Breaking News: ઓપરેશન સિંદૂર પર PM મોદીએ ટ્રમ્પના સિઝફાયરને લઈને સદનમાં આપ્યુ સૌથી મોટુ નિવેદન, કર્યો આ મોટો ખૂલાસો

દુનિયાના કોઈપણ નેતાએ ભારતને ઓપરેશન રોકવા માટે નથી કહ્યુ, એ જ દરમિયાન 9 મે એ રાત્રે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેઓ અનેક કલાકોથી કોશિશ કરી રહ્યા હતા પરંતુ મારી સેના સાથે મિટીંગ ચાલી રહી હતી એટલે વાત ન થઈ શકી.

Breaking News: ઓપરેશન સિંદૂર પર PM મોદીએ ટ્રમ્પના સિઝફાયરને લઈને સદનમાં આપ્યુ સૌથી મોટુ નિવેદન, કર્યો આ મોટો ખૂલાસો
| Updated on: Jul 29, 2025 | 7:27 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ઓપરેશન સિંદૂર અંગે ચાલી રહેલી મેરેથોન ચર્ચામાં ભારતનો પક્ષ રાખી રહ્યા છે. સંબોધનની શરૂઆતમાં જ તેમણે કહ્યુ હું ભારતની વાત કરવા, દેશનો પક્ષ રાખવા, દેશની સેનાનો પક્ષ રાખવા અહીં આવ્યો છે. આ દરમિયાન શરૂઆતથી લઈને અંત સુધીના તમામ મુદ્દાઓ પર તેઓ બોલ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિતના વિપક્ષે જે માગ કરી હતી કે ટ્રમ્પે સિઝફાયર કરાવ્યુ કે નહીં તેના પર પીએમ મોદી સદનમાં જવાબ આપે. આ સૌથી મોટા અને જેને લઈને સૌથી મોટો આરોપ લગાવવામાં આવે છે તે મુદ્દા પર પીએમ મોદીએ દૃઢતાથી પોતાની સરકારનો પક્ષ રાખ્યો. PM  મોદીએ જણાવ્યુ કે

“દુનિયાના કોઈપણ નેતાએ ભારતને ઓપરેશન રોકવા માટે નથી કહ્યુ, એ જ દરમિયાન 9 મે એ રાત્રે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેઓ અનેક કલાકોથી કોશિશ કરી રહ્યા હતા પરંતુ મારી સેના સાથે મિટીંગ ચાલી રહી હતી એટલે વાત ન થઈ શકી. મિટીંગ બાદ મે જ્યારે જેડી વેન્સને ફોન કર્યો અને વાત કરી તો તેમણે મને કહ્યુ કે પાકિસ્તાન ભારત પર બહુ મોટો હુમલો કરવાનું છે.મે કહ્યુ જો પાકિસ્તાનનો આ ઈરાદો હોય તો તેને બહુ મોટી કિંમત ચુકવવી પડશે. જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનાથી પણ મોટો હુમલો કરી જવાબ આપશુ. અમે ગોળીનો જવાબ ગોળાથી આપશુ. “

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષના એ દાવાને ફગાવી દીધો કે ટ્રમ્પે ભારત પાકિસ્તાન વચ્ચે સિઝફાયર કરાવ્યુ. વડાપ્રધાને આજે સદનમાં કહ્યુ કે દુનિયાના કોઈ દેશના કહેવાથી ભારતે ઓપરેશન નથી રોક્યુ. પાકિસ્તાનના ડીજીએમઓ એ ફોન કરી ભારત સામે કરગર્યા એ બાદ ભારતે ઓપરેશન રોક્યુ છે.

PM એ કહ્યુ 9 મે એ પાકિસ્તાનના 1000 જેટલા મિસાઈલ ફેંકી મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યો, આ મિસાઈલ ભારતના કોઈપણ વિસ્તારમાં પડતી તો બહુ મોટી તબાહી સર્જાતી. પરંતુ ભારતે પાકિસ્તાનની આ મિસાઈલ અને ડ્રોનને આસમાનમાં જ નષ્ટ કરી દીધા. જેના પર દેશવાસીઓ ગર્વ કરી રહ્યા છે.

PM એ કહ્યુ પાકિસ્તાનમાં જો સમજદારી હોત તો આતંકીઓ સાથે ખુલ્લેઆમ ઉભા રહેવાની ભૂલ ન કરતુ, તેમણે નિર્લજ્જ રીતે આતંકીઓની સાથે ઉભા રહેવાનું નક્કી કર્યુ. અમે સંપૂર્ણ રીતે તૈયાર હતા, અમે પણ અવસરની તલાશમાં હતા. પણ અમે દુનિયાન બતાવ્યુ હતુ કે અમારુ લક્ષ્ય આતંકીઓ છે. પરંતુ જ્યારે પાકિસ્તાને આતંકીઓના મદદમાં ઉભા રહીને ભારત સામે પડવાનું નક્કી કર્યુ તો પાકિસ્તાનને જિંદગીભર યાદ રહી જાય તેવો જવાબ આપ્યો.

વડાપ્રધાને કહ્યુ જ્યારે 10 મે એ ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત થઈ રહેલા ઓપરેશનને રોકવાની જાહેરાત કરી. તેને લઈને સદનમાં અનેક પ્રકારની વાતો કરવામાં આવી. આ એ જ પ્રોપેગેન્ડા છે જે સરહદપારથી ફેલાવવામાં આવ્યો છો. કેટલાક લોકો સેના દ્વારા આપવામાં તથ્યોને બદલે પાકિસ્તાનના જુઠા પ્રચારને ફેલાવવામાં લાગેલા છે.

  • જ્યારે સર્જિકલ સ્ટાઈક થઈ, એ સમયે પણ અમારુ લક્ષ્ય સ્પષ્ટ હતુ કે અમે તેમના વિસ્તારમાં જઈને આંતકીઓના લોન્ચીંગ પેડને નષ્ટ કરશુ. અને સર્જિકલ સ્ટ્રાઈકના આ એક રાતના ઓપરેશનને પૂર્ણ કરીને આપણા જવાનો સૂર્યોદય સુધીમાં પરત આવી જશે.
  • જ્યરે બાલાકોટ ઍરસ્ટ્રાઈક કરી ત્યારે અમારુ લક્ષ્ય હતુ કે આંતકીઓના ટ્રેનિંગ કેમ્પને તબાહ કરી બતાવશુ અને એ કરી બતાવ્યુ,
  • ઓપરેશન સિંદૂર વખતે અમારુ લક્ષ્ય હતુ આતંકીઓના એપી સેન્ટર જ્યાંથી યોજના બની એ આતંકીઓની નાભિ પર હુમલો કર્યો.  જ્યાં પહેલગામના આતંકવાદીઓને ભરતી કરાયા હતા. જ્યાંથી તેમને તાલીમ મળી, ભંડોળ મેળવતા હતા. તે જગ્યાએ, અમે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના નાભિ પર ચોકસાઈથી હુમલો કર્યો. આ વખતે પણ, અમારી સેનાએ 100% લક્ષ્યો પ્રાપ્ત કરીને દેશની તાકાતનું પ્રદર્શન કર્યું.

વડાપ્રધાને કહ્યુ કેટલાક લોકો જાણી જોઈને ભૂલી શકે છે, દેશ ભૂલશે નહીં. પહેલા દિવસથી જ સ્પષ્ટ હતું કે અમારું લક્ષ્ય આતંકવાદીઓ, તેમના આકાઓ અને તેમના ઠેકાણા હતા. અમે તેમને નષ્ટ કરવા માંગતા હતા, અમે અમારું કામ કર્યું. રાજનાથજીએ ગઈકાલે જે કહ્યું હતું તે હું વિશ્વાસ સાથે પુનરાવર્તન કરું છું, 6-7 મેના રોજ થયેલા અમારા ઓપરેશન પછી તરત જ, અમે પાકિસ્તાનના ડીજીએમને ફોન કર્યો અને તેમને આ વિશે જાણ કરી.

“અમારામાં હવે વધુ તાકાત નથી, પ્લીઝ આ હુમલા બંધ કરો- પાકિસ્તાનના DGMO”

પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ ફોન કરીને કહ્યું કે તેમની પાસે વધુ પ્રહાર કરવાની તાકાત નથી. અમે પૂરતા પ્રહાર કર્યા છે. કૃપા કરીને હુમલો બંધ કરો. આ પછી, યુદ્ધવિરામ થયો. પહેલા દિવસે, પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે અમારી કાર્યવાહી નોન એસ્કેલેટરી છે. અમે તે કહ્યા પછી આ કર્યું છે. વિશ્વના કોઈ નેતાએ ભારતને ઓપરેશન બંધ કરવા કહ્યું નથી.

Richest Muslims of India: આ છે ભારતના 5 સૌથી વધુ અમીર મુસ્લિમ બિઝનેસમેન, જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ?

Published On - 6:55 pm, Tue, 29 July 25