
ભારતીય ચૂંટણી પંચ આજે પત્રકાર પરિષદ કરી આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણીમાં 17.4 કરોડ લોકો મતદાન કરશે. પાંચ રાજ્યોમાં 2.19 લાખ મતદાન મથકો હશે.5 રાજ્યોમાં કુલ 824 બેઠકો માટે મતદાન થશે.બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ક્યારે, ક્યાં અને કેટલા તબક્કામાં મતદાન થશે તે જાણો.આ સાથે ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં 9 એપ્રિલે અને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 23 એપ્રિલે વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાશે.
ચૂંટણી પંચે રવિવારે પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જેમાં પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં, આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે અને તમિલનાડુમાં 23 એપ્રિલે મતદાન થશે. ચારેય રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મતગણતરી 4 મેના રોજ એક સાથે થશે.
Election Commission of India announces dates for Assembly elections in 5 states/UTs.
1. Assam- Date of Polling- 9th April; Date of Counting 4th May
2. Tamil Nadu- Date of Polling- 23rd April; Date of Counting- 4th May
3. West Bengal- Date of Polling- 23rd April (1st phase),… pic.twitter.com/wiM3u6FhIc
— ANI (@ANI) March 15, 2026
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ મતદાન પ્રક્રિયાની પારદર્શિતા અને દેખરેખને મજબૂત બનાવવા માટે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 2026 માં યોજાનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન તમામ મતદાન મથકો પર 100 ટકા વેબકાસ્ટિંગ સુવિધા પૂરી પાડશે.ચૂંટણીની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ,આ રાજ્યોમાં 17.4 કરોડ મતદારો છે. SIRએ આ રાજ્યોમાં ખૂબ સારું કામ કર્યું છે. આ રાજ્યોમાં 824 વિધાનસભા બેઠકો છે.
Published On - 4:30 pm, Sun, 15 March 26