Breaking News : યુદ્ધના ભણકારા – યુદ્ધની સ્થિતિમાં શું કરવું ? નાગરિક સુરક્ષાને લઈને 7 મેના રોજ મોકડ્રિલ યોજવા ગૃહ મંત્રાલયનો આદેશ

મોકડ્રિલમાં કુલ પાંચ પ્રકારની કામગીરીને આવરી લેવાની સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. આ એક એવા પ્રકારની કામગીરી છે કે, જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે અને હવાઈ હુમલા સહિત દુશ્મન દેશ દ્વારા કરાતા વારને કેવી રીતે ખાળવા તેની પણ તાલિમ આપવામાં આવશે. ટૂંકમાં યુદ્ધની સ્થિતિમા્ નાગરિક સલામતીને લઈને મોકડ્રિલ યોજવામાં આવશે.

Breaking News : યુદ્ધના ભણકારા - યુદ્ધની સ્થિતિમાં શું કરવું ? નાગરિક સુરક્ષાને લઈને 7 મેના રોજ  મોકડ્રિલ યોજવા  ગૃહ મંત્રાલયનો આદેશ
| Edited By: | Updated on: May 05, 2025 | 7:38 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવભર્યા માહોલમાં કેન્દ્રીય ગૃહ વિભાગે તમામ રાજ્યોમાં આગામી 7 મેના રોજ, નાગરિક સુરક્ષાને લઈને મોકડ્રિલનું આયોજન કરવાનો આદેશ આપ્યો છે. દેશની આંતરિક સુરક્ષા અને નાગરિકોની સલામતીના સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs – MHA) તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને, આગામી 7 મે, 2025ના રોજ નાગરિક સુરક્ષા માટે મોક ડ્રિલ યોજવાની સૂચના આપી છે.

દેશની આંતરિક સુરક્ષા અને નાગરિકોની સલામતીના સંદર્ભમાં ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs – MHA) તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 7 મે, 2025ના રોજ નાગરિક સુરક્ષા માટે મોક ડ્રિલ યોજવાની સૂચના આપી છે. આ મોક ડ્રિલનો હેતુ સંભવિત વિપત્તિઓ કે દુશ્મન દેશના હુમલાની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા રાજ્ય પ્રશાસન તથા નાગરિકોને તૈયાર રાખવાનો છે.

મહત્વપૂર્ણ છે કે આ પ્રકારના મોક ડ્રિલ દેશના વિવિધ હિસ્સાઓમાં સમયાંતરે યોજાતા રહે છે, જેમાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને સુરક્ષા એજન્સીઓને સહભાગી બનાવવામાં આવે છે.

ભયસુચક ચેતવણી આપતી સાઇરનનુ મોક ડ્રિલ

સંભવિત વિમાની હુમલા કે આતંકવાદી હુમલાની સ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક ચેતવણી આપવા માટે શહેરોના મહત્વપૂર્ણ વિસ્તારોમાં એર રેડ વૉર્નિંગ સાયરન સક્રિય કરવામાં આવશે. આ સાઇરનના અવાજ પર કેવી રીતે પ્રતિસાદ આપવો તે અંગે પણ નાગરિકોને માર્ગદર્શન અપાશે.

નાગરિકો અને વિદ્યાર્થીઓને તાલીમ

શાળાઓ, કોલેજો અને રહેણાંક વિસ્તારોમાં લોકજાગૃતિ કાર્યક્રમો યોજી નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને એમર્જન્સી દરમિયાન પોતાની સુરક્ષા કેવી રીતે જાળવવી તે અંગે તાલીમ આપવામાં આવશે. જેમાં ફસ્ટ એઇડ, સલામત સ્થળે જવાની રીત, ભય પર નિયંત્રણ વગેરે મુદ્દાઓ સામેલ રહેશે.

બ્લેકઆઉટ

દુશ્મનને વિઝ્યુઅલ ટાર્ગેટ મળવા નહીં દેવા માટે રાત્રિના સમયે તાત્કાલિક તમામ લાઇટો બંધ કરવાની બ્લેકઆઉટ પ્રક્રિયા તૈયાર કરવામાં આવશે અને તેનો અભ્યાસ કરાશે. મહત્વપૂર્ણ ઈન્સ્ટોલેશન્સ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાશે.

મહત્વપૂર્ણ એકમોની સુરક્ષા

વિમાનો કે સેટેલાઇટ્સ દ્વારા ટાર્ગેટ તરીકે ઓળખી શકાય તેવા પ્લાન્ટ્સ અને ઔદ્યોગિક ઢાંચાઓને છુપાવવા માટે તાત્કાલિક કેમોફ્લાજ સાધનોનો ઉપયોગ કરીને તેમને ઓછી દેખાવા જેવી સ્થિતિમાં લાવવાની તૈયારી કરવામાં આવશે.

ઇવેક્યુએશન યોજના અને તેનું રિહર્સલ:

કોઈ પણ ભયજનક ઘટનાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બનેલી ઇવેક્યુએશન યોજના (evacuation plan)નું પુનઃસમીક્ષણ અને રિહર્સલ થશે. લોકોએ સમયસર યોગ્ય માર્ગ અપનાવી સુરક્ષિત સ્થળે પહોંચી શકે તે માટે માર્ગચિહ્નો, ટ્રાફિક વ્યવસ્થા, અને વોલન્ટિયર સહાય પણ આપવાની રહેશે.

ગુજરાતની તૈયારી

ગુજરાત રાજ્યના હોમ ડિપાર્ટમેન્ટે પણ આ સૂચનાની સમીક્ષા કરીને તાત્કાલિક તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓને મોક ડ્રિલ માટે સૂચનાઓ આપી છે. મોટા શહેરો જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનો અને સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગોને આ મોક ડ્રિલમાં સહભાગી થવા કહેવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, “આ પ્રકારની કસરતો માત્ર શિક્ષણ પૂરતી નથી, પરંતુ લોકોમાં સુરક્ષા અંગેના અભિગમને મજબૂત બનાવે છે. દરેક નાગરિકે આ અભ્યાસમાં સહભાગી થવો જોઈએ.”

જુઓ વીડિયો


દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

 

Published On - 6:57 pm, Mon, 5 May 25