
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. આ સાથે, 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ કાર્યવાહી પછી, ગભરાયેલા પાકિસ્તાને ભારતમાં ઘૂસણખોરી કરાવવા અને સરહદે હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ નિષ્ફળ બનાવ્યો.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના IG શશાંક આનંદે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, BSF એ પાકિસ્તાનના સરહદ પારના આતંકવાદી પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. પહેલગામ હુમલા પછી, BSF એ પાકિસ્તાની ગતિવિધિઓ પર નજર રાખી અને ઘણા આતંકવાદીઓને ઠાર માર્યા. પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘનનો પણ સરહદે વળતો જવાબ આપવામાં આવ્યો.
#WATCH | Jammu | On Operation Sindoor, BSF IG Jammu Shashank Anand says,” BSF’s women personnel fought on forward duty posts during Operation Sindoor. Our brave women personnel, Assistant Commandant Neha Bhandari commanded a forward post, Constable Manjit Kaur, Constable Malkit… pic.twitter.com/nTGZot6Zig
— ANI (@ANI) May 27, 2025
બીએસએફના ડીઆઈજી એસએસ મંડે જણાવ્યું હતું કે, 8 મે, 2025 ના રોજ, અમારા સર્વેલન્સને સરહદ તરફ આવતા 40-50 લોકોની હિલચાલ જોવા મળી આવી હતી. અમે સાવચેતી વર્તીને હુમલો કર્યો. આ પછી તરત જ, પાકિસ્તાને BSF સરહદી ચોકીઓ પર ગોળીબાર શરૂ કર્યો, જેનો અમે પણ વળતો યોગ્ય જવાબ આપ્યો. ઇનપુટ્સ સૂચવે છે કે, અમારા હુમલામાં ભારતમાં ધૂસણખોરી કરવા આગળ વધેલા ઘણા આતંકવાદીઓ, તેમના સમર્થકો, રેન્જર્સ અને અધિકારીઓ ઘાયલ થયા છે. જેમાના કેટલાકના મોત થયા છે.
બીએસએફના ડીઆઈજી સુંદરબની સેક્ટર વરિન્દર દત્તાએ જણાવ્યું હતું કે 8 મેના રોજ અમને અહેવાલ મળ્યા હતા કે સરહદ પાર પાકિસ્તાનમાં લુની આતંકવાદી લોન્ચ પેડ પર 18 થી 20 આતંકવાદીઓ હાજર છે અને તેઓ અહીં ઘૂસણખોરી કરી શકે છે, પરંતુ અમે તરત જ હુમલો કર્યો અને તેમને આશ્ચર્યચકિત કર્યા, જેમાં તેમને ભારે નુકસાન થયું.
9 મેના રોજ, પાકિસ્તાને અખનૂર નજીકના અનેક વિસ્તારોમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ પછી, BSF એ વળતો જવાબ આપ્યો અને તેમના લૂની આતંકવાદી લોન્ચ પેડને નિશાન બનાવ્યું. આમાં તેને મોટું નુકસાન થયું.
ઓપરેશન સિંદૂર દરમિયાન, BSF મહિલા કર્મચારીઓએ આગળની ફરજ પર લડાઈ લડી હતી. આ ઓપરેશન દરમિયાન આપણી બહાદુર મહિલા કર્મચારીઓ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારીએ ફોરવર્ડ પોસ્ટનું નેતૃત્વ કર્યું, કોન્સ્ટેબલ મનજીત કૌર, કોન્સ્ટેબલ મલકિત કૌર, કોન્સ્ટેબલ જ્યોતિ, કોન્સ્ટેબલ સંપા અને કોન્સ્ટેબલ સ્વપ્ના અને અન્યોએ પાકિસ્તાન સામે ફોરવર્ડ પોસ્ટ પર લડાઈ લડીને પાકિસ્તાનની ચોકીને તોડી નાખી હતી.
બીએસએફ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન તરફથી બીએસએફ ચોકીઓ પર ડ્રોન હુમલા અને ગોળીબારમાં અમે બીએસએફ સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ, કોન્સ્ટેબલ દીપક કુમાર અને ભારતીય સેનાના નાયક સુનીલ કુમારને ગુમાવ્યા છે. અમે અમારી બે પોસ્ટનું નામ અમારા ગુમાવેલા કર્મચારીઓના નામ પર અને એક પોસ્ટનું નામ ઓપરેશન સિદૂંરના નામે ‘સિંદૂર’ રાખવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ.
“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.