Bulldozer Row : બુલડોઝર પર સુપ્રીમકોર્ટનુ બુલડોઝર, આગામી સપ્તાહે હાથ ધરાશે સુનાવણી

|

Jun 16, 2022 | 1:11 PM

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જમિયતના વકીલ ચંદ્ર ઉદય સિંહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને એક ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. જમિયતના વકીલે કહ્યું કે લોકોને સાંભળવાની તક આપવી જોઈએ.

Bulldozer Row : બુલડોઝર પર સુપ્રીમકોર્ટનુ બુલડોઝર, આગામી સપ્તાહે હાથ ધરાશે સુનાવણી
Supreme court
Image Credit source: PTI

Follow us on

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિશે આપેલા વાંધાજનક નિવેદનના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં હિંસક ઘટનાઓ બાદ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવેલા બુલડોઝરના (Bulldozer) પગલા સામે જમિયત ઉલેમા-એ-હિંદની ( Jamiat Ulema-e-Hind ) અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) સુનાવણી હાથ ધરી છે. આ સુનાવણી આગામી સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવી છે. સુપ્રીમકોર્ટે યુપી સરકાર પાસે આ મામલે એફિડેવિટ માંગી છે, જેના પર સરકારે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. જેના પર કોર્ટે સુનાવણી આવતા સપ્તાહ સુધી મુલતવી રાખી છે. તેમજ કહ્યું હતું કે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જમિયતના વકીલ ચંદ્ર ઉદય સિંહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને એક ખાસ સમુદાયને જ નિશાન બનાવવામાં આવી રહ્યો છે. જમિયતના વકીલે પણ કહ્યું કે લોકોને સાંભળવાની તક આપવી જોઈએ.

ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી

જ્યારે ઉત્તર પ્રદેશ સરકાર વતી એવી દલીલ કરવામાં આવી હતી કે બુલડોઝરની કાર્યવાહી અંગે 10 મેના રોજ નોટિસ મોકલવામાં આવી હતી, નોટિસનો જવાબ નહીં મળતા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર સનસનાટી ફેલાવવામાં આવી રહી છે. સરકાર કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કામ કરી રહી નથી.

અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે ડિમોલિશનની કાર્યવાહી કરતા પહેલા ઓછામાં ઓછા 15 દિવસની નોટિસ આપવી જોઈએ અને 40 દિવસનો સમય આપવો જોઈએ જેથી કરીને પીડિત લોકો અપીલ કરી શકે, આમ તેમને ડિમોલિશન અટકાવવા માટે બંધારણીય અને અન્ય પગલાં લેવાની તક મળે.

આ અંગે ઉત્તર પ્રદેશ સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અરજદારો તથ્યો બદલીને રજૂઆત કરી રહ્યા છે. જહાંગીપુરી કેસમાં એક પણ પીડિતા કોર્ટમાં આવી નથી. સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે દરેકનો પોતાનો એજન્ડા હોય છે. એક રાજકીય પક્ષ વતી અરજી દાખલ કરવામાં આવી છે. યુપી પ્રશાસન તરફથી હાજર રહેલા હરીશ સાલ્વેએ કહ્યું કે આ મામલે કોર્ટમાં કોણ આવ્યું તે જોવું જોઈએ ?

 

Next Article