Budget Session of Parliament : વિપક્ષે મચાવ્યો હોબાળો, સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

|

Feb 06, 2023 | 12:01 PM

સોમવારે એટલે કે આજે સંસદનું સત્ર શરૂ થાય તે પહેલા, વિપક્ષી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંસદમાં ઉઠાવવાના મુદ્દાઓ પર સંયુક્ત ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષ અદાણી ગ્રૂપ કેસની JPCની માંગ પર અડગ છે.

ગત સપ્તાહે શરૂ થયેલા સંસદના બજેટ સત્રમાં કોઈ મુદ્દા પર હજુ સુધી ચર્ચા થઈ નથી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બંને ગૃહમાં ચર્ચા થવાની છે. પરંતુ વિપક્ષના હોબાળાને કારણે સંસદની નક્કી કરાયેલા કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવી પડી છે. આજે એટલે કે સોમવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ, અદાણી મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની માંગ સાથે વિપક્ષે મચાવેલા હોબાળા બાદ, બન્ને ગૃહને બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડ્યા હતા.

બજેટ રજૂ થયું ત્યારથી જ વિપક્ષ અદાણી કેસની JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાની માગણી પર અડગ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારનુ મૌન, આ સમગ્ર મામલે મિલીભગત હોવાની શંકા પ્રેરે  છે. યુએસ સ્થિત ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ગૌતમ અદાણીની આગેવાની હેઠળના ગ્રૂપ પર છેતરપિંડી અને શેરના ભાવમાં હેરાફેરી સહિતના અનેક ગંભીર આરોપો મૂક્યા બાદ, વૈશ્વિક સ્તરે અદાણી જૂથના શેરના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સંસદના બજેટ સત્રની આજના દિવસની કાર્યવાહીની હાઈલાઈટ્સ:

  • લોકસભા બાદ હવે રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. અદાણી ગ્રુપની તપાસની માંગ પર વિરોધ પક્ષોના નેતાઓ હજુ પણ અડગ છે.
  • સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષે હંગામો શરૂ કર્યો, ત્યારબાદ કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડી.
  • અદાણી કેસ પર કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે અમે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) તપાસ ઈચ્છીએ છીએ, સરકાર બધું છુપાવવા માંગે છે. સરકારના રહસ્યનો પર્દાફાશ થયો છે.
  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, અમે જે નોટિસ (267) આપી છે તેના પર ચર્ચા થવી જોઈએ કારણ કે તે રાષ્ટ્રપતિના સંબોધનથી અલગ વિષય છે, અમે ઈચ્છીએ છીએ કે પહેલા તેની ચર્ચા કરવામાં આવે.
  • સંસદ ભવન પરિસરમાં સ્થાપિત ગાંધીજીની પ્રતિમા સામે વિરોધ પક્ષોના સંસદસભ્યો વિરોધ કર્યો હતો. તેઓ અદાણી ગ્રૂપ અંગે જેપીસી તપાસની માંગ કરી રહ્યા છે.
  • કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે, સંસદમાં વિપક્ષની રણનીતિ શું હશે તે અંગે તમામ વિપક્ષી દળો સાથે મળીને નિર્ણય કરશે, કારણ કે તે માત્ર કોંગ્રેસ પાર્ટીનો મુદ્દો નથી. સરકાર આપખુદશાહી પર ચાલે છે. નિર્મલા સીતારમણને મારી સલાહ છે કે સરમુખત્યારશાહીને બદલે લોકશાહી તરફ આગળ વધો.

Published On - 11:44 am, Mon, 6 February 23

Next Article