Breaking News : શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે, ISSની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બનશે

ગ્રુપ કેપ્ટનશ શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર પોતાના ઐતિહાસિક સ્પેસ મિશન દરમિયાન અસાધારણ હિંમત માટે ભારતના શાંતિ સમયના સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર, અશોક ચક્રથી નવાજવામાં આવશે.

Breaking News : શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે, ISSની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બનશે
| Updated on: Jan 25, 2026 | 12:16 PM

ગ્રુપ કેપ્ટનશ શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર પોતાના ઐતિહાસિક સ્પેસ મિશન દરમિયાન અસાધારણ હિંમત માટે ભારતના શાંતિ સમયના સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર, અશોક ચક્રથી નવાજવામાં આવશે. શુભાંશુએ મિશન દરમિયાન પડકારજનક પરિસ્થિતિઓમાં અદમ્ય હિંમત અને હાજરી સાથે પોતાની ફરજો બજાવીને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું સન્માન કર્યું. આ માટે, તેમને અશોક ચક્રથી નવાજવામાં આવશે.

શુભાશું શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે

તમને જણાવી દઈએ કે,ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાશું શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક ઐતિહાસિક મિશન પર ગયા હતા. તેઓ અંતરિક્ષમાં જનારા ભારતના બીજા અવકાશયાત્રી હતા.શુભાશું શુક્લા 3 અન્ય યાત્રિકોની સાથે (Axiom-4 Mission) હેઠળ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન આઈએસએસની સફર કરી હતી. આ માટે તેમણે 25 જૂન 2025માં ઉડાન ભરી હતી. વિંગ કમાંડર રાકેશ શર્મા બાદ શુભાશું શુક્લા બીજા અવકાશયાત્રી હતા. જે સ્પેસમાં ગયા હતા.

શુભાશું શુક્લાએ સ્પેસમાં લાંબો સમય પસાર કર્યો હતો. તે 14 જુલાઈના રોજ પૃથ્વી પર પરત ફર્યા હતા. તેમણે અંદાજે 20 દિવસ સુધીનો સમય અહી પસાર કર્યો હતો. સ્પેસમાં રહ્યા બાદ તેમણે 60થી વધુ પ્રયોગ કર્યા હતા. જેમાં જૈવચિકિત્સા વિજ્ઞાન, તાંત્રિક વિજ્ઞાન, કૃષિ અવકાશ ટેકનોલોજી અને અદ્યતન સામગ્રી વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

શુભાશું શુક્લાએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો

મિશન દરમિયાન શુભાંશુએ આઈએસએસ પર માઈક્રોગ્રૈવિટી, માનવ શરીર વિજ્ઞાન તેમજ અનેક પ્રયોગ કર્યા હતા. અવકાશ યાત્રા સાથે સંકળાયેલા પ્રચંડ પડકારો અને જોખમો હોવા છતાં, તેમણે અતૂટ હિંમત દર્શાવી અને સમગ્ર મિશન દરમિયાન ધ્યાન કેન્દ્રિત અને શાંત રહ્યા.

તેમણે અવકાશના પ્રતિકૂળ વાતાવરણમાં અસાધારણ હિંમત, સ્થિતિસ્થાપકતા અને માનસિક મજબૂતાઈ દર્શાવી હતી.તેમણે ગંભીર શારીરિક તાણ,સ્નાયુઓનું નુકશાન, અને માનસિક તાણ સહિતના સ્વાસ્થ્ય જોખમોનો સામનો કર્યો હતો. તેમની સૌથી નોંધપાત્ર બહાદુરી માટે, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્ર પુરસ્કાર આપવામાં આવશે.

ઉત્તર પ્રદેશ ગૌરવ સન્માન 2025-26

ઉત્તર પ્રદેશ ગૌરવ સન્માન 2025-26 થી સન્માનિત કરાયેલા લોકોમાં લખનૌ સ્થિત અવકાશયાત્રી અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે. 26 જૂન, 2025 ના રોજ, શુભાંશુ શુક્લા સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં સવાર થઈને યુનાઇટેડ સ્ટેટ્સમાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થયા અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પહોંચ્યા. આનાથી ઇતિહાસ રચાયો, ISS સુધી પહોંચનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યા. રાકેશ શર્મા પછી તેઓ અવકાશમાં પહોંચનારા બીજા ભારતીય છે.

17 દિવસ અવકાશમાં રહ્યા બાદ 23 કલાકની મુસાફરી કરી , અશોક ચક્રથી સન્માનિત કરાશે જુઓ પરિવાર

 

Published On - 11:55 am, Sun, 25 January 26