
તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયના નેતૃત્વમાં બનેલી સરકારે ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે મોટું પગલું લીધું છે. સરકારી પ્રશાસનમાં પારદર્શિતા અને ઈમાનદારી લાવવા માટે ભ્રષ્ટાચાર વિરોધી વિભાગને મજબુત બનાવવામાં આવી છે. તેમજ એક નવી પ્રોત્સાહન યોજના પણ જાહેર કરી છે. આ નવી નીતિ હેઠળ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
જો કોઈ પણ સરકારી વિભાગ તેની પાસે લાંચ માંગે છે. ભલે તે રકમ નાની હોય તો પુરાવાની સાથે ફરિયાદ કરી સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, જે લોકો લાંચ માંગનારા અધિકારીઓ વિરુદ્ધ યોગ્ય પુરાવા સાથે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવનારાઓને 100,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે.
થલાપતિ વિજયની ટીવીકે સરકારે આ પ્રકિયાને સરળ બનાવવા માટે એક સમર્પિત 24 કલાકના ટોલ ફ્રી હેલ્પલાઈન 1800 425 1555 શરુ કરી છે. આ નિર્ણય સરકારી કચેરીઓમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે જનતાને સક્રિય રીતે સામેલ કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. હાલમાં દેશભરમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે.
TVK સરકાર પોતાના ચૂંટણીના અભિયાનમાં આપેલા દરેક વચનોને પૂર્ણ કરવા માટે તૈયારી શરુ કરી દીધી છે. અભિયાન દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી કે, જો તે સત્તામાં આવશે તો તે આધાર કાર્ડની જેમ તમિલનાડુનું નાગરિકતા કાર્ડ જાહેર કરશે. આ કાર્ડમાં દરેક પરિવાર વિશે વિસ્તૃત જાણકારી હશે. કાર્ડ દ્વારા જન્મતાની સાથે તમામ સરકારી યોજનાઓનો પુરો લાભ મળશે.જેના માટે તમારે વિશેષ અધિકારો માટે કોઈ લાંચ આપવાની જરુર પડશે નહી.
મુખ્યમંત્રી વિજય રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે જ નહીં, પરંતુ ગેરકાયદેસર ડ્રગ હેરફેર સામે પણ કડક કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે તમિલનાડુમાં ડ્રગ હેરફેરને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કડક પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે અને ડ્રગ્સની ખરીદી કે વેચાણમાં સામેલ કોઈપણ વ્યક્તિ પર ‘ગુંડા કાયદો’ લાગુ કરવામાં આવશે.