Breaking News : ભારત સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યું છે અમેરિકા, ટ્રમ્પે કહ્યું હા, અમે કરારની ખૂબ નજીક છીએ

ભારત અને અમેરિકા વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી વેપાર કરાર અંગેની વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં પહોંચતી જણાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ નજીક છે.

Breaking News : ભારત સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યું છે અમેરિકા, ટ્રમ્પે કહ્યું હા, અમે કરારની ખૂબ નજીક છીએ
Major Signals Regarding The India-US Trade Agreement
Image Credit source: PTI
| Updated on: Oct 21, 2026 | 8:28 AM

ભારત અને અમેરિકા વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી વેપાર કરાર અંગેની વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં પહોંચતી જણાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બંને દેશો કરારને આખરી ઓપ આપવાની નજીક છે. બીજી તરફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આશા વ્યક્ત કરી છે કે આ કરાર આગામી થોડા અઠવાડિયામાં પૂર્ણ થઈ શકે છે.

સૂત્રો અનુસાર, હવે વાટાઘાટો કરારની ટેકનિકલ બાબતો પર કેન્દ્રિત છે. કરારની દરેક શરતના શબ્દો અને ભાષા અંગે બંને પક્ષોની સંમતિ જરૂરી છે. બંને દેશોના અધિકારીઓનાં તાજેતરનાં નિવેદનોને કારણે લાંબા સમયથી ચાલી રહેલો વેપાર વિવાદ દૂર થવાની આશા વધી છે.

ટ્રમ્પે કહ્યું – ભારત સાથેનો કરાર નજીક છે

સૂત્રો અનુસાર, મંગળવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પને ભારત સાથે વેપાર કરાર થવાની સંભાવના અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, “તેઓ કરાર કરવા માગે છે. અમે કરાર કરીશું. હા, અમે તેની ખૂબ નજીક છે.” ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ કરાર અગાઉની અપેક્ષા કરતાં ઘણો અલગ પ્રકારનો હોઈ શકે છે. જોકે, તેમણે કરારનું સ્વરૂપ કે તેમાં સંભવિત ફેરફારો વિશે વિગતવાર માહિતી આપી નહોતી.

ભારતમાં અમેરિકાના રાજદૂતે આપ્યા સકારાત્મક સંકેતો

અમેરિકા, ભારત અને યુએઈ પાસે ઊર્જા, વેપાર, ટેકનોલોજી અને પ્રાદેશિક કનેક્ટિવિટી ક્ષેત્રે સહયોગને આગળ વધારવાની ઘણી તકો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને યુએઈના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન મુંબઈમાં એક બેઠક માટે ઉપસ્થિત હતા. આ બેઠકનો હેતુ ત્રણેય દેશો વચ્ચેના ગાઢ સંબંધોને નક્કર પરિણામોમાં પરિવર્તિત કરવાનો છે.

માર્કો રૂબિયો અને ડૉ. એસ. જયશંકર વચ્ચે ચર્ચા

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર વચ્ચે સંરક્ષણ, ઊર્જા, ઉભરતી ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રે અમેરિકા-ભારત સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ફળદાયી ચર્ચા થઈ છે. બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને સતત વધુ મજબૂત બનાવવાની દિશામાં આ ચર્ચા એક મહત્વપૂર્ણ પગલું છે. બંને દેશો વચ્ચે સહયોગની ગતિને આગળ વધારવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો, IND-W vs ZIM-W : ભારતે 92 રનથી મેચ જીતી, ઝિમ્બાબ્વેને 3-0થી ક્લીન સ્વીપ કર્યું

Follow Us
Loading...
Unable to load recommendations.