Budget 2020: જાણો બજેટની તૈયારી સમયે કેવા પ્રકારની સાવધાનીઓ રાખવામાં આવે છે

|

Jan 24, 2020 | 7:41 AM

બજેટ 2020ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નોર્થ બ્લોકના બેસમેન્ટમાં નાણા મંત્રાલયના કર્મચારી દસ્તાવેજ તૈયાર કરવામાં લાગી ગયા છે. આ દરમિયાન બહારની દુનિયાથી તેમનો સંપર્ક થશે નહીં. બજેટ ભાષણ પછી જ તે કોઈની સાથે વાત કરી શકશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. બજેટ તૈયાર કરતા સમયે ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવામાં આવે છે. […]

Budget 2020: જાણો બજેટની તૈયારી સમયે કેવા પ્રકારની સાવધાનીઓ રાખવામાં આવે છે

Follow us on

બજેટ 2020ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નોર્થ બ્લોકના બેસમેન્ટમાં નાણા મંત્રાલયના કર્મચારી દસ્તાવેજ તૈયાર કરવામાં લાગી ગયા છે. આ દરમિયાન બહારની દુનિયાથી તેમનો સંપર્ક થશે નહીં. બજેટ ભાષણ પછી જ તે કોઈની સાથે વાત કરી શકશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. બજેટ તૈયાર કરતા સમયે ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવામાં આવે છે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

બજેટ કોઈ પણ સરકારનો ગુપ્ત દસ્તાવેજ છે. તેને બનાવવાની પ્રક્રિયામાં લાગેલા 100 અધિકારી 2થી 3 અઠવાડિયા સુધી નોર્થ બ્લોકમાં રહે છે. તે દરમિયાન તે બહારની દુનિયાથી પુરી રીતે અજાણ હોય છે. ત્યાં સુધી કે તે તેમના પરિવારના સંપર્કમાં પણ રહેતા નથી. તેમની પાસે માત્ર એક ફોન હોય છે, જેના દ્વારા તે માત્ર કોલ રીસીવ કરી શકે છે પણ કોલ નથી કરી શકતા. બજેટ પત્ર નાણા મંત્રાલયના ખાનગી પ્રેસમાં છપાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દિલ્હીના નોર્થ બ્લોક એટલે કે નાણાપ્રધાનની ઓફિસ સરકાર માટે એક તિજોરીની જેમ છે. બજેટ આવવાના એક દિવસ પહેલા આ તિજોરીની સુરક્ષા ખુબ કડક કરી દેવામાં આવે છે. તેનો અંદાજો માત્ર એ વાતથી લગાવવામાં આવી શકે છે કે 2006થી ભારતની ગુપ્તચર એજન્સી IBના એજન્ટ તેની પર નજર રાખે છે. તે લોકો ઓફિસમાં બજેટ માટે કામ કરી રહેલા લોકોના અને તેમના ઘરના મોબાઈલ ફોનને ટેપ કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નોર્થ બ્લોક IBની સુરક્ષામાં રહે છે. બજેટ પહેલા નાણા સચિવને Z સિક્યુરિટી આપવામાં આવે છે. IBની નજર દરેક સમયે તેમની આસપાસ રહે છે. નાણા મંત્રાલયને ઈ-મેઈલ મોકલવાની સુવિધા મળતી નથી. બજેટ રજૂ થવાના એક કે બે દિવસ પહેલા જ છાપવા માટે મોકલવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બજેટનું છાપકામ એક વિશેષ પ્રેસમાં થાય છે. આ પ્રેસ બેસમેન્ટમાં બનાવવામાં આવ્યું છે અને તે આધુનિકતાથી સજ્જ છે. બજેટનું છાપકામ કરનારા લોકોને ઘર પર જવા દેવામાં આવતા નથી. તેથી બજેટથી સંબંધિત સુચનાઓ લીક થતી નથી. એટલું જ નહીં બજેટ બનાવવા માટે માત્ર નાણા મંત્રાલય જ નહીં પણ ઓછામાં ઓછા 5 મંત્રાલયના અધિકારી અને નિષ્ણાતો નાણા મંત્રાલયના અધિકારીઓની મદદ કરે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article