Breaking News : રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીને આપ્યો જવાબ, ‘ચૂપ કરાવવામાં આવ્યો છે, પણ હાર્યો નથી’

AAPએ રાઘવ ચઢ્ઢાને ગૃહના ઉપનેતા પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને સત્તાવાર પત્ર લખ્યો હતો. પાર્ટીએ તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલનું નામ ઉપનેતા તરીકે પ્રસ્તાવિત કર્યું છે. જો કે આ નિર્ણય પછી સોશિયલ મીડિયા પર રાઘવ ચઢ્ઢાનું પ્રથમ નિવેદન સામે આવ્યુ છે. 

Breaking News : રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીને આપ્યો જવાબ, ચૂપ કરાવવામાં આવ્યો છે, પણ હાર્યો નથી
| Edited By: | Updated on: Apr 03, 2026 | 1:40 PM

 આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા રાઘવ ચઢ્ઢાને ગૃહના ઉપનેતા પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને સત્તાવાર પત્ર લખ્યો હતો. પાર્ટીએ તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક મિત્તલનું નામ ઉપનેતા તરીકે પ્રસ્તાવિત કર્યું છે. જો કે આ નિર્ણય પછી સોશિયલ મીડિયા પર રાઘવ ચઢ્ઢાનું પ્રથમ નિવેદન સામે આવ્યુ છે.

 “મને ચૂપ કરવામાં આવ્યો છે, પણ હાર્યો નથી”

પાર્ટીના નિર્ણય બાદ રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ જાહેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, “મને ચૂપ કરવામાં આવ્યો છે, પરંતુ હું હાર્યો નથી. આ મારો સામાન્ય માણસ માટે સંદેશ છે.” તેમણે વધુમાં જણાવ્યું કે સંસદમાં તેમણે એવા મુદ્દાઓ ઉઠાવ્યા છે, જે સામાન્ય રીતે ચર્ચામાં આવતા નથી. મારા મતે, આવા પ્રશ્નો ઉઠાવવું ગુનો નથી અને સામાન્ય જનતાના હિત માટે અવાજ ઉઠાવવો જરૂરી છે.

સંસદમાં ભૂમિકા અને બદલાતી સ્થિતિ

રાજ્યસભામાં ઉપનેતા તરીકે રાઘવ ચઢ્ઢાને પાર્ટી તરફથી પોતાના મુદ્દાઓ રજૂ કરવા માટે વિશેષ સમય મળતો હતો. હવે આ પદ પરથી હટાવાતા તેમની સંસદીય ભૂમિકામાં ફેરફાર આવશે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ નિર્ણય પાર્ટીના આંતરિક વ્યૂહરચના સાથે જોડાયેલો હોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા 

રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે પણ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે ઉપનેતા તરીકે પોતાની કામગીરી અને ઉઠાવેલા મુદ્દાઓની વાત કરી હતી. પદ પરથી હટાવાયા બાદ થોડા જ સમયમાં આ વીડિયો શેર થતા રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે.

આમ આદમી પાર્ટીના આ નિર્ણયથી પાર્ટીના આંતરિક રાજકારણ અંગે પ્રશ્નો ઉભા થયા છે. હવે અશોક મિત્તલ નવા ઉપનેતા તરીકે કેવી રીતે પોતાની ભૂમિકા નિભાવશે અને રાઘવ ચઢ્ઢા આગામી સમયમાં શું પગલાં લેશે તે પર સૌની નજર રહેશે.

આ પણ વાચો- Breaking News : હોર્મુઝ તણાવ વચ્ચે રશિયા બન્યુ ભારતનું ખરા અર્થમાં ભાગીદાર, એક મહિનામાં આયાતમાં 90%નો વધારો થયો

Published On - 1:39 pm, Fri, 3 April 26

Follow Us