Breaking News : ચંદ્રનાથ રથ હત્યા કેસમાં 3 શૂટરની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

પશ્ચિમ બંગાળમાં શુભેદુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથ હત્યાકાંડમાં 3 શાર્પ શૂટરની ધરપકડ કરવામાં આવી છે.શુભેદુ અધિકારીના મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા 6મેના સાંજે મધ્યગ્રામમાં તેના સહયોગી ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

Breaking News : ચંદ્રનાથ રથ હત્યા કેસમાં 3 શૂટરની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
| Updated on: May 11, 2026 | 9:38 AM

પશ્ચિમ બંગાળમાં શુભેદુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઉત્તરપ્રદેશના 3 શૂટરની ધરપકડ કરી છે. આ શૂટને કોલકાતા લઈ આવી ભવાની ભવનમાં પુછપરછ કરવામાં આવી છે. આજે તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે, શુભેદુ અધિકારીના મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા 6મેના સાંજે મધ્યગ્રામમાં તેના સહયોગી ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. 3 શૂર્ટરની ધરપકડ બાદ કોલકાતા લાવવામાં આવી રહ્યો છે. ધરપકડથી લોકોને ભવાની ભવનમાં પુછપરછ કરવામાં આવી છે. આરોપીઓને આજે બારાસાત કોર્ટમાં રજુ કરવામાં આવશે.

ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા કરાઈ

ગઈકાલે દરોડા દરમિયાન ઉત્તર પ્રદેશમાંથી ત્રણ શાર્પ શૂટરની ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોલકાતા લાવવામાં આવ્યા છે. ભવાની ભવનમાં પુછપરછ ચાલું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ શાર્પ શૂટરને કોઈએ હાયર કર્યા હતા? શુભેદુ અધિકારીના સહાયકને કેમ નિશાને બનાવવામાં આવ્યા?

નકલી નંબર પ્લેટનો ઉપયોગ

પહેલેથી જ શંકા હતી કે ચંદ્રનાથની હત્યા પાછળ રાજ્યની બહારનો કોઈ વ્યક્તિ હોઈ શકે છે. ચંદ્રનાથની હત્યા એક સુનિયોજિત યોજના હતી. વપરાયેલી કારમાં નકલી નંબર પ્લેટ હતી. સિલિગુડીના એક વ્યક્તિએ OLX પર વેચાણ માટે કારની જાહેરાત કરી હતી. ફોટો જોયા પછી હુમલાખોરોએ નકલી નંબર પ્લેટ મેળવી હતી.

ચંદ્રનાથ રથ કોણ છે?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથની ઉત્તર 24 પરગણા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનામાં સેવા આપનાર ચંદ્રનાથ ભાજપના નેતાના સૌથી વિશ્વસનીય રાજકીય સહાયકોમાંના એક બન્યા હતા. ચંદ્રનાથ 41 વર્ષના હતા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદીપુરના વતની હતા, જે રાજકીય જિલ્લો છે જેણે બંગાળના રાજકારણમાં સુવેન્દુ અધિકારીના ઉદયને આકાર આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે,  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી સોમવારે સુવેન્દુ અધિકારી પહેલી કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે.આ બેઠકમાં આયુષ્માન ભારત સહિતની કેન્દ્રીય યોજનાઓને મંજૂરી મળી શકે છે.મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી અધિકારીની આ પહેલી બેઠક હશે. અધિકારીની સાથે પાંચ શપથ લેનારા મંત્રીઓ હાજર રહેશે.

બંગાળના નવા મુખ્યમંત્રી હશે સુવેન્દુ અધિકારી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

 

 

Published On - 9:17 am, Mon, 11 May 26

Follow Us