Breaking News: પીએમ મોદીને સેનાએ આપી પૂરી છૂટ, પાકિસ્તાન સામે બદલાની કાર્યવાહીની સંપૂર્ણ રણનીતિ ઘડશે સેના

સરકારના આધારભૂત સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર આજે મળેલી હાઈલેવલ મિટીંગમાં પીએમ મોદીએ કહ્યુ કે આતંકવાદને જડબાતોડ જવાબ આપવાનો અમારો રાષ્ટ્રીય સંકલ્પ છે. પીએમ મોદીએ આર્મી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ સેનાને આપણા બદલાની કાર્યવાહી તરીકે લક્ષ્ય અને સમય પર નિર્ણય લેવાની પુરી સ્વતંત્રતા છે. અમે આર્મીને છુટો દોર આપીએ છીએ. પીએમ મોદીએ આ મહત્વપૂર્ણ સંદેશ ત્રણેય સેનાધ્યક્ષો સાથે મળેલી ઉચ્ચસ્તરીય મિટીંગ દરમિયાન આપ્યો છે.

| Updated on: Apr 29, 2025 | 8:01 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પહલગામ આતંકવાદી હુમલા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ અનિલ ચૌહાણ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં પીએમ મોદીએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે સેનાને છૂટો દૌર આપવાની વાત કરી હતી.

સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવાનો આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. પીએમ મોદીએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. પીએમ એ કહ્યું કે સેનાના પાકિસ્તાન સામેની આપણી પ્રતિક્રિયા પદ્ધતિ, લક્ષ્ય અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

વડાપ્રધાન મોદી સાથેની આ હાઈલેવલ મિટીંગમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વીવેદી, નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને વાયુ સેના પ્રમુખ અમર પ્રિત સિંહ હાજર હતા.90 મિનીટ સુધી ચાલેલી આ બેઠકમાં પહલગામ હુમલા બાદ સુરક્ષા સ્થિતિ, આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન અને ભવિષ્યની રણનીતિ પર ઉંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો

આ બેઠક પીએમની અધ્યક્ષતાવાળી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠકના એક દિવસ પહેલા મળી હતી. આ પહેલા રાજનાથસિંહે સોમવારે પીએમ મોદીને જમ્મુકાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ અંગે જાણકારી આપી હતી.

22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ ટુરિસ્ટની કરી હત્યા

આપને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ કરેલા જઘન્ય આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા. તેને તાજેતરના વર્ષોના સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે.  હુમલા બાદ ખીણમાં સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. હુમલામાં સામેલ આતંકવાદીઓની શોધખોળ શરૂ છે. આ માટે સુરક્ષા દળો દરેક સ્થળ પર કોમ્બિંગ કરી રહ્યા છે. આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે અને પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારત સરકારે તેના પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો છે.

ભારતે પાકિસ્તાનના હુક્કાપાણી કર્યા બંધ, સિંધુ જળ સંધિ કરી ચુક્યુ છે રદ્દ

પહલગામ હુમલા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલા ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી. કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે, વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે 1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે.

જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Published On - 7:32 pm, Tue, 29 April 25