Breaking News : 48 કલાકમાં PM મોદીએ 8 દેશમાં કરી વાતચીત, મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા મોદી સરકાર એકશનમાં

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા કેન્દ્ર સરકારે યુદ્ધસ્તરે પ્રયાસો શરૂ કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 48 કલાકમાં આઠ ગલ્ફ અને પશ્ચિમ એશિયાઈ દેશોના નેતાઓ સાથે વાતચીત કરી તાજેતરની હિંસાની નિંદા કરી અને પ્રદેશમાં શાંતિ-સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

Breaking News : 48 કલાકમાં PM મોદીએ 8 દેશમાં કરી વાતચીત, મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા મોદી સરકાર એકશનમાં
File Photo
| Edited By: | Updated on: Mar 04, 2026 | 2:24 PM

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા કેન્દ્ર સરકારે યુદ્ધસ્તરે પ્રયાસો શરૂ કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 48 કલાકમાં આઠ ગલ્ફ અને પશ્ચિમ એશિયાઈ દેશોના નેતાઓ સાથે વાતચીત કરી તાજેતરની હિંસાની નિંદા કરી અને પ્રદેશમાં શાંતિ-સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સાથે જ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ સંબંધિત દેશોના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો.

કુલ 58 ખાસ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું

ઉડ્ડયન મોરચે પણ ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ છે. 4 માર્ચે વિવિધ ભારતીય એરલાઇન્સ દ્વારા કુલ 58 ખાસ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઇન્ડિગોની 30 તેમજ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની 23 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. યુએઈના ફુજૈરાહ એરપોર્ટથી દિલ્હી, મુંબઈ અને કોચી માટે વિશેષ ઉડાનો ચલાવવામાં આવી રહી છે. જેદ્દાહથી દિલ્હી સહિતના શહેરોમાં પણ ખાસ ફ્લાઇટ્સ દ્વારા નાગરિકોને પરત લાવવામાં આવી રહ્યા છે.

મુસાફરો છે ભારે હાલાકીમાં

મધ્ય પૂર્વની પરિસ્થિતિને કારણે અત્યાર સુધી ભારતીય એરલાઇન્સની 1,221 અને વિદેશી એરલાઇન્સની 388 ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 1,117 આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ થવાથી મુસાફરોને ભારે અસર પહોંચી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તમામ એરલાઇન્સને સમયસર માહિતી આપવી, ટિકિટ રિફંડ અને રીશેડ્યૂલિંગમાં સહાય કરવી તથા મુસાફરોને સત્તાવાર વેબસાઇટ દ્વારા ફ્લાઇટની સ્થિતિ તપાસવા માર્ગદર્શન આપવાની સૂચના આપવામાં આવી છે. સરકાર અને વિદેશ સ્થિત ભારતીય મિશનો સતત સંપર્કમાં રહી ફસાયેલા નાગરિકોને સુવ્યવસ્થિત રીતે ભારત પરત લાવવા પ્રયત્નશીલ છે.

ભારતના વિદેશ મંત્રાલયે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો

મધ્ય પૂર્વમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે. તમે નીચેના નંબર પર કૉલ કરી શકો છો.

  • 1800118797 (ટોલ-ફ્રી)
  • +91 11 2301 2113
  • +91 11 2301 4104
  • +91 11 2301 7905
  • બહેરીન: +973 39418071
  • ઈરાન: +98 9128109115 / +98 912810910 / +98 912810910 / +98 932179359
  • ઈરાક: +964 771 651 1185 / +964 770444 4899
  • ઇઝરાયલ: +972 54 7520711 / +972 54 2428378
  • જોર્ડન: +962 770 422 276
  • કુવૈત: +965 65501946
  • લેબનોન: +961 76860128
  • ઓમાન: +968 98282270 (વોટ્સએપ) / 80071234 (ટોલ ફ્રી)
  • કતાર: +974 55647502
  • પેલેસ્ટાઇન: +970 592916418
  • સાઉદી અરેબિયા (રિયાધ): +966 11 4884697 / 800 247 1234 (ટોલ ફ્રી)
  • સાઉદી અરેબિયા (જેદ્દાહ): +966 126648660 / +966 12 2614093
  • સંયુક્ત આરબ અમીરાત: +971 543090571 (વોટ્સએપ) / 800 46342 (ટોલ ફ્રી, મફત)

આ પણ વાંચો-અજીત ડોભાલથી આજે પણ ડરે છે પાકિસ્તાન, ભારતના ‘જેમ્સ બોન્ડ’નો આવો છે પરિવાર