બોલો હવે બાઈક પર બેસવાની રીત પણ બદલાશે,સરકારનો નવો આદેશ,વાંચો હવે કેવી રીતે બેસશો બાઈક પર

|

Jul 24, 2020 | 1:47 PM

છેલ્લા કેટલાક સમયથી રોડ પરિવહન અને હાઈવે ઓથોરીટી વિભાગનાં મંત્રાલયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણાં નિયમો બદલી દીધા છે. તો કેટલાક નવા નિયમો પણ લાગુ કરી દીધા છે. મંત્રાલયની નવી ગાઈડલાઈન બાઈક સવાર લોકો માટે છે. આવો જાણીએ વિસ્તારથી કે આ નિયમ શું હોઈ શકે છે. મંત્રાલયની નવી ગાઈડલાઈન પ્રમાણે બાઈકનાં બંને બાજુ ડ્રાઈવરની સીટ પાછળ […]

બોલો હવે બાઈક પર બેસવાની રીત પણ બદલાશે,સરકારનો નવો આદેશ,વાંચો હવે કેવી રીતે બેસશો બાઈક પર
http://tv9gujarati.in/bolo-have-bike-p…avshe-nava-niyam/

Follow us on

છેલ્લા કેટલાક સમયથી રોડ પરિવહન અને હાઈવે ઓથોરીટી વિભાગનાં મંત્રાલયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણાં નિયમો બદલી દીધા છે. તો કેટલાક નવા નિયમો પણ લાગુ કરી દીધા છે. મંત્રાલયની નવી ગાઈડલાઈન બાઈક સવાર લોકો માટે છે. આવો જાણીએ વિસ્તારથી કે આ નિયમ શું હોઈ શકે છે.

મંત્રાલયની નવી ગાઈડલાઈન પ્રમાણે બાઈકનાં બંને બાજુ ડ્રાઈવરની સીટ પાછળ હાથથી પકડી શકાય તેવા હોલ્ડર હશે. આ હોલ્ડરનો હેતુ પાછળ બેસવા વાળા લોકોની સુરક્ષા છે. અત્યાર સુધી મોટાભાગની બાઈકમાં આ પ્રકારની સુવિધા નોહતી. એ સાથે જ બાઈકની પાછળ બેસવાવાળા લોકોની બંને તરફ ફુટ રેસ્ટને ફરજીયાત બનાવી દેવામાં આવ્યું છે. આ સિવાય બાઈકનાં પાછળનાં પૈંડાનાં ડાબા ભાગમાં ઓછામાં ઓછા અડધા ભાગને સુરક્ષિત રીતે કવર કરવાનો રહેશે જેથી પાછળ બેસવાવાળાનાં કપડા વ્હીલમાં ન આવી જાય.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

મંત્રાલયે બાઈકમાં હળવા કંટેનર લગાડવા માટેનાં નિર્દેશ પણ જારી કર્યા છે. આ કંટેનરની લંબાઈ 550મિમિ, પહોળાઈ 510મિમિ અને ઉંચાઈ 500મિમિથી વધારે નહી હોય. અગર કન્ટેનરને પાછલી બાજુએ લગાડવામાં આવે છે તો માત્ર ડ્રાઈવરને જ પરમીશન મળશે, એટલે કે કોઈ બીજો બાઈક પર નહી બેસી શકે. એજ રીતે પાછળ બેસવાવાળીની જગ્યા પર લગાડવાની સ્થિતિમાં બીજી વ્યક્તિને બાઈક પર બેસવાની પરમીશન મળશે. સરકાર સમય સમય પર આ નિયમોમાં ફેરફાર કરતી રહેશે.

જણાવી દઈએ કે હાલમાં જ સરકારે ટાયરને લઈને પણ નવી ગાઈડલાઈન બહાર પાડી છે જે નિયમ મુજબ 3.5 ટન વજન સુધીનાં વાહનો માટે ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમનો સુઝાવ આપવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં સેન્સરનાં માધ્યમથી ડ્રાઈવરને એ માહિતિ મળી જશે કે ગાડીમાં ટાયરની હવાની સ્થિતિ શું છે? આ સાથે જ મંત્રાલયે ટાયર રિપેર કીટની પણ ભલામણ કરી છે જેથી કરીને ગાડીમાં વધારાનાં ટાયરની જરૂર નહી રહે.

 

Next Article