Kiren Rijiju Car Accident: જમ્મુ-કાશ્મીરમાં ટ્રકે કારને ટક્કર મારી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ બચી ગયા

રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.

Kiren Rijiju Car Accident: જમ્મુ-કાશ્મીરમાં ટ્રકે કારને ટક્કર મારી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ બચી ગયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 9:58 PM

જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુ શનિવારે બચી ગયા હતા. કારણ કે, તેમની કારને ટ્રકે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી તે ગૌરવની વાત છે તો સાથે જ કેન્દ્રીય મંત્રી પણ સંપૂર્ણ સ્વસ્થ છે. હકીકતમાં, રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. જે બાદ સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઉતાવળમાં સુરક્ષાકર્મીઓએ કેન્દ્રીય મંત્રીને કારમાંથી બહાર કાઢ્યા અને અન્ય વાહનમાં બેસાડ્યા. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેન્દ્રીય મંત્રીની કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ રહી છે. તેમજ ઘટના બાદ સુરક્ષાકર્મીઓ કિરણ રિજિજુની કાર પાસે દોડતા જોવા મળે છે. ત્યારબાદ તે કેન્દ્રીય મંત્રીને કારમાંથી બહાર કાઢીને અન્ય વાહન તરફ લઈ જતા જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

રામબન પોલીસ વતી આ મામલાની માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે આજે રોડ માર્ગે જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા ત્યારે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજુની કારને નજીવો અકસ્માત થયો હતો. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. કિરણ રિજિજુને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય પર લઈ જવામાં આવ્યા હતા.

સુરક્ષાકર્મીઓએ મંત્રીને કારમાંથી બહાર કાઢ્યા

માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મંત્રીની કારને ટક્કર મારનાર ટ્રક સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે જ સમયે, ઘટના પછી સુરક્ષા કર્મચારીઓ કિરણ રિજિજુની કારની નજીક દોડતા જોવા મળે છે. સુરક્ષાકર્મીઓ મંત્રીને વાહનમાંથી બહાર કાઢીને અન્ય વાહનમાં લઈ ગયા.

આ મામલાની માહિતી આપતાં રામબન પોલીસે જણાવ્યું હતું કે આજે રોડ માર્ગે જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા ત્યારે કાયદા મંત્રી કિરણ રિજિજુની કારને નજીવો અકસ્માત થયો હતો. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. મંત્રીને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવ્યા છે.

આ પણ વાચો: સત્તામાં આવીશું તો તેમની જીભ કાપી નાખીશું રાહુલ ગાંધીને સજા સંભળાવનારા જજને આ કોંગ્રેસ નેતાએ આપી ધમકી

                                       દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

                                                             દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">