Breaking News : બંગાળમાં દર મહિને ભાજપ સરકાર મહિલાઓને આપશે 3000 રૂપિયા, ગેરકાયદે મદરેસા પર ચાલશે બુલડોઝર, સુવેન્દુ કેબિનેટનો નિર્ણય

પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે તેના કર્મચારીઓ, સંલગ્ન વૈધાનિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે 7મા રાજ્ય પગાર પંચના બંધારણને મંજૂરી આપી છે. આ સાથે જ, ધાર્મિક વર્ગીકરણના આધારે જૂથોને હાલમાં આપવામાં આવતી સરકારી સહાય જૂનથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Breaking News : બંગાળમાં દર મહિને ભાજપ સરકાર મહિલાઓને આપશે 3000 રૂપિયા, ગેરકાયદે મદરેસા પર ચાલશે બુલડોઝર, સુવેન્દુ કેબિનેટનો નિર્ણય
| Edited By: | Updated on: May 18, 2026 | 2:21 PM

પશ્ચિમ બંગાળમાં, મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ બીજી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. સીએમ સુવેન્દુએ ‘અન્નપૂર્ણા ભંડાર યોજના’ અને મહિલાઓ માટે મફત બસ સેવાને મંજૂરી આપી છે. આ યોજનાના અમલીકરણ સાથે, બંગાળમાં મહિલાઓને, આગામી 1 જૂનથી દર મહિને રૂપિયા 3,000 મળવાનું શરૂ થશે. વધુમાં, 1 જૂનથી, બધી મહિલાઓ સરકારી બસમાં મફત મુસાફરી કરી શકશે.

નાણાકીય સહાય ક્યારથી શરૂ થશે?

આજે 18મી મે અને સોમવારે, મળેલ સુવેન્દુ અધિકારીની કેબિનેટ બેઠકમાં, ઘણા મુખ્ય નિર્ણયોને મંજૂરીની મહોર મારી દીધી. રાજ્ય પ્રધાન અગ્નિમિત્રા પોલે, જણાવ્યું કે, કેબિનેટ બેઠક દરમિયાન અન્નપૂર્ણા યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ, રાજ્યભરની મહિલાઓને, આગામી 1 જૂન, 2026 થી દર મહિને રૂપિયા 3,000 ની નાણાકીય સહાય મળશે. વધુમાં, પશ્ચિમ બંગાળ કેબિનેટે 1 જૂનથી સરકારી બસમાં મહિલાઓ માટે મફત મુસાફરીને મંજૂરી આપી હતી.

7મા રાજ્ય પગાર પંચને મંજૂરી

સુવેન્દુ અધિકારીની સરકારના મહિલા પ્રધાન અગ્નિમિત્ર પોલે જાહેરાત કરી છે કે, પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે તેના કર્મચારીઓ, સંલગ્ન વૈધાનિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે 7મા રાજ્ય પગાર પંચના બંધારણને મંજૂરી આપી છે. આ સાથે જ, ધાર્મિક વર્ગીકરણના આધારે જૂથોને હાલમાં આપવામાં આવતી સરકારી સહાય જૂનથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગ્નિમિત્ર પોલે વધુમાં જણાવ્યું હતું કે CAA હેઠળ નાગરિકતા માટેની અરજીઓ પર પ્રક્રિયા કરવા માટે રચાયેલા ટ્રિબ્યુનલના સભ્યો – તેમજ મતદાર યાદીમાં સમાવેશ સંબંધિત – ‘અન્નપૂર્ણા’ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર રહેશે.

મદરેસાઓ માટે કોઈ નાણાકીય સહાય નહીં

વધુમાં, પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોની જાણકારી આપતા અગ્નિમિત્રા પોલે જણાવ્યું હતું કે ‘લક્ષ્મી ભંડાર’ યોજનામાં પહેલાથી જ નોંધાયેલી મહિલાઓને ‘અન્નપૂર્ણા ભંડાર યોજના’ માટે નવું અરજી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. તેનાથી વિપરીત, હાલમાં મદરેસાને આપવામાં આવતી તમામ પ્રકારની સરકારી સહાય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં ઇમામ અને મુએઝીન દ્વારા મળતા માસિક સ્ટાઇપેન્ડ પણ સામેલ છે.

પશ્ચિમ બંગાળમાં સરકાર રચાયા પછી, સીએમ સુવેન્દુ અધિકારી એક પછી એક શ્રેણીના મોટા નિર્ણયો લઈ રહ્યા છે. સોમવારે, સીએમ સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં બીજી કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાંથી રાજ્યના લોકો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો બહાર આવી. આમાં વિવિધ ઘોષણાઓનો સમાવેશ થાય છે, જેમ કે અન્નપૂર્ણા યોજના હેઠળ મહિલાઓને ₹3,000 ની માસિક નાણાકીય સહાય અને સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી.

ટ્રેનનો અકસ્માત થાય તો ભોગ બનનારના પરિવારજનોને કેટલુ વળતર મળે ? કોણ આપે ?

Published On - 2:18 pm, Mon, 18 May 26

Follow Us