કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ હાલમાં કેન્દ્રિય વિષય નથી, બે ડોઝ મેળવવો એ મુખ્ય પ્રાથમિકતા- કેન્દ્ર સરકાર

|

Sep 16, 2021 | 11:33 PM

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, દેશની 20 ટકા પુખ્ત વસ્તીને કોવિડ -19 રસીના બંને ડોઝ મળ્યા છે, જ્યારે 62 ટકા લોકોને રસીની ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે.

કોવિડ-19 નો બૂસ્ટર ડોઝ હાલમાં કેન્દ્રિય વિષય નથી, બે ડોઝ મેળવવો એ મુખ્ય પ્રાથમિકતા- કેન્દ્ર સરકાર
Corona India Update:

Follow us on

કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે કોવિડ -19 (Covid-19) નો બૂસ્ટર ડોઝ વૈજ્ઞાનિક ચર્ચા તેમજ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં આ સમયે કેન્દ્રીય વિષય નથી અને બે ડોઝ મેળવવા એ મુખ્ય પ્રાથમિકતા છે. એક પ્રેસ બ્રીફિંગમાં સવાલનો જવાબ આપતા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે, બંને ડોઝ આપવાનું અત્યંત મહત્વનું છે અને તેમાં કોઈ પણ પ્રકારની અડચણ ન હોવી જોઈએ.

ICMR ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે, આપણે એક વાત ખૂબ જ સ્પષ્ટપણે યાદ રાખવાની જરૂર છે કે આ સમયે વૈજ્ઞાનિક ચર્ચા તેમજ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં બૂસ્ટર ડોઝ કેન્દ્રીય વિષય નથી. બે ડોઝ આપવો એ મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે ઘણી એજન્સીઓએ ભલામણ કરી છે કે એન્ટિબોડી લેવલ માપવામાં ન આવે, પરંતુ મહત્વની સમજ એ છે કે બંને ડોઝનું સંપૂર્ણ રસીકરણ એકદમ જરૂરી છે અને તેને કોઈ પણ રીતે વિક્ષેપિત ન થવું જોઈએ.

ભારતની 20 ટકા પુખ્ત વસ્તીને કોવિડ -19 રસીના બંને ડોઝ લાગી ચુક્યા છે

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, દેશની 20 ટકા પુખ્ત વસ્તીને કોવિડ -19 રસીના બંને ડોઝ મળ્યા છે, જ્યારે 62 ટકા લોકોને રસીની ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે, 99 ટકા આરોગ્ય સંભાળ કામદારોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે અને 82 ટકા લાયક આરોગ્ય કર્મચારીઓને રસીના બંને ડોઝ મળ્યા છે. રાજેશ ભૂષણે કહ્યું કે ફ્રન્ટ લાઇનના 100 ટકા કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 78 ટકાને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધીમા પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશો સિક્કીમ, હીમાચલ પ્રદેશ, ગોવા, ચંદીગઢ અને લક્ષ્યદીપની સંપુર્ણ પુખ્ત વસ્તીને રસીનો ઓછામાં ઓછો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

માહિતી અનુસાર, એક મહિનામાં આપવામાં આવતી રસીના સરેરાશ ડોઝ મે મહિનામાં 19.69 લાખથી વધીને જૂનમાં 39.89 લાખ, પછી જુલાઈમાં 43.41 લાખ અને ઓગસ્ટમાં 59.19 લાખ થયા છે. સચિવે કહ્યું કે સપ્ટેમ્બરના પહેલા 15 દિવસમાં સરેરાશ દૈનિક રસીકરણ 74.40 લાખ પ્રતિ દિવસ રહ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, દેશમાં ગયા અઠવાડિયે નોંધાયેલા કોવિડ -19 ના કુલ કેસોમાંથી 67.79 ટકા કેરળના હતા. જેમાં બે લાખ દર્દીઓ સારવાર હેઠળ છે તેવું એકમાત્ર રાજ્ય છે. રાજેશ ભૂષણે કહ્યું કે ભારતના 34 જિલ્લાઓમાં, સાપ્તાહિક સંક્રમણ દર 10 ટકાથી વધુ છે જ્યારે 32 જિલ્લાઓમાં આ 5-10 ટકાની વચ્ચે છે.

 

આ પણ વાંચો : Pakistan Terrorist Module: જાન મોહમ્મદનું દાઉદ ઈબ્રાહિમ કનેક્શન 20 વર્ષ જૂનું, શું મુંબઈમાં ફરી સક્રિય થઈ રહી છે D કંપની? ATSનો મહત્વનો ખુલાસો

Next Article