Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી મામલે સૌથી મોટા સમાચાર, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય આપી શકે છે રાજીનામુ, કોઈપણ સમયે થઈ શકે છે FIR

PMO એ રામમંદિર ટ્રસ્ટ પાસે જાણકારી માગી હતી. રામ મંદિર ટ્રસ્ટે SIT તપાસનો હવાલો આપી જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ હવે રાજીનામા પડ્યા કે રાજીનામુ આપશે તે અંગે અટકળો ચાલી રહી છે.

Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી મામલે સૌથી મોટા સમાચાર, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય આપી શકે છે રાજીનામુ, કોઈપણ સમયે થઈ શકે છે FIR
| Updated on: Jun 25, 2026 | 6:40 PM

રામમંદિરમાં દાનની રકમમાં ગરબડી અને રામલલાને મળેલી ભેટોની ચોરી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય મહાસચિવ પદેથી રાજીનામુ આપી શકે છે. ટ્રસ્ટના સદસ્ય અનિલ મિશ્રા પણ રાજીનામું આપે તેવી સૂત્રો દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ છે. ટ્રસ્ટના મોટાભાગના સદસ્યો સામે કોઈપણ સમયે FIR દાખલ થઈ શકે છે. હાલ રામ મંદિર ટ્રસ્ટના દાનની રકમમાં હેરાફેરી મામલે SIT ની તપાસ ચાલી રહી છે. ત્યારે દાનની રકમની ગણતરી દરમિયાન મોટા પાયે બેદરકારી સામે આવી છે, જેને પગલે હવે ટ્રસ્ટના લોકોની જવાબદારી નક્કી કરતા તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

કરોડો દેશવાસીઓની આસ્થા સાથે જેની સાથે જોડાયેલી છે તે રામ મંદિરમાં દાનમાં ગરબડી સામે આવી છે. જેનાથી કરોડો સનાતનીઓની આસ્થાને ઠેંસ પહોંચી છે. દાનની રકમની ચોરી એ માત્ર ચોરી નથી પરંતુ દેશવાસીઓની આસ્થા, શ્રદ્ધા સાથે વિશ્વાસઘાત છે. આ ચઢાવા ચોરીમાં SIT એ રિપોર્ટ સોંપી દીધ છે. SIT એ સરકારને 20 પન્નાનો રિપોર્ટ સોંપ્યો છે. આ કેસમાં હવે FIR નોંધવાની તૈયારી કરી લેવાઈ છે. તપાસમાં સામે આવ્યુ છે ટ્રસ્ટના કેટલાક લોકો આ ચોરીમાં સામેલ હોઈ શકે છે તો ટ્રસ્ટના મોટા માથા સામે પણ FIR થઈ શકે છે.

કરોડો દેશવાસીઓની આસ્થા સાથે જેની સાથે જોડાયેલી છે તે રામ મંદિરમાં દાનમાં ગરબડી સામે આવ્યો છે. જેનાથી કરોડો સનાતનીઓની આસ્થાને ઠેંસ પહોંચી છે. દાનની રકમની ચોરી એ માત્ર ચોરી નથી પરંતુ દેશવાસીઓની આસ્થા, શ્રદ્ધા સાથે વિશ્વાસઘાત છે. આ ચઢાવા ચોરીમાં SIT એ રિપોર્ટ સોંપી દીધ છે. SIT એ સરકારને 20 પન્નાનો રિપોર્ટ સોંપ્યો છે. આ કેસમાં હવે FIR નોંધવાની તૈયારી કરી લેવાઈ છે. તપાસમાં સામે આવ્યુ છે ટ્રસ્ટના કેટલાક લોકો આ ચોરીમાં સામેલ હોઈ શકે છે તો ટ્રસ્ટના મોટા માથા સામે પણ FIR થઈ શકે છે.

દાન ચોરી કેસમાં અત્યાર સુધી FIR નોંધવામાં નિષ્ફળતા અંગેના પ્રશ્નના જવાબમાં, આલોક કુમારે TV9 ભારતવર્ષ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે VHP એ આ મુદ્દો ઉઠાવ્યો નથી, કે કોઈ વિલંબ થયો નથી. પ્રાથમિક તથ્યોના આધારે માહિતી એકત્રિત કરવામાં આવી છે. આ મામલાની તપાસ કરી રહેલી SIT એ તેના આંતરિક અહેવાલમાં જણાવ્યું છે કે કેટલાક વ્યક્તિઓ દાન ચોરી કરતા જોવા મળ્યા છે, જે નિવેદનો અને CCTV ફૂટેજ માં જોઈ શકાય છે.

રામ મંદિરમાં ચોરી:કરોડો દેશવાસીઓની આસ્થા સાથે વિશ્વાસઘાત કરનારા કોણ છે? શુ મોટા માથા પકડાશે કે નાની માછલીઓને આગળ કરી દેવાશે?

 

Published On - 6:17 pm, Thu, 25 June 26

Follow Us