Breaking News : મમતા બેનર્જીનો સાથ છોડી રહ્યો છે યુસુફ પઠાણ? મહુઆ મોઈત્રાનો શાબ્દિક પ્રહાર

શું યુસુફ પઠાણ પણ મમતા બેનર્જીનો સાથ છોડી રહ્યા છે?યુસુફ પઠાણ પણ NDA ને સમર્થન આપી રહ્યા છે અને બળવાખોર TMC સાંસદોમાં સામેલ છે. આ સમગ્ર મામલો શું છે ચાલો વિસ્તારથી જાણીએ.

Breaking News : મમતા બેનર્જીનો સાથ છોડી રહ્યો છે યુસુફ પઠાણ? મહુઆ મોઈત્રાનો શાબ્દિક પ્રહાર
| Updated on: Jun 09, 2026 | 12:44 PM

તૃણમૃણ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ સોમવારના રોજ બહરામપુરના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પર પાર્ટીના બળવાખોર જૂથનો સાથ આપવાનો આરોપ લગાવી તેની ટીકા કરી હતી. આ ઘટના પાર્ટીના 28માંથી 20 લોકસભા સાંસદોએ અલગ થઈને અલગ જૂથ બનાવ્યાના કલાકો બાદ આ ઘટના બની હતી.બળવાખોર સાંસદોમાંથી કાકોલી ધોષે દાવો કર્યો કે, 20 બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણનું નામ પણ સામેલ છે. આ તમામ એનડીએને સપોર્ટ કરશે.

આ ઘટના વચ્ચે કૃષ્ણાનગરથી લોકસભા સાંસદ મોઈત્રાએ ક્રિકેટર માંથી રાજકારણમાં આવેલા યુસુફ પઠાણ કથિત રીતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવ્યા બાદ દિલ્હી જવાની વાતની અલોચના કરી છે. મહુઆ મોઈત્રાએ લખ્યું અમારા જિલ્લાએ તમને ભારે બહુમતીથી જીતાડ્યા છે. થોડી શરમ કરો અને થોડો સાહસ દેખાડો

 

 

મહુઆ મોઈત્રા અત્યારસુધી પશ્ચિમ બંગાળની પૂર્વ મુખ્યંત્રી મમતા બેનર્જી સાથએ મજબુત રીતે ઉભી છે. તમને જણાવી દઈએ કે, ટીએમસી 1998માં પોતાનું ગઠબંધન પછી સૌથી ખરાબ સંકટનો સામનો કરી રહ્યું છે. મહુઆ મોઈત્રાએ ટીએમસીના બળવાખોર ધારાસભ્યો પર તીખો હુમલો કરતા કહ્યું સંપૂર્ણ રીતે બેકાર નેતા. જે મમતા બેનર્જીના કરિશ્માના દમ પર ટકેલા હતા.

યુસુફ પઠાણનું નામ કેમ ચર્ચામાં આવ્યું?

પૂર્વ ક્રિકેટર અને બહરામપુરથી સાંસદ યુસુફ પઠાણનું નામ આ સમગ્ર વિવાદમાં કેન્દ્રમાં આવ્યું છે. હજુ સુધી તેમણે ખુલીને કાંઈ કહ્યું નથી. પરંતુ ટીએમસીની જ નેતા કાકોલી ઘોષ સંકેત આપ્યો છે કે, યુસુફ પઠાણ પર તે બળવાખોર ધારાસભ્યોની સાથે છે. બીજી બાજુ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ પણ યુસુફ પઠાણ પર નિશાન સાંધ્યું છે. તેમણે કહ્યું થોડો સાહસ દેખાડવો જોઈએ,

આ સમગ્ર ઘટના એવા સમયે બની છે જ્યારે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હીમાં છે, અને પાર્ટીની અંદર આ બળવો વધુ તીવ્ર બન્યો છે.

બંન્ને ભાઈ રહી ચૂક્યા છે ટીમ ઈન્ડિયાનો ભાગ, આવો છે વડોદરાના ક્રિકેટરનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us