંગીરપુરી (Jahangirpuri) વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનું અભિયાન હાથ ધરશે. દિલ્લી મ્યુ. કોર્પોરેશન (MCD) આ અભિયાન દ્વારા અતિક્રમણ કરીને બનાવવામાં આવેલી મિલકતોને તોડી પાડવામાં આવશે.

હવે જહાંગીરપુરીમાં ચાલશે બુલડોઝર, MCDએ દિલ્હી પોલીસ પાસે 400 જવાનોની કરી માંગ
Operation with bulldozers on illegal construction (Symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:36 AM
Share

Jahangirpuri Violence : દિલ્હીના જહાંગીરપુરીમાં (Jahangirpuri) હનુમાન જયંતિ શોભા યાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસ (Delhi Police) ફુલ એક્શન મોડમાં છે. હવે યુપી અને મધ્યપ્રદેશની જેમ, દિલ્હીમાં પણ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર (Bulldozer) ચલાવાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન 20 અને 21 એપ્રિલે જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડશે. ખાસ કરીને અતિક્રમણ કરનારાઓ સામે અભિયાન હાથ ધરાશે. આ દરમિયાન અતિક્રમણ દ્વારા બનાવવામાં આવેલી મિલકતોને જમીનદોસ્ત કરી દેવાશે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) દ્વારા સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામ પર અતિક્રમણ અભિયાન દરમિયાન, MCD એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે, દિલ્હી પોલીસ પાસેથી 400 કર્મચારીઓને તહેનાત કરવાની માંગ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંગળવારે દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને કાઉન્સિલરને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે યુપી અને મધ્યપ્રદેશની જેમ જહાંગીરપુરીમાં પણ ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ પછી જ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી હોવાનું મનાય છે. આ જ કારણ છે કે 20-21 એપ્રિલે જહાંગીરપુરી વિસ્તારમાં દબાણ કરીને મિલકત ઊભી કરનારા સામે મોટી કાર્યવાહી કરવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ, સમગ્ર જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જગ્યા પચાવી પાડીને ગેરકાયદેસર કામ કરતા લોકો સામે MCD અને પોલીસ મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે.

20-21 એપ્રિલે MCDની મોટી કાર્યવાહી

દિલ્હી બીજેપી અધ્યક્ષે પોતાના પત્રમાં કહ્યું હતું કે જહાંગીરપુરી હિંસાના તોફાનીઓ અને બદમાશોને સ્થાનિક AAP ધારાસભ્યનું રક્ષણ છે. જેના કારણે તેઓએ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો અને અતિક્રમણ કર્યા છે. ગેરકાયદેસર અતિક્રમણ અને તોફાનીઓના બાંધકામની ઓળખ કરી તેના પર બુલડોઝર ચલાવવું જોઈએ. ભાજપના નેતાએ આ અંગે વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હવે MCD 20-21 એપ્રિલે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. તેમણે જહાંગીરપુરીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ પાસેથી 400 જવાનોની માંગણી કરી છે.

તોફાનીઓ નિશાને !

જણાવી દઈએ કે જહાંગીરપુરીમાં હિંસા બાદ ગૃહ વિભાગ પણ ઘણી કડકાઈ લઈ રહ્યું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરી છે. પાંચ તોફાનીઓ પર NSA લાદવામાં આવ્યો છે. પોલીસે મંગળવારે 23મા આરોપીની ધરપકડ કરી છે. તેના પર તોફાનીઓને હથિયાર આપવાનો આરોપ છે. તો બીજીબાજુ, ગોળીબાર કરનાર સોનુને આજે રોહિણી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

Jahangirpuri Violence: હિંસાની એક રાત પહેલા લાકડીઓ એકઠી કરવામાં આવી હતી, CCTV ફૂટેજમાં થયો ખુલાસો

આ પણ વાંચોઃ

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસાનો આરોપી સોનુ ઈમામને રોહિણી કોર્ટે 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">