AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BREAKING NEWS : PM મોદી, દેશ, ન્યાયતંત્રની છબી ખરાબ કરવાના મામલામાં BBC સામે કેસ

વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટરી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે નોટિસ જાહેર કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે બીબીસી ડોક્યુમેન્ટ્રીએ ભારત અને તેની ન્યાયતંત્ર તેમજ વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે.

BREAKING NEWS : PM મોદી, દેશ, ન્યાયતંત્રની છબી ખરાબ કરવાના મામલામાં BBC સામે કેસ
DELHI HIGH COURT-BBC
| Updated on: May 22, 2023 | 3:53 PM
Share

દિલ્હી હાઈકોર્ટે એક બિન-સરકારી સંસ્થા જસ્ટિસ નો ટ્રાયલ દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​અરજી પર બીબીસીને સમન્સ જારી કર્યું છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે બીબીસી ડોક્યુમેન્ટ્રીએ ભારત અને તેની ન્યાયતંત્ર તેમજ વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. પીએમ નરેન્દ્ર મોદી પર આધારિત ડોક્યુમેન્ટરીનો પહેલો એપિસોડ આ વર્ષે જાન્યુઆરીમાં BBC દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ ભારત સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ તેને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ડોક્યુમેન્ટ્રીને લઈને માનહાનિના કેસમાં BBCને સમન્સ પાઠવ્યું છે. ડોક્યુમેન્ટ્રી વિરુદ્ધ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આના દ્વારા ભારત અને તેની ન્યાયતંત્ર તેમજ પીએમ મોદીની પ્રતિષ્ઠાને કલંકિત કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીનો પહેલો એપિસોડ BBC દ્વારા આ વર્ષે 17 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યો હતો.

વાસ્તવમાં, ગુજરાતની બિન-સરકારી સંસ્થા જસ્ટિસ ઓન ટ્રાયલ એ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સંગઠને દાવો કર્યો છે કે બીબીસીએ તેની ડોક્યુમેન્ટ્રી દ્વારા પીએમ મોદી તેમજ ભારત અને ન્યાયતંત્રની છબીને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સંસ્થા તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે હાજર થયા હતા. કોર્ટ સમક્ષ પોતાની દલીલ રાખતા તેમણે કહ્યું કે, બીબીસીએ ડોક્યુમેન્ટ્રી દ્વારા ભારત અને ન્યાયતંત્ર સહિત સમગ્ર તંત્રને બદનામ કર્યું છે. આ પછી હાઈકોર્ટના જસ્ટિસ સચિન દત્તાએ BBC વિરુદ્ધ સમન્સ જાહેર કરીને કેસની આગામી સુનાવણી સપ્ટેમ્બરમાં નક્કી કરી છે.

હાઈકોર્ટની કડક ટિપ્પણી

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે આ ડોક્યુમેન્ટરી દેશ અને ન્યાયતંત્ર અને ભારતના વડાપ્રધાન વિરુદ્ધ બદનક્ષીભર્યા આક્ષેપો કરે છે અને જાતિનું અપમાન કરે છે. આ પછી કોર્ટે આરોપીઓને નોટિસ પાઠવવાનો આદેશ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 17 જાન્યુઆરીએ, બીબીસી દ્વારા ‘ધ મોદી ક્વેશ્ચન’ નામની ડોક્યુમેન્ટ્રીનો પ્રથમ એપિસોડ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, બીજો એપિસોડ તેના આગામી અઠવાડિયે રિલીઝ થવાનો હતો, પરંતુ તે પહેલા ડોક્યુમેન્ટરીની સામગ્રીને લઈને હોબાળો થયો હતો. સરકારે ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ તેને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવી હતી.

બ્રિટનના પીએમ ડોક્યુમેન્ટ્રી સાથે સહમત નહીં

ડોક્યુમેન્ટરીને લઈને મામલો એટલો ગરમાયો હતો કે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે સંસદમાં નિવેદન આપવું પડ્યું હતું. સુનકે કહ્યું હતું કે તે ડોક્યુમેન્ટ્રી સાથે સહમત નથી. સુનકે કહ્યું કે આ મામલે યુકે સરકારની સ્થિતિ સ્પષ્ટ છે. ડોક્યુમેન્ટ્રીમાં બતાવવામાં આવેલી પીએમની છબી સાથે હું સહમત નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">