Gujarati NewsNationalBraking news blast at jammu bus stand 18 injured admitted to hospital
BREAKING NEWS: જમ્મુ કાશ્મીરમાં બસ પર ગ્રેનેડથી આતંકી હુમલો, 18 લોકો ઇજાગ્રસ્ત
જમ્મુ કાશ્મીરમાં ગુરૂવારે સવારે મોટી ઘટના બની છે. અહીં એક બસની અંદર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ એવા સ્થાન પર થયો છે જ્યાં ભારે ભીડ એકત્ર થઈ હતી. આ વિસ્ફોટ પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યું છે. એવામાં પોલીસ તરત જ લોકોને હટાવવાના કામ લાગી ગયું હતું. તેમજ બસ બસ સ્ટેન્ડ પર પહોંચી હતી. […]
જમ્મુ કાશ્મીરમાં ગુરૂવારે સવારે મોટી ઘટના બની છે. અહીં એક બસની અંદર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ એવા સ્થાન પર થયો છે જ્યાં ભારે ભીડ એકત્ર થઈ હતી. આ વિસ્ફોટ પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યું છે. એવામાં પોલીસ તરત જ લોકોને હટાવવાના કામ લાગી ગયું હતું. તેમજ બસ બસ સ્ટેન્ડ પર પહોંચી હતી.
આ વિસ્ફોટમાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે. વિસ્ફોટ સવારે 11.30 કલાકે થયો હતો. જે પછી ઇજાગ્રસ્તોને જમ્મુ મેડીકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, સૌ પ્રથમ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો જે પછી બસમાં વિસ્ફોટ થયો હતો.
બસમાં 12 થી 15 લોકો હોવાનું સામે આવ્યું છે. તેમજ બજારમાં ભીડ હોવાના કારણે અને નજીકમાં ફળોનું મોટું બજાર હોવાના કારણે લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ મામલે પૂછપરછ શરૂ કરી છે. અને વધુ માહિતી એકત્ર કરી રહ્યું છે.