Board Exam Result 2021: સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને સૂચના આપી, 31 જુલાઇ સુધીમાં જાહેર કરો પરિણામ

|

Jun 24, 2021 | 2:43 PM

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે રાજ્ય બોર્ડની પરીક્ષા સંબંધિત કોર્ટ સમાન યોજનાઓ લાગુ કરશે નહીં. બધા રાજ્ય બોર્ડની પોતાની યોજના છે, તેથી હવે બોર્ડ એ પોતાની યોજનાઓ બનાવવાની છે.

Board Exam Result 2021: સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને સૂચના આપી, 31 જુલાઇ સુધીમાં જાહેર કરો પરિણામ
Supreme Court (File Photo)

Follow us on

Board Exam Result 2021: સુપ્રીમ કોર્ટે (Supreme Court) તમામ રાજ્ય બોર્ડને 12 માં ધોરણની પરીક્ષા (Exam) માટે વચગાળાની મૂલ્યાંકન નીતિ 31 જુલાઇ સુધીમાં જાહેર કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને આવતીકાલે 11 માંની પરીક્ષા અંગે અંતિમ નિર્ણય આપવા જણાવ્યું છે. કોર્ટે આંધ્રપ્રદેશ સરકારને આવતીકાલે એટલે કે 25 જૂન સુધીમાં 12 માંની પરીક્ષાની નીતિ વિશે જણાવવાનું કહ્યું છે.

આંધ્રપ્રદેશ સરકારે 12 અને 11 ની પરીક્ષાઓ લેવાનું નક્કી કર્યું છે. 12 ની રાજ્ય બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે રાજ્ય બોર્ડની પરીક્ષા સંબંધિત કોર્ટ સમાન યોજનાઓ લાગુ કરશે નહીં. બધા રાજ્ય બોર્ડની પોતાની યોજના છે, તેથી હવે બોર્ડ એ પોતાની યોજનાઓ બનાવવાની છે, તેમની પાસે નિષ્ણાંતો છે જે તેમને યોગ્ય સલાહ આપી શકે છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આવતીકાલે એટલે કે 25 જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં કેસ

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

આંધ્રપ્રદેશ સરકારે બુધવારે કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે અન્ય કોઈ વિશ્વસનીય વિકલ્પ ન હોવાને કારણે તે બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા સફળતાપૂર્વક લેશે. આ સાથે જ આ મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે, જો કોઈનું મૃત્યું થશે તો અમે રાજ્ય સરકારને જવાબદાર ગણાવીશું.

રાજ્ય સરકાર દ્વારા વર્ગ 12 બોર્ડની પરીક્ષાઓ (AP Board 12th Exam 2021) લેવાના રાજ્ય સરકારના નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટને જાણ કર્યા બાદ તેમણે આ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ડિવિઝન બેંચે રાજ્ય બોર્ડને આ બાબતમાં સોગંદનામું 24 જૂન, 2021 સુધીમાં રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. એપી ઇન્ટર પરીક્ષા 2021 માટે લગભગ 5 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે.

બધા રાજ્યોએ રાખ્યો પક્ષ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આંધ્ર પ્રદેશ સરકારે રાજ્ય બોર્ડની 12 મી અને 11 ની પરીક્ષાઓ લેવાનો નિર્ણય લીધો છે અને 12 માંની રાજ્ય બોર્ડની પરીક્ષાઓ રદ કરી નથી. કેરળ સરકારે સુપ્રીમ કોર્ટને એમ પણ કહ્યું હતું કે તેઓ 11 ની બોર્ડ પરીક્ષા રદ કરી રહ્યા નથી. આસામ સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેણે 12 અને 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. એનઆઈઓએસએ (NIOS) સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓએ 10-12 બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.

Next Article