Breaking News : મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ થવા પર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહી આ વાત

કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંધવીએ મીનાક્ષી નટરાજનના રાજ્યસભાના નોમિનેશનને રદ થવાને ગેરકાનુની અને પક્ષપાતી કહ્યું છે. તેમણે કહ્યું કે, નટરાજન વિરુદ્ધ કોઈ અપરાધિક ગુનો નથી. માત્ર નોટિસ જાહેર કરી છે. તેનું નોમિનેશન રદ થવું કાનુની રુપથી ખોટું છે.

Breaking News : મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ થવા પર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહી આ વાત
| Updated on: Jun 10, 2026 | 1:42 PM

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ કરવાના મામલે તેમણે કાનુન પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય કાયદેસર રીતે ખોટો અને સંપૂર્ણપણે પક્ષપાતી હતો. તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ અને નટરાજનના ઉમેદવારી પત્રોને સ્વીકારવા જોઈએ. તેમની સામે કોઈ ફોજદારી કેસ નથી.

સિંધવીએ કહ્યું કે,નટરાજન વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો કેસ નથી. તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કોઈ પણની વિરુદ્ધ કોઈ પણ કેસ કરી શકે છે. તે ત્યાંસુધી વેલિડ નથી હોતું જ્યાં સુધી જજ એક્શન ન લે,સિંધવીએ કહ્યું કે, કોર્ટે નટરાજનને નોટિસ જરુર મોકલી હતી પરંતુ હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી થઈ નથી. જ્યાં સુધી આ મામલાની સુનાવણી નહી થાય ત્યાં સુધી આને આધાર બનાવી તેનું નોમિનેશન રદ કરવું કાયદાકિય રીતે ખોટું છે. તમને જણાવી દઈએ કે, સિંધવીનો આ વીડિયો પોસ્ટ દિગ્વિજય સિંહે પોતાના સોશિયલ મીડિયાથી કર્યો છે.

આ લોકતંત્રની હત્યા અને સીટની ચોરી

કોંગ્રેસના વરિષ્ઠનેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે, આ લોકતંત્રની હત્યા છે. મીનાક્ષી નટરાજનનું રાજ્યસભાનું નોમિનેશન પત્ર રદ કરવું, તેમણે કહ્યું કે, જે રીતે પ્રકરણના કારણે રદ કરવામાં આવ્યું છે.આજ સુધી, ન તો FIR દાખલ કરવામાં આવી છે કે ન તો કેસ નોંધવામાં આવ્યો છે. ફક્ત એક નોટિસ જાહેર કરવામાં આવી છે, જેનો ઉલ્લેખ ઉમેદવારી ફોર્મમાં પણ કરવાની જરૂર નથી. આ સીટ ચોરી છે. અમારો સંઘર્ષ ચાલુ રહેશે.

 

 

ઉમેદવારીપત્રો રદ થયા બાદ કોંગ્રેસમાં રોષ

મધ્યપ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ કહ્યું કે, અમારા તમામ ડોક્યુમેન્ટ સંપૂર્ણ રીતે સાચા હતા. પરંતુ ભાજપ અને ચૂંટણી પંચ પહેલા એ નક્કી કરીને આવ્યા હતા કે, સામ,દામ દંડ અને ભેદ અપનાવી કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ કરવું જોઈએ. ભાજપ સરકારે પહેલા સ્ક્રિપ્ટ લખી અને પછી ચૂંટણી પંચ સાથે ચાલાકી કરીને નામાંકન રદ કરાવ્યું.

તેમણે કહ્યું કે, આખો દેશ જોઈ રહ્યો છે. કઈ રીતે નરેન્દ્ર મોદી અને ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે.ઉમેદવારીપત્રો રદ થયા બાદ કોંગ્રેસમાં રોષ છે. મધ્યપ્રદેશમાં 3 સીટ માટે ચૂંટણી છે.

રાજ્યસભા એ ભારતીય સંસદનું ઉચ્ચ પ્રતિનિધિ ગૃહ છે. લોકસભા એ નીચલું પ્રતિનિધિ ગૃહ છે. રાજ્યસભામાં 245 સભ્યો છે. અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.