Breaking News: તમિલ અભિનેતા વિજયની રેલીમાં મચેલી ભાગદોડમાં 29 લોકોના મોત, અનેક લોકો થયા ગુમ
Breaking News: તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ. જેમા શ્વાસ રૂંધાવાને કારણે 29 થી વધુ લોકોના મોત થયા, અને ઘણા લોકો બેભાન રહ્યા. એમ્બ્યુલન્સનો રસ્તો સાફ કરવા માટે વિજયે પોતાનું ભાષણ બંધ કર્યું.

ચેન્નાઈ: તમિલનાડુના કરુરમાં અભિનેતા અને ટીવીકેના વડા વિજયની રેલીમાં એક મોટો દુર્ઘટના સર્જાઈ છે. કરૂરમાં આયોજિત વિજયની રેલીમાં લાખો લોકોની ભીડ ઉમટી પડી હતી અને ભીડ બેકાબૂ થતા નાસભાગ મચી ગચી. જેના કારણે 10 લોકોના શ્વાસ રૂંધાવાને કારણે મોત થયા છે. જ્યારે અનેક લોકોએ પોતાનાથી સંપર્ક ગુમાવ્યો છે, જેમા બાળકો પણ સામેલ છે. અનેક બાળકો પણ ગુમ હોવાની વિગતો સામે આવી છે. રેલીમાં એટલી ભીડ એટલી વિશાળ હતી કે અનેક લોકોના બેભાન થવાની ખબરો સામે આવી રહી છે.
આ દુર્ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે હાજર વિજયે પોતાનું ભાષણ તાત્કાલિક ઢબે રોકી દીધુ હતુ અને મંચ પરથી પાણીની બોટલ ભીડ તરફ ફેંકીને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિજયે સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ માટે રસ્તો સાફ કરવા માટે કહ્યુ હતુ. આ અકસ્માતને કારણે રેલીમાં અરાજકતા ફેલાઈ ગઈ.
கரூரிலிருந்து வரும் செய்திகள் கவலையளிக்கின்றன.
கூட்ட நெரிசலில் சிக்கி மயக்கமுற்று மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டுள்ள பொதுமக்களுக்குத் தேவையான உடனடி சிகிச்சைகளை அளித்திடும்படி, முன்னாள் அமைச்சர் @V_Senthilbalaji, மாண்புமிகு அமைச்சர் @Subramanian_Ma அவர்களையும் – மாவட்ட…
— M.K.Stalin – தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) September 27, 2025
