Budget in Gujarati 2021 LIVE: આખા બજેટની અપડેટ એક સાથે, આ હતી ખાસ વાતો કે જે બળ આપશે અર્થતંત્રને

Budget in Gujarati 2021 LIVE: આખા બજેટની અપડેટ એક સાથે, આ હતી ખાસ વાતો કે જે બળ આપશે અર્થતંત્રને

Budget in Gujarati 2021 LIVE: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજુ કરેલા બજેટની અવધી 1 કલાક 50 મિનિટ રહી પરંતુ બજેટમાં ખાસ વાત અગર આંખે ઉડીને વળગે તેમ હોય તો તે છે હેલ્થ, ખેડુતો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડીજીટલ, મેક ઈન ઈન્ડિયા, બેન્કીંગ, ઈન્સ્યોરન્સ, ગરીબો, એજ્યુકેશન જેવા સેક્ટર પર ખાસ ભાર મુક્યો હતો. 

Pinak Shukla

|

Feb 01, 2021 | 3:14 PM

Budget in Gujarati 2021 LIVE: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજુ કરેલા બજેટની અવધી 1 કલાક 50 મિનિટ રહી પરંતુ બજેટમાં ખાસ વાત અગર આંખે ઉડીને વળગે તેમ હોય તો તે છે હેલ્થ, ખેડુતો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડીજીટલ, મેક ઈન ઈન્ડિયા, બેન્કીંગ, ઈન્સ્યોરન્સ, ગરીબો, એજ્યુકેશન જેવા સેક્ટર પર ખાસ ભાર મુક્યો હતો.

મોટાભાગે સામાન્ય માણસ જેની રાહ જોતો હોય છે તે ઈન્કમટેક્સનાં સ્લેબમાં કોઈ વધારો ન થયો તો સ્થિતિ યથાયોગ્ય જ રાખી જોકે સસ્તા ઘર માટે વ્યાજમાં 1.5 લાખની વધારાની છુટ એક વર્ષથી વધારીને વર્ષ 2022 સુધી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ 75 વર્ષથી વધારે ઉંમર વાળા પેન્શનર્સને ઈન્કમ ટેક્સભરવામાંથી છુટ આપવામાં આવી છે.

બજેટની ખાસ વાતો

બજેટમાં ઈન્કમ ટેક્સના વર્તમાન માળખામાં કોઈ ફેરફાર નહીં…નોકરીયાત વર્ગને બજેટમાં કોઈ રાહત નહીં..75 વર્ષથી વધુના વૃદ્ધોને સરકારની મોટી રાહત..પેન્શન પર નભતા વૃદ્ધોને ટેક્સ નહીં ભરવો પડે..વીમા ક્ષેત્રે સરકારનો મોટો નિર્ણય..વીમા ક્ષેત્ર FDI હવે 74 ટકા થશે..વીમા કાયદા 1938માં ફેરફાર કરાયા..વિદેશી રોકાણ 39 ટકાથી વધી 74 ટકા કરાયુ.

સોનું-ચાંદી સસ્તુ થશે. સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી. સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી 12.5 ટકા, કોપર પર કસ્ટમ ડ્યૂટી 2.5 ટકા. ઘર આંગણે તૈયાર થતા કપડા સસ્તા થશે તો કાર અને બાઈક મોંઘી થશે.

કૃષિ ક્ષેત્રે નાણાંપ્રધાને મોટી જાહેરાત કરી ખેડૂતો 75 હજાર કરોડથી વધુ રૂપિયા અપાયા.એફોર્ડેબલ હાઉસ માટે છૂટ વધુ એક વર્ષ વધી. કોટન પર કસ્ટમ ડ્યૂટી વધી 10 ટકા થઈ.ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક. ખેડૂતો માટે બજેટમાં મોટી જાહેરાત. ઉત્પાદન ખર્ચ કરતા દોઢ ગણા વધુ ભાવ આપવાનો પ્રયાસ. ખેડૂતોને દોઢ ગણા ટેકાના ભાવ મળ્યાં .ખેડૂતોને 75 હજાર કરોડથી વધુ રૂપિયા અપાયા.

નાણાંપ્રધાને કહ્યુ કે ખેડૂતોના હિત માટે કામ કરી રહી છે સરકાર. ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક. ખેડૂતો માટે વળતરની ઝડપી બનાવાઈ. FY-20માં ઘઉં માટે 62,802 કરોડ રૂપિયા ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ઝડપી બનાવાશે વધુ એક હજાર APMCને ઓનલાઈન કરાશે તો કોવિડ વૅક્સીન માટે 35 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સીતારમણે પોતાની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, યુવા પેઢી માટે રોજગારની વધુને વધુ તકોનું સર્જન કરવા સરકાર કટિબદ્ધ છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આ માટે વર્લ્ડક્લાસ ફિનટેક હબની રચના કરાશે. આ ફિનટેક હબ દ્વારા વૈશ્વિક તકોને પિછાણીને તેના આધારે સ્થાનિક કામગીરી દ્વારા સ્થાનિક સ્તરે રોજગારની નવી તકોનું સર્જન ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ભંડોળની ઉણપને જોતાં નાણામંત્રીએ ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશનની (DFI) સ્થાપનાની પણ ઘોષણા કરી છે, જેની પાસે રૂ. 27 હજાર કરોડની મૂડીનું વૈધાનિક સમર્થન રહેશે.

વીમા ક્ષેત્રમાં સરકારે પ્રત્યક્ષ વિદેશી રોકાણ મર્યાદા 49 ટકા થી વધારીને 74 ટકા કરવાની જાહેરાત કરી. વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. વીમા ક્ષેત્રમાં સરકારે પ્રત્યક્ષ વિદેશી રોકાણ મર્યાદા 49 ટકા થી વધારીને 74 ટકા કરવાની જાહેરાત કરી છે. દેશમાં હજુ પણ સ્વાસ્થ્ય વીમાનો દાયરો 3-4 ટકા વસ્તી સુધી જ સીમિત છે. આવામાં વીમા ક્ષેત્રમાં FDI વધારવાથી મોટો ફેરફાર આવી શકે છે.

આ વખતના બજેટમાં તમારી જૂની ગાડીઓ અંગે પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત હવે તમે લાંબો સમય સુધી પોતાની જૂની ગાડીઓ ફેરવી નહીં શકો. સરકારે નક્કી કરેલાં નિયમાનુસાર તમારે પોતાની જૂની ગાડીઓ સ્ક્રૈપમાં આપવી પડશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુંકે, જૂની ગાડીઓને ભંગારમાં લઈ જઈને સ્ક્રૈપ કરવામાં આવશે. જેના કારણે પ્રદૂષણ નિયંત્રણમાં રહેશે. સાથે જ તેલનું આયાત બિલ પણ ઘટશે. દેશભરમાં ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવવામાં આવશે. ખાનગી ગાડીઓને 20 વર્ષ પછી આવા ઓટોમેટેડ સેન્ટરોમાંથી ફિટનેસ સર્ટી મેળવવાનું રહેશે. ખાનગી વાહનોએ 20 વર્ષ બાદ અને કોમર્શિયલ વાહનોને 15 વર્ષ બાદ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં લઈ જવા પડશે.

ભારતીય શેરબજારોમાં બજેટથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 1.49 કલાકે સેન્સેક્સ 2060 અંક વધી 48377 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 570 અંક વધી 14207 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC, HDFC બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 9.06 ટકા વધી 922.95 પર કારોબાર કરી રહ્યો છે. ICICI બેન્ક 5.12 ટકા વધી 564.50 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, TCS, HCL ટેક, HUL સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 3.20 ટકા ઘટી 4451.30 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 2.48 ટકા ઘટી 937.80 પર કારોબાર કરી રહ્યો છે.

દેશમાં જલદી જ સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે. સરકારે બજેટમાં કસ્ટમ ડ્યૂટી ઘટાડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હાલ સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી 12.5 ટકા છે. બજેટમાં તેને ઘટાડીને 10 ટકા કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ ઘટાડાનો ફાયદો ગ્રાહકોને મળશે. મહામારી દરમિયાન સોના અને ચાંદીના વેચાણ પર ખરાબ અસર પડી હતી. ફેસ્ટિવલ સિઝન સાથે તેમાં સુધારો જોવા મળ્યો, પરંતુ બજાર અત્યારે પણ રિકવરીના પ્રયાસો કરી રહ્યું છે. સેક્ટરે સરકાર પાસે માંગ્યું હતું કે સરકાર એવા પગલાં ભરે જેથી માંગમાં વધારો જોવા મળે. સરકારના આજના પગલાંથી કિંમત ઘટતાં માંગમાં વધારાની આશા છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના બજેટમાં હેલ્થ સેક્ટરને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે બજેટમાં ‘PM આત્મનિર્ભર સ્વસ્થ ભારત’ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના માટે 64180 કરોડ રૂપિયાની જોગવાઈ છે. જેને આગામી 6 વર્ષમાં ખર્ચવાનો પ્લાન છે. આ સિવાય પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોને મજબૂત કરવામાં આવશે. તેની સાથે જ સરકાર તરફથી WHOનું સ્થાનિક મિશન ભારતમાં લોન્ચ કરવામાં આવશે. નાણાં મંત્રીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્રના બજેટને 137 ટકા વધારવામાં આવ્યું છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે 2021-22નું બજેટ રજુ કર્યું છે. જેમાં કોરોના વેક્સિનના વિકાસ માટે 35,000 કરોડ રૂપિયાના ભારે ફંડની જાહેરાત કરી છે. આ ફંડનો ઉપયોગ દેશમાં કોરોનાની વેક્સિનનો વિકાસ, વિતરણ અને વેક્સિનેશન કરવા માટે કરાશે.

ખેડૂતો અંગે તેમણે કહ્યુ કે વર્તમાન સરકાર ખેડૂતોના કલ્યાણ પર વિશેષ ભાર મૂકી રહી છે. તેમણે કહયું કે, મુશ્કેલીના આ સમયમાં પણ મોદી સરકારનું ફોકસ ખેડૂતોની આવક ડબલ કરવા અને વિકાસની ઝડપ વધારવા અને સામાન્ય લોકોને સહાયતા પહોચાડવા પર છે. નાણામંત્રી સીતારમને સંસદમાં બોલ્યા કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રીએ કહ્યું કે એમએસપી પર ખેડૂતોના પાકની ખરીદી ચાલુ જ રહેશે. વર્ષ 2020-21માં ખેડૂતોથી 1.72 લાખ કરોડ રૂપિયાનું ધાન્ય ખરીદવામાં આવ્યું છે. ઘઉંની ખરીદીમાં નિર્મલા સીતારમને કહ્યુંકે વર્ષ 2013-14માં ખેડૂતોને કુલ 33,874 કરોડ રૂપિયા આપ્યા હતા જ્યારે વર્ષ 2019-20માં આ આંક વધીને 62 હજાર કરોડથી વધારે થઈ ગયો છે. જ્યારે વર્ષ 2020-21માં તેમાં પણ ખૂબજ મોટો વધારો કરીને 75050 કરોડ થયો છે. જેનાથી 43.36 લાખ ખેડૂતોને ફાયદો થયો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati