Breaking News: ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો , સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી
ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગનો આરોપી જવાન પકડાયો, પૂછપરછ શરુ કરવામાં આવી રહી છે

પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ફાયરિંંગની ઘટનામાં 4 જવાનોના મોત નીપજ્યા છે. ત્યારે ઝડપાયેલ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
પંજાબના ભટિંડા સ્થિત સૈન્ય મથક બુધવારે સવારે ગોળીબારથી ગુંજી ઉઠ્યું હતું. સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ અચાનક ગોળીબાર શરૂ થયો હતો. આ ફાયરિંગમાં આર્ટિલરી યુનિટના ચાર જવાનોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તે જ સમયે, ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. જે બાદ હવે આર્મી છાવણી પર હુમલો કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે
પોલીસે ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગના આરોપી જવાનની ધરપકડ કરી લીધી છે અને હાલ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી જવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પરોઢિયે બની હતી ફાયરીંગની ઘટના
મળતી માહિતી મુજબ પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનની અંદર સવારે લગભગ 4.35 વાગ્યે ફાયરિંગની ઘટના બની હતી. તરત જ, આખા સૈન્ય સ્ટેશનની આસપાસ ક્વિક રિએક્શન ટીમો સક્રિય કરવામાં આવી હતી અને આર્મી સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું હતું. આખા વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો છે અને કેન્ટોનમેન્ટ વિસ્તારમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સર્ચ ઓપરેશન દ્વારા સતત વિસ્તાર પર નજર રાખવામાં આવી રહીૉ છે. આ ઘટનામાં ચાર જવાનોના શહીદ થવાના સમાચાર છે.
ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ હોવાના કારણે છાવણીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કેન્ટોનમેન્ટમાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવતો નથી. કેન્ટોનમેન્ટને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર સિવિલ ડ્રેસમાં હતો અને તેણે ફાયરિંગ કર્યું જેમાં 80 મીડિયમ રેજિમેન્ટના ચાર જવાનો શહીદ થયા.
