BMC Maharashtra Election Results 2026 LIVE: BMCમાં સ્પષ્ટ બહુમતીથી દૂર જઈ રહેલ ભાજપ-શિંદે શિવસેના, સત્તા હાંસલ કરવા અપક્ષો કે અન્યોની મદદ લેવી પડશે

BMC Maharashtra Municipal Corporation Election Results 2026 LIVE Counting in Gujarati: દેશની સૌથી મોંઘી મ્યુનિસિપલ કોર્પોરેશન, બીએમસી માટે આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાઈ હતી. કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન થયું હતું. આ ચૂંટણીના પરિણામો આજે, શુક્રવારે જાહેર થઈ રહ્યા છે. ગઈકાલે, ગુરુવારે, દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ સંસ્થા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન થયું. ભાજપ પહેલીવાર BMCમાં મોટી જીત મેળવી રહી છે, અને પહેલીવાર તેના મેયરની ચૂંટણી કરશે.

BMC Maharashtra Election Results 2026 LIVE: BMCમાં સ્પષ્ટ બહુમતીથી દૂર જઈ રહેલ ભાજપ-શિંદે શિવસેના, સત્તા હાંસલ કરવા અપક્ષો કે અન્યોની મદદ લેવી પડશે
| Edited By: | Updated on: Jan 16, 2026 | 9:18 PM

દેશની સૌથી મોંઘી મ્યુનિસિપલ કોર્પોરેશન, બીએમસી માટે આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાઈ હતી. કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન થયું હતું. આ ચૂંટણીના પરિણામો આજે, શુક્રવારે જાહેર થઈ રહ્યા છે. ગઈકાલે, ગુરુવારે, દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ સંસ્થા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન થયું. ભાજપ પહેલીવાર BMCમાં મોટી જીત મેળવી રહી છે, અને પહેલીવાર તેના મેયરની ચૂંટણી કરશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Jan 2026 08:17 PM (IST)

    BMC Election Results 2026 : BMCમાં સ્પષ્ટ બહુમતીથી દૂર જઈ રહેલ ભાજપ-શિંદે શિવસેના, સત્તા હાંસલ કરવા અપક્ષો કે અન્યોની મદદ લેવી પડશે

    BMC Election Results 2026 : મહારાષ્ટ્રમાં BMC ચૂંટણીના પરિણામના આંકડાઓ સતત બદલાતા રહે છે. શરૂઆતના વલણોમાં BMCમાં સત્તામાં દેખાતી ભાજપ (મહાયુતિ) હવે બહુમતીથી થોડી દૂર થઈ ગઈ છે. રાત્રે 8 વાગીને 11 મિનીટે 227 બેઠકોમાંથી 218 બેઠકોના જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, ભાજપ હવે 84 બેઠકો પર આગળ છે. અગાઉ, આ આંકડો 96 પર પહોંચી ગયો હતો, પરંતુ હવે ગ્રાફ અચાનક નીચે આવી ગયો છે. દરમિયાન, એકનાથ શિંદેની શિવસેના, જે ભાજપ સાથે ચૂંટણી લડી રહી છે, તે હવે 26 બેઠકો પર આગળ છે, જે પહેલા 30 બેઠક સુધી પહોચ્યો હતો. પરિણામે, મહાયુતિને બહુમતી હાંસલ કરવા માટે હવે 4 થી 6 ઉમેદવારોની જરૂર પડશે. જે મોટા ભાગે અપક્ષ કે અન્યો વિજયી થયેલા કોર્પોરેટરોનો ટેકો મેળવીને બહુમતી પ્રાપ્ત કરી શકે છે.

  • 16 Jan 2026 06:26 PM (IST)

    Mumbai Municipal Election Results 2026 : ચૂંટણીમાં મારા દીકરાએ ઠાકરેની આબરુના ધજાગરા કર્યા- કિરીટ સોમૈયા

    તાજેતરમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો પર બોલતા, ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે મારા દીકરાએ ઠાકરેની આબરુના ધજાગરા કર્યાં છે. ઠાકરે બંધુ મારા દિકરાને ચૂંટણીમાં હરાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, અનેક રાજકીય કાવાદાવા કર્યાં છતા મારો દીકરો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી ગયો છે, તેમ કિરીટ સોમૈયાએ કહ્યું હતું.


  • 16 Jan 2026 05:51 PM (IST)

    Maharashtra Election Results 2026 : અમને બાળાસાહેબ ઠાકરેના આર્શિવાદ મળ્યા : દેવેન્દ્ર ફડણવીસ

    મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે, મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામો પછી બાળાસાહેબ ઠાકરેનું નામ લીધું અને કહ્યું કે અમને બાળાસાહેબ ઠાકરેના આશીર્વાદ મળ્યા છે…

  • 16 Jan 2026 05:39 PM (IST)

    ગિફ્ટ સિટીનું પ્રતિનિધિમંડળ દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ભાગ લેશે, વૈશ્વિક અગ્રણીઓ સાથે મુલાકાત કરશે

    ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) નું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ, આગામી 19થી 23 જાન્યુઆરી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક દરમિયાન વૈશ્વિક વ્યાપારી અગ્રણીઓ, રોકાણકારો અને નીતિ ઘડનારાઓ સાથે મુલાકાત કરશે. આ પ્રતિનિધિમંડળમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી ( IFSCA) ના ટોચના અધિકારીઓ પણ સામેલ થશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય બેંકિંગ, ફંડ મેનેજમેન્ટ, ફિનટેક, એસેટ લીઝિંગ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ( GCC) અને આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં મજબૂત ગતિ જોઈ રહી છે.

  • 16 Jan 2026 04:46 PM (IST)

    BMC Election Results 2026 અજિત પવારનો પક્ષ બીએમસીમાં ખાતું ખોલવામાં નિષ્ફળ

    અજિત પવારની એનસીપી મુંબઈ બીએમસીમાં પોતાનું ખાતું ખોલે તેવી શક્યતા ઓછી છે, બીએમસી મતગણતરીના અત્યાર સુધીમાં સામે આવેલ પરિણામોના વલણોમાં અજીત પવારના એનસીપીને કોઈ બેઠક મળતી જણાતી નથી. જ્યારે શરદ પવારની એનસીપીએ ત્રણ બેઠકો પર લીડ વધારી છે. આ દરમિયાન, શિંદેના શિવસેના સાંસદ રવિન્દ્ર વાયકરની પુત્રી દિપ્તી વાયકર જોગેશ્વરીમાં હારી ગઈ છે. તો નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિક પણ મુંબઈમાં હારી ગયા છે.

  • 16 Jan 2026 04:10 PM (IST)

    Worli Ward 197 Election Result 2026 : એકનાથ શિંદેએ આદિત્ય ઠાકરેને મોટો ઝટકો આપ્યો

    વરલીમાં આદિત્ય ઠાકરેના ઉમેદવારને એકનાથ શિંદેના ઉમેદવારે હરાવ્યા. વોર્ડ નંબર 197 થી વનિતા નરવણકર જીત્યા.

  • 16 Jan 2026 03:52 PM (IST)

    Kalyan Dombivli Municipal Election Results 2026 : ઠાકરે જૂથ અને કોંગ્રેસના સુપડા સાફ; જુઓ કયા પક્ષના કેટવા ઉમેદવારો જીત્યાં ?

    કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) ની 122 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી 38 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ 18 બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. બીજી તરફ, MNS એ 2 બેઠકો જીતી છે, જ્યારે ઠાકરે જૂથને ફક્ત 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.

    પાર્ટીવાર બેઠકો જીતી

    ભાજપ: 38
    શિવસેના (શિંદે જૂથ): 18
    મનસે: 02
    શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે): 02
    કોંગ્રેસ: 00
    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ): 01
    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ): 00
    અન્ય: 00

  • 16 Jan 2026 03:37 PM (IST)

    Mumbai Election Ward No 105, 217, 39,168 Result Live 2026 : વોર્ડ નંબર 105, 217, 39,168 નું પરિણામ શું આવ્યું ?

    ભાજપના અનિતા વૈતી વોર્ડ નંબર 105 માંથી જીત્યા છે.

    ભાજપના ગૌરવ ઝવેરી વોર્ડ નંબર 217 માંથી, તેમના નજીકના પ્રતિસ્પર્ધી કરતા આગળ ચાલી રહ્યાં છે.

    ઠાકરેની શિવસેનાના પુષ્પા કાંબલે મુંબઈ વોર્ડ નંબર 39 માંથી જીત્યા છે.

    અજિતદાદાના એનસીપીના સઈદા ખાન વોર્ડ નંબર 168 માંથી આગળ ચાલી રહ્યાં છે.

  • 16 Jan 2026 03:34 PM (IST)

    Mumbai Municipal Election Results 2026 : મુંબઈમાં એક ઉમેદવાર માત્ર 7 મતથી જીત્યો

    મુંબઈના વોર્ડ નંબર 7 પરથી કોંગ્રેસના ટ્યૂલિપ મિરાન્ડા માત્ર 7 મતોથી જીત્યા છે. ઠાકરે જૂથના ધારાસભ્ય સુનીલ પ્રભુના પુત્ર અંકિત પ્રભુનો વિજય થયો છે. જ્યારે ભાજપના યોગેશ વર્મા વોર્ડ નંબર 35 પરથી જીત્યા છે.

  • 16 Jan 2026 03:20 PM (IST)

    Pimpri Chinchwad Election Results 2026 : પિંપરી ચિંચવાડમાં ભાજપે એકલાહાથે હાંસલ કરી સત્તા, અજિત પવારનો ફટકો…

    પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો આવી રહ્યા છે. ચૂંટણી પરિણામોના અત્યાર સુધીના વલણો જોતા અજિત પવારને મોટો ફટકો પડ્યો છે અને ચોંકાવનારા આંકડા બહાર આવી રહ્યા છે. ભાજપે અજિત પવારને સીધો ફટકો આપ્યો છે. ભાજપ 84 બેઠકો પર આગળ છે, જ્યારે અજિત પવારનું જૂથ 34 બેઠકો પર આગળ છે…

  • 16 Jan 2026 03:18 PM (IST)

    Mumbai Municipal Election Results 2026 : દેવેન્દ્ર ફડણવીસે અમિત સાટમને સીધો ફોન કર્યો…

    મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે, મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ અમિત સાટમને સીધો ફોન કર્યો હતો. આ વખતે તેઓ બન્નેએ એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી.

  • 16 Jan 2026 03:01 PM (IST)

    BMC Election Results 2026: લોકશાહીની ઉજવણીમાં જનતાનો સહયોગ-શેલાર

    મુંબઈ બીએમસી ચૂંટણીના પરિણામો વચ્ચે, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપ નેતા આશિષ શેલારે મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. શેલારે કહ્યું, “હું તમામ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ અને લોકશાહીના આ ઉજવણીને સમર્થન આપવા બદલ મતદારોનો આભાર માનું છું. પરિણામો જાહેર થયા પછી અમે ચોક્કસપણે તેમની ચર્ચા કરીશું. હું હાલમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમના નિવાસસ્થાને મળવા જઈ રહ્યો છું.”

  • 16 Jan 2026 02:58 PM (IST)

    BMC Mumbai Election Result: દહિસરમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય

    બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીના સત્તાવાર પરિણામો અનુસાર, દહિસરના વોર્ડ નંબર 2 માં ભાજપના ઉમેદવાર તેજસ્વી ઘોસાળકરે ભવ્ય વિજય મેળવ્યો છે. તેમણે તેમના નજીકના હરીફ, ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના UBT) ના ધનશ્રી વિલાસ કોલગેને હરાવ્યા છે. તેજસ્વીને કુલ 16,484 મત મળ્યા, જ્યારે ધનશ્રી કોલગેને માત્ર 5,729 મત મળ્યા. તેજસ્વીનો વિજય માર્જિન 10,755 મત હતો.

  • 16 Jan 2026 02:53 PM (IST)

    BMC Mumbai Election Result: કોંગ્રેસના ઉમેદવારનો 7 મતોથી વિજય

    મુંબઈના વોર્ડ નંબર 7 માં કોંગ્રેસ ઉમેદવાર ટ્યૂલિપ મિરાન્ડાએ માત્ર 7 મતોથી ભવ્ય વિજય મેળવ્યો. ઠાકરેના નેતૃત્વ હેઠળના ધારાસભ્ય સુનીલ પ્રભુના પુત્ર અંકિત પ્રભુએ પણ વિજય મેળવ્યો.

  • 16 Jan 2026 02:48 PM (IST)

    સુરત: ₹197 કરોડના રેકેટ મામલે વધુ એકની ધરપકડ

    સુરત: ₹197 કરોડના રેકેટ મામલે વધુ એકની ધરપકડ કરવામાં આવીછે. મિલન દરજીનો સાગરિત અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો. દુબઈમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી હવાલા પાડતો હતો. આરોપી રજની કાછડિયા માસ્ટર માઈન્ડ મિલન દરજીનો મિત્ર છે. આરોપી સાગરીતો પાસેથી દિનહાર મેળવી USDTમાં કન્વર્ટ કરાવતો. ગેરકાયદે ધંધા માટે આંગડિયાથી આર્થિક મદદ પહોંચાડવાનું તેનું કામ હતું. આરોપીના 15 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાઈ.

  • 16 Jan 2026 02:40 PM (IST)

    BMC Election Results 2026: મુખ્યમંત્રી ફડણવીસ ટૂંક સમયમાં નરીમન પોઈન્ટ સ્થિત ભાજપ મુખ્યાલય પહોંચશે

    BMC અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શાનદાર જીત બાદ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બપોરે 3:30 વાગ્યે મુંબઈના નરીમન પોઈન્ટ સ્થિત ભાજપ મુખ્યાલય પહોંચશે. તેઓ પાર્ટી કાર્યકરોને મળ્યા બાદ તેમને સંબોધિત કરે તેવી અપેક્ષા છે.

  • 16 Jan 2026 02:29 PM (IST)

    વડોદરા: વાઘોડિયા પાસે ઈકો કાર અને બાઈક વચ્ચે ટક્કર, 2ના મોત

    વડોદરા: વાઘોડિયા પાસે ઈકો કાર અને બાઈક વચ્ચે ટક્કર થઈ. ગંભીર અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે. બાઈક ચાલક અને કારમાં બેસેલી એક દીકરીનું મોત થયુ છે. હાલોલથી વડોદરા જઈ રહેલી ઈકો કારને અકસ્માત નડ્યો. રોડ ક્રોસ કરતી વખતે ઈકો કારને બાઈક અથડાયું. જરોદ પોલીસ સ્ટેશન હદમાં અકસ્માત. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી.

  • 16 Jan 2026 02:17 PM (IST)

    Maharashtra civic body elections : ભાજપ ઉમેદવારોની જીત થતા કાર્યકરો કરી રહ્યા છે ઉજવણી

    પુણેમાં ભાજપના ઉમેદવારો સાઈ થોપ્ટે અને ગણેશ ઘોષની જીત થતાં ભાજપના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે.

  • 16 Jan 2026 02:06 PM (IST)

    Sangali Election Results 2026: સાંગલીમાં ભાજપ જીત તરફ

    મહારાષ્ટ્રના સાંગલી, મિરાજ અને કુપવાડ શહેરોમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ ભાજપ જીતવા માટે તૈયાર દેખાય છે.

  • 16 Jan 2026 02:04 PM (IST)

    Maharashtra Election Results 2026: BMCમાં જોરદાર પ્રદર્શન વચ્ચે ભાજપની પ્રતિક્રિયા

    BMCમાં જોરદાર પ્રદર્શન વચ્ચે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. દેવેન્દ્ર ફડણવીસ પર જનતાનો ભરોસો હોવાનું ભાજપે જણાવ્યુ. બિહાર, કેરળ બાદ મહારાષ્ટ્રમાં સફળતા મળી હોવાનું જણાવ્યુ.

  • 16 Jan 2026 02:02 PM (IST)

    24 કલાક બાદ ઠંડીમાં ઘટાડાની શક્યતા

    24 કલાક બાદ ઠંડીમાં ઘટાડાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાન વધવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. સાત દિવસ સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.

  • 16 Jan 2026 01:58 PM (IST)

    ભાવનગર રેલવે મંડળે કેટલીક ટ્રેનના સમય બદલતા વિદ્યાર્થીઓમાં રોષ

    ભાવનગર રેલવે મંડળ દ્વારા ટ્રેનોના સમયમાં કરવામાં આવેલા ફેરફાર અને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવતા સ્થાનિક પેસેન્જરો તથા વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જુનાગઢ–દેલવાડા–જુનાગઢ ટ્રેન રદ કરાતા અને અન્ય ટ્રેનોના સમય બદલાતા રોજિંદા મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને મોટી મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે. વેરાવળથી આવતી ટ્રેનોનું સિદ્ધુ જોડાણ ન મળતા પેસેન્જરોને અવગતળા ભોગવવા પડી રહ્યા છે. મીટર ગેજ ટ્રેનોના સમયપત્રકમાં વારંવાર ફેરફાર થતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક પેસેન્જરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને રેલવે પ્રશાસન સામે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.

  • 16 Jan 2026 01:55 PM (IST)

    BMC Election Result: અરુણ ગવલીની પુત્રી ચૂંટણી હારી

    ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવલીની પુત્રી યોગિતા ગવલી 2026 ની BMC ચૂંટણી હારી ગઈ છે. આ ગવળી પરિવારની આગામી પેઢી માટે નિષ્ફળ ચૂંટણી પદાર્પણ છે. ગવળીએ તેના પિતા અરુણ ગવળી દ્વારા સ્થાપિત પ્રાદેશિક પક્ષ અખિલ ભારતીય સેના (ABS) ની ટિકિટ પર ભાયખલા-ચિંચપોકલી વિસ્તારના વોર્ડ નંબર 207 થી ચૂંટણી લડી હતી.

  • 16 Jan 2026 01:50 PM (IST)

    Maharashtra Election Result news : BMCમાં પહેલી વાર ભાજપ મેયર બનશે

    BMC ચૂંટણીમાં ભાજપ પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીની 225 બેઠકોના વલણો દર્શાવે છે કે ભાજપ 99 બેઠકો પર આગળ છે, જ્યારે BJP અને તેના સાથી પક્ષો 130 બેઠકો પર આગળ છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને MNS ગઠબંધન 71 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 13 બેઠકો પર આગળ છે.

  • 16 Jan 2026 01:47 PM (IST)

    ગાંધીનગર: એક દિવસીય કલેક્ટર કોન્ફરન્સનું આયોજન

    ગાંધીનગર: એક દિવસીય કલેક્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાને કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો. બેઠકમાં પડતર કેસોની વિગતવાર ચર્ચા થશે. મહેસુલ વિભાગના વિવિધ કામો અને ભાવિ અંગે થશે ચર્ચા. ઈ-ધરા સહિનતી કામગીરી અંગે સમીક્ષા અને ચર્ચા કરાશે. મુખ્ય સચિવ, અધિકારીઓ અને તમામ જિલ્લાના કલેક્ટર ઉપસ્થિત રહેશે.

  • 16 Jan 2026 01:41 PM (IST)

    BMC Election Result : સત્તાવાર BMC વલણો જાણો

  • 16 Jan 2026 01:39 PM (IST)

    BMC Election Result : ભાજપના રવિ રાજા વોર્ડ 185માંથી હારી ગયા

    ભાજપના રવિ રાજા વોર્ડ 185માંથી હારી ગયા. તેઓ પાછલી BMC વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેઓ શિવસેના (UBT)ના ઉમેદવાર સામે હારી ગયા. જગદીશ થેવલપિલ વોર્ડ 185માંથી જીત્યા.

  • 16 Jan 2026 01:37 PM (IST)

    અમરેલી: સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિ સામે છેડતીનો આરોપ

    અમરેલીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી સામે છેડતીના ગંભીર આરોપો સામે આવ્યા છે. ભીમાણીના આબુ ટૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેઓ વિદ્યાર્થિનીઓ સાથે નજરે પડી રહ્યા છે. આ મામલે ભારે વિવાદ ઊભો થતાં બી.સી.એ. કોલેજ કેમ્પસને ABVP કાર્યકર્તાઓએ ઘેરી લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ABVPએ આરોપ લગાવ્યો કે ગંભીર આક્ષેપો છતાં ગિરીશ ભીમાણી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓ અને સંગઠનમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રદર્શન દરમિયાન ગિરીશ ભીમાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી હતી. ABVPએ સ્પષ્ટ કર્યું છે કે પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરે ત્યાં સુધી તેમનું ઉગ્ર પ્રદર્શન ચાલુ રહેશે.

  • 16 Jan 2026 01:36 PM (IST)

    નવસારી: જલાલપોર તાલુકામાંથી દીપડો પાંજરે પુરાયો

    નવસારી: જલાલપોર તાલુકામાંથી દીપડો પાંજરે પુરાયો. કોથમડી ગામે દીપડો પાંજરે પૂરાયો. દીપડાના આંટાફેરાથી વન વિભાગને રજૂઆત કરાઈ હતી. 15 દિવસ પહેલા મુકેલા પાંજરામાં 5 થી 6 વર્ષનો દીપડો પૂરાયો. દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો.

  • 16 Jan 2026 01:35 PM (IST)

    Mumbai Municipal Election Results 2026: નાસિકમાં ભાજપના સુધાકર બડગુજરનો વિજય

    બધાની નજર સુધાકર બડગુજર પર છે, જેમણે નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાના ગૃહક્ષેત્ર માટે ભાજપની ચાર ટિકિટ મેળવી હતી. વોર્ડ 25 ના પરિણામો જાહેર થયા છે, જેમાં ભાજપે ચારમાંથી બે બેઠકો જીતી છે. શિંદેની શિવસેનાએ એક બેઠક જીતી હતી, અને ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના ઉમેદવારે એક બેઠક જીતી હતી. સુધાકર બડગુજર અને ભાજપના સાધના મટાલેએ વોર્ડ 25 જીતી હતી, જ્યારે શિંદેની શિવસેનાના કવિતા નાઈક અને ઠાકરેની શિવસેનાના મુરલીધર ભામરેએ અન્ય બે બેઠકો જીતી હતી.

  • 16 Jan 2026 01:26 PM (IST)

    મહારાષ્ટ્રઃ કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપનું જોરદાર પ્રદર્શન

    મહારાષ્ટ્રની કોર્પોરેશન ચૂંટણીઓમાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું છે. મુંબઈ મહાપાલિકા (BMC)માં ભાજપે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પાછલી ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 82 બેઠકો જીતેલી હતી, જ્યારે હાલની ચૂંટણીમાં એકલું ભાજપ 96થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ગઠબંધન સાથે મળીને ભાજપ BMCમાં કુલ 129 બેઠકો પર આગેવાન છે, જેના કારણે ભાજપનો મેયર બનવો લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત નાગપુર, પૂણે અને સંભાજીનગર જેવી મહત્વની મનપાઓમાં પણ ભાજપ ગઠબંધન આગળ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં 29માંથી 26 મહાનગરપાલિકાઓમાં ભાજપ ગઠબંધનની આગેકૂચ જોવા મળી રહી છે, જે રાજ્યની રાજકીય સ્થિતિમાં મોટો ફેરફાર દર્શાવે છે.

  • 16 Jan 2026 01:22 PM (IST)

    BMC Election Result 2026: વલણોમાં ભાજપે બહુમતી મેળવી લીધી

    પ્રથમ વખત, BJP+ એ ભાજપમાં બહુમતી મેળવી છે. તાજેતરના વલણોમાં BJP+ 115 બેઠકો પર આગળ છે. અગાઉ, રાજ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેના જોડાણથી ભાજપને નુકસાન થશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ ચૂંટણી વલણોએ સ્પષ્ટ કર્યું છે કે ઉદ્ધવના નેતૃત્વ હેઠળની શિવસેનાનું વિદાય હવે નિશ્ચિત છે. અત્યાર સુધી, 201 બેઠકો માટેના વલણો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં BJP+ 115 બેઠકો અને ઉદ્ધવ સેના જોડાણ 68 બેઠકો પર જીત મેળવે છે. વધુમાં, કોંગ્રેસ 10 બેઠકો પર આગળ છે.

  • 16 Jan 2026 01:19 PM (IST)

    Jalgaon Election Results 2026: એક જ પરિવારના ત્રણ સભ્યોની જીત

    જલગાંવ: સરિતા કોલ્હે મહાયુતિના ઉમેદવાર પીયૂષ લલિત કોલ્હે સાથે ગળે મળીને ખુશી વ્યક્ત કરે છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યો – લલિત કોલ્હે, સિંધુતાઈ કોલ્હે અને પીયૂષ લલિત કોલ્હે ચૂંટણી જીત્યા છે. લલિત કોલ્હે જેલમાંથી ચૂંટણી લડ્યા હતા.

  • 16 Jan 2026 01:15 PM (IST)

    BMC Ward 32 Election Result Live: ઉદ્ધવ સેનાની વોર્ડ નં. 32 માં જીત

    ઉદ્ધવ સેનાના ઉમેદવાર ગીતા ભંડારીએ વોર્ડ નં. 32 માં 287 મતોથી જીત મેળવી.

  • 16 Jan 2026 01:13 PM (IST)

    સેન્ટેરીયન વિસ્ટાનાં ધાબા પર દારૂ મહેફિલ મામલે ગુનો નોંધાયો

    અમદાવાદ: ગુલબાઇ ટેકરા પાસે સેન્ટેરીયન વિસ્ટાનાં ધાબા પર દારૂ મહેફિલનો મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે દારૂની મહેફિલનો ગુનો નોંધ્યો. પોલીસને ધાબેથી દારૂની 10 બોટલ, 2 ખાલી બોટલ મળી આવી. બિયરની 21 ભરેલી બોટલ અને 6 ખાલી બોટલ મળી. યુનિવર્સિટી પોલીસે 45 હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત. કુશલ શાહ નામનાં યુવકે મહેફિલનું આયોજન કર્યું હતું. 16 યુવકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ.

  • 16 Jan 2026 01:12 PM (IST)

    બનાસકાંઠા: ડીસા પાટણ હાઈવે પર કાર ચાલકને નડ્યો અકસ્માત

    બનાસકાંઠા: ડીસા પાટણ હાઈવે પર કાર ચાલકને અકસ્માત નડ્યો. ઈનોવા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો. કાર ઝાડ સાથે અથડાતા કારનું કચ્ચરઘાણ નિકળ્યું. અકસ્માતમાં 1નું મોત અન્ય લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

  • 16 Jan 2026 01:08 PM (IST)

    Maharashtra Election Result Live: ભાજપ 567 બેઠકો પર આગળ, કોંગ્રેસ બીજા સ્થાને

    મહારાષ્ટ્રની  1639  બેઠકમાંથી 2869 બેઠકના વલણો નીચે મુજબ છે.
    • ભાજપ: 567
    • શિવસેના: 162
    • કોંગ્રેસ: 168
    • શિવસેના યુબીટી: 105
    • એનસીપી અજિત: 100
    • વીબીએ: 13
    • એનસીપી (એસપી): 13
    • માનસા:11
    • અન્ય: 138
  • 16 Jan 2026 01:00 PM (IST)

    મુંબઈમાં ભાજપ ગઠબંધનને ‘મોટી લીડ’, 100ને પાર

    બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના 227 વોર્ડ માટે મત ગણતરી ચાલુ હોવાથી ચિત્ર હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. તાજેતરના વલણો અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) ની આગેવાની હેઠળના ‘મહાયુતિ’ ગઠબંધને તેની લીડ 102 બેઠકો સુધી વધારી દીધી છે. દરમિયાન, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની MNS (UBT+) નું ગઠબંધન હાલમાં ફક્ત 57 બેઠકો પર આગળ છે.

  • 16 Jan 2026 12:56 PM (IST)

    રાજકોટ: RMC દ્વારા બાકી વેરાની વસૂલાત કરાતાં વેપારીઓમાં રોષ

    રાજકોટ: RMC દ્વારા બાકી વેરાની વસૂલાત કરાતાં વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મોચીબજાર વિસ્તારમાં 5 હજારથી 5 લાખના બાકી વેરા અંગે કાર્યવાહી કરવામાં આવી. વેરો બાકી હોવાથી દુકાનોને સીલ મરાતા વેપારીઓએ વિરોધ કર્યો. મિલકતની આકારણી અંગે રજૂઆત કરવાં છતાં સીલ મરાતા રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ.

  • 16 Jan 2026 12:53 PM (IST)

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી જાહેર

    ભાજપ દ્વારા જાહેર સત્તાવાર કાર્યક્રમ કરાયો. 19 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરાશે. 20 જાન્યુઆરીએ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત થશે. ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીન બિનહરીફ ચૂંટાઇ શકે છે. 20મીએ PM મોદી સહિત વરિષ્ઠ નેતૃત્વની હાજરીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે.

  • 16 Jan 2026 12:51 PM (IST)

    BMC Result 2026: ભાજપ લગભગ 100 બેઠકો પર આગળ

    BMC ચૂંટણીમાં 195 બેઠકો માટેના વલણો દર્શાવે છે કે ભાજપ 88 બેઠકો પર, શિવસેના (UBT) 58 બેઠકો પર અને રાજ ઠાકરેની MNS 9 બેઠકો પર આગળ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની લીડ ઘટી રહી છે. એકનાથ શિંદેની શિવસેના 21 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 11 બેઠકો પર આગળ છે. અજિત પવારની પાર્ટીની લીડ સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે શરદ પવારની પાર્ટી એક બેઠક પર આગળ છે.

  • 16 Jan 2026 12:43 PM (IST)

    BMC Result 2026: મુંબઈમાં સાત ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા

    મુંબઈમાં સાત ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા, જેમાં શિવસેનાના ત્રણનો સમાવેશ થાય છે.

    • વોર્ડ નંબર 1 – રેખા યાદવ (પ્રથમ ઉત્તર ભારતીય મહિલા ઉમેદવાર)
    • વોર્ડ નંબર 51 – વર્ષા ટેમવલકર
    • વોર્ડ નંબર 163 – શૈલા લાન્ડે
    •  વોર્ડ નંબર 165- અશરફ આઝમી

    અન્ય વિજેતા ઉમેદવારો

    • વોર્ડ નંબર 2 – તેજસ્વિની ઘોસાલકર, ભાજપ
    • વોર્ડ નંબર 214 – અજિત પાટિલ (ભાજપ)
    • વોર્ડ નંબર 183 – આશા કાલે (ધારાવી)

     

  • 16 Jan 2026 12:39 PM (IST)

    BMC Election Results 2026: સત્તાવાર BMCના વલણો જાણો

    • BJP- 17
    • શિવસેના (UBT)- 9
    • શિવસેના- 5
    • કોંગ્રેસ- 3
    • MNS- 1
    • AIMIM- 2
    • સમાજવાદી પાર્ટી- 1
    • NCP- 1
    • NOTA- 1
  • 16 Jan 2026 12:37 PM (IST)

    Maharashtra Election Results 2026: મહારાષ્ટ્રમાં મહાયુતિએ 29 નગરપાલિકાઓ જીતી

    મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં મહાયુતિ માટે સારા સમાચાર આવ્યા છે. વલણો દર્શાવે છે કે મહાયુતિ તમામ 29 નગરપાલિકાઓમાં આગળ છે. નોંધપાત્ર રીતે, ભાજપ 29 માંથી 27 નગરપાલિકાઓમાં આગળ છે. દરમિયાન, શિવસેના શિંદે માલેગાંવમાં આગળ છે, અને NCP અહિલ્યા નગરમાં આગળ છે.

  • 16 Jan 2026 12:35 PM (IST)

    Mumbai Municipal Election Results 2026: સાંસદ રવિન્દ્ર વાયકરની પુત્રી પણ હારી ગઈ

    BMCના પરિણામોમાં સાંસદ રવિન્દ્ર વાયકરની પુત્રી પણ હારી ગઈ છે.

  • 16 Jan 2026 12:34 PM (IST)

    Mumbai Municipal Election Results 2026: વોર્ડ 165માં કોંગ્રેસના ઉમેદવારની જીત

    BMCના પરિણામોમાં વોર્ડ 165માં કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે. કોંગ્રેસના અશરફ આઝમીની જીત થઇ છે.

  • 16 Jan 2026 12:25 PM (IST)

    Election Results 2026: અહિલ્યાનગરમાં AIMIMના 3 ઉમેદવારની થઇ જીત

    અહિલ્યાનગરમાં AIMIMના 3 ઉમેદવારની થઇ જીત

  • 16 Jan 2026 12:22 PM (IST)

    BMC Election Results 2026: વોર્ડ 194 પર શિવસેનાના નિશિકાંત શિંદેની જીત

    વોર્ડ 194 પર શિવસેનાના નિશિકાંત શિંદેની જીત થઇ

  • 16 Jan 2026 12:19 PM (IST)

    Maharashtra Elections 2026 Results: સ્યાહી વિવાદ બાદ મહારાષ્ટ્ર ચૂંટણી પંચનો મોટો નિર્ણય

    સ્યાહી વિવાદ બાદ મહારાષ્ટ્ર ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માર્કર પેનનો ઉપયોગ નહીં થાય. આવનારી ચૂંટણીમાં માર્કર પેન ઉપયોગમાં નહીં લેવાય. ગઇકાલે મતદાન દરમિયાન સ્યાહી મુદ્દે  વિવાદ થયો હતો.

  • 16 Jan 2026 12:17 PM (IST)

    Maharashtra Elections 2026 Results: વસઇ વિરાર બેઠક પર UBT 2 બેઠક પર આગળ

    વસઇ વિરાર બેઠક પર UBT 2 બેઠક પર આગળ

  • 16 Jan 2026 12:16 PM (IST)

    Maharashtra Elections 2026 Results: ઉલ્લાસનગરના પરિણામ તમે TV9 ગુજરાતી વેબસાઇટ પર જોઇ શકશો

    ઉલ્લાસનગરના પરિણામ તમે TV9 ગુજરાતી વેબસાઇટ પર જોઇ શકશો

  • 16 Jan 2026 12:14 PM (IST)

    Maharashtra Elections 2026 Results: સોલાપુર બેઠક પર ભાજપનો દબદબો

    સોલાપુર બેઠક પર ભાજપનો દબદબો

  • 16 Jan 2026 12:13 PM (IST)

    Maharashtra Elections 2026 Results: સાંગલીમાં કોણ જીતશે અને કોણ હારશે?

    સાંગલીમાં કોણ જીતશે અને કોણ હારશે?

  • 16 Jan 2026 12:11 PM (IST)

    Maharashtra Elections 2026 Results: પીંપરી ચીંચવાડમાં ભાજપ-NCP વચ્ચે ટક્કર

    પીંપરી ચીંચવાડમાં ભાજપ-NCP વચ્ચે ટક્કર

  • 16 Jan 2026 12:10 PM (IST)

    Maharashtra Elections 2026 Results: પરભણીમાં UBT આગળ

    પરભણીમાં UBT આગળ ચાલી રહ્યુ છે.

  • 16 Jan 2026 12:07 PM (IST)

    Maharashtra Elections 2026 Results: પનવેલમાં 6 બેઠક પર ભાજપ આગળ

    પનવેલમાં 6 બેઠક પર ભાજપ આગળ

  • 16 Jan 2026 12:06 PM (IST)

    Maharashtra Elections 2026 Results: નવી મુંબઇ બેઠક પર ભાજપ આગળ

    નવી મુંબઇ બેઠક પર ભાજપ આગળ

  • 16 Jan 2026 12:05 PM (IST)

    Maharashtra Elections 2026 Results: મીરા ભાયંદરમાં પરિણામ આવવાના બાકી

    મીરા ભાયંદરમાં પરિણામ આવવાના બાકી છે. તમે તેના પરિણામ અહીં જોઇ શકો છો.

  • 16 Jan 2026 12:03 PM (IST)

    Maharashtra Elections 2026 Results: માલેગાવમાં શિવસેના ચાલી રહી છે આગળ

    માલેગાવમાં શિવસેના ચાલી રહી છે આગળ

  • 16 Jan 2026 12:02 PM (IST)

    Maharashtra Elections 2026 Results: લાતુરના પરિણામો અહીં જોઇ શકશો

    લાતુરના પરિણામો અહીં જોઇ શકશો.

  • 16 Jan 2026 12:01 PM (IST)

    Maharashtra Elections 2026 Results: કોલ્હાપુર બેઠક પર કોંગ્રેસ આગળ

    કોલ્હાપુર બેઠક પર કોંગ્રેસ આગળ છે.

  • 16 Jan 2026 11:58 AM (IST)

    Maharashtra Elections 2026 Results: કલ્યાણ બેઠકના પરિણામ જાણો

    કલ્યાણ બેઠકના પરિણામ જાણો

  • 16 Jan 2026 11:57 AM (IST)

    Maharashtra Election Results 2026: જલના બેઠકના પરિણામાં અહીંથી જોઇ શકશો

    જલના બેઠકના પરિણામાં અહીંથી જોઇ શકશો

  • 16 Jan 2026 11:51 AM (IST)

    Maharashtra Election Results 2026: જલગાવ બેઠક પર ભાજપ આગળ

    જલગાવ બેઠક પર ભાજપ આગળ

  • 16 Jan 2026 11:50 AM (IST)

    Maharashtra Election Results 2026: ઇચલકરંજીના પરિણામ તમે અહીં જોઇ શકશો

    ઇચલકરંજીના પરિણામ તમે અહીં જોઇ શકશો

  • 16 Jan 2026 11:48 AM (IST)

    Maharashtra Election Results 2026: ધુલે બેઠક પર શુ છે પરિણામ ?

    ધુલે બેઠક પર શુ છે પરિણામ ?

  • 16 Jan 2026 11:46 AM (IST)

    BMC Election Results 2026: ચંદ્રપુર બેઠક પર કોણ છે આગળ?

    ચંદ્રપુર બેઠક પર કોણ છે આગળ?

  • 16 Jan 2026 11:45 AM (IST)

    BMC Election Results 2026: અમરાવતી બેઠક પર કોણ મારશે બાજી?

    અમરાવતી બેઠક પર કોણ મારશે બાજી?

  • 16 Jan 2026 11:44 AM (IST)

    BMC Election Results 2026: અકોલા બેઠકના પરિણામ જાણો

    અકોલા બેઠકના પરિણામ જાણો

  • 16 Jan 2026 11:43 AM (IST)

    BMC Election Results 2026: અહીલ્યાનગરના પરિણામ શુ દર્શાવે છે?

    BMC Election Results 2026: અહીલ્યાનગરના પરિણામ શુ દર્શાવે છે?

  • 16 Jan 2026 11:41 AM (IST)

    BMC Election Results 2026: ભીવંડીમાં કોણ છે આગળ જાણો

    ભીવંડીમાં કોણ છે આગળ જાણો

  • 16 Jan 2026 11:40 AM (IST)

    BMC Election Results 2026: અમરાવતીના પરિણામ જાણો

    અમરાવતીના પરિણામ જાણો 

  • 16 Jan 2026 11:36 AM (IST)

    BMC Election Results 2026: કોલ્હાપુરમાં ભાજપે 4 બેઠકો જીતી

    મહારાષ્ટ્રમાં કોલ્હાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 4 બેઠકો જીતી છે.

  • 16 Jan 2026 11:34 AM (IST)

    BMC Election Results 2026: નાંદેડમાં ભાજપનું વર્ચસ્વ

    મહારાષ્ટ્રમાં નાંદેડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના શરૂઆતના વલણો બહાર આવવા લાગ્યા છે. ભાજપ અહીં પણ આગળ છે.

  • 16 Jan 2026 11:33 AM (IST)

    BMC Election Results 2026: મહાયુતિ 29 માંથી 27 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં આગળ

    મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં, મહાયુતિ ગઠબંધન 29 માંથી 27 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં આગળ છે, જ્યારે વિપક્ષ પરભણી અને કોલ્હાપુરમાં આગળ છે.

  • 16 Jan 2026 11:31 AM (IST)

    BMC Election Results 2026: મુંબઈમાં ઠાકરે બંધુઓનું જોરદાર પુનરાગમન

    BMC ચૂંટણીમાં ભાજપની લીડ ચાલુ છે અને હવે તે 80 થી વધુ થઈ ગઈ છે. વલણો દર્શાવે છે કે ભાજપ અને તેના સાથી પક્ષો 80 બેઠકો પર આગળ છે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો 9 બેઠકો પર આગળ છે, જ્યારે ઠાકરે બંધુઓના પક્ષો 64 બેઠકો પર આગળ છે. ઠાકરે બંધુઓની સીટની લીડ સતત વધી રહી છે.

  • 16 Jan 2026 11:30 AM (IST)

    BMC Mumbai Election Result: ધારાવીમાં કોંગ્રેસનો પ્રથમ વિજય

    BMC Mumbai Election Result: ધારાવીમાં કોંગ્રેસનો પ્રથમ વિજય

  • 16 Jan 2026 11:25 AM (IST)

    Chhatrapati Sambhaji Nagar Elections Result 2026 : છત્રપતિ સંભાજીનગરના પરિણામો શું છે જાણો

    છત્રપતિ સંભાજીનગરના પરિણામો શું છે જાણો

  • 16 Jan 2026 11:18 AM (IST)

    BMC Results : થાણેમાં પ્રાથમિક વલણોમાં શું છે સ્થિતિ જાણો

    થાણેમાં પ્રાથમિક વલણોમાં શું છે સ્થિતિ જાણો

  • 16 Jan 2026 11:13 AM (IST)

    મહારાષ્ટ્રઃ છત્રપતિ સંભાજીનગરમાં મતગણતરી કેન્દ્ર બહાર લાઠીચાર્જ

    મહારાષ્ટ્રઃ છત્રપતિ સંભાજીનગરમાં મતગણતરી કેન્દ્ર બહાર લાઠીચાર્જ થયાના સમાચાર સામે આવ્યા છે. એક ઉમેદવારના પ્રતિનિધિને મતગણતરી કેન્દ્રમાં જતા અટકાવાતા માથાકૂટ થઇ. ઉમેદવારના સમર્થકો અને પોલીસ વચ્ચે બોલાચાલી બાદ સ્થિતિ વણસી છે. હંગામો વધતા પોલીસે લાઠીચાર્જ કર્યો. લાઠીચાર્જમાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે. ઉમેદવારે મતગણતરી રોકવાની આપી ચીમકી. ચીમકી બાદ મતગણતરી કેન્દ્રની સુરક્ષા વધારી દેવાઈ.

  • 16 Jan 2026 11:12 AM (IST)

    BMC Election Results 2026: BMC પરિણામોમાં ભાજપ-શિવસેના 72 બેઠકો પર આગળ

    BMCમાં ભાજપ-શિવસેના 72 બેઠકો પર આગળ ચાલી રહ્યુ છે.

  • 16 Jan 2026 11:09 AM (IST)

    BMC Election Results 2026: બૃહદ મુંબઇમાં કેટલી બેઠક પર કોણ આગળ જાણો

    બૃહદ મુંબઇમાં કેટલી બેઠક પર કોણ આગળ જાણો

  • 16 Jan 2026 11:07 AM (IST)

    મુંબઈમાં અનેક વોર્ડમાં ભાજપ-શિવસેના ગઠબંધન આગળ

  • 16 Jan 2026 10:54 AM (IST)

    PCMC Election Results 2026: પુણેમાં પવાર પરિવાર માટે આંચકો

    મહારાષ્ટ્રના પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પવાર પરિવારને પછાડનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગે છે. ભાજપ 32 વોર્ડમાં આગળ છે, જ્યારે અજિત પવારની NCP માત્ર 14 બેઠકો પર આગળ છે. ભાજપ એકલા ચૂંટણી લડી રહી છે.

  • 16 Jan 2026 10:47 AM (IST)

    BMC Election Results 2026: મુંબઈમાં ભાજપની લીડ 60 થી વધુ

    BMC ચૂંટણીમાં ભાજપની લીડ ચાલુ છે અને હવે તે 60 થી વધુ થઈ ગઈ છે. વલણો દર્શાવે છે કે ભાજપ અને તેના સાથી પક્ષો 61 બેઠકો પર, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો 10 બેઠકો પર અને ઠાકરે ભાઈઓના પક્ષો 37 બેઠકો પર આગળ છે.

  • 16 Jan 2026 10:33 AM (IST)

    BMC Elections પરિણામોની અસર શેરબજાર પર જોવા મળી

    BMC ચૂંટણીમાં ભાજપ આગળ હોવાથી, નિફ્ટીનો તેજીનો ટ્રેન્ડ મજબૂત થઈ રહ્યો છે. OI ડેટામાં તફાવત એક દિવસમાં પહેલીવાર 65 મિલિયન પોઝિટિવ્સને વટાવી ગયો.

  • 16 Jan 2026 10:28 AM (IST)

    Maharashtra Election Result: કોલ્હાપુરમાં કોંગ્રેસ 12 બેઠકો પર આગળ

    મહારાષ્ટ્રની નાગરિક ચૂંટણીઓમાં, કોલ્હાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ 12 બેઠકો પર આગળ છે.

  • 16 Jan 2026 10:15 AM (IST)

    BMC Election Results 2026: મહારાષ્ટ્ર નગરપાલિકા ચૂંટણી માટે મતગણતરી શરૂ

    મહારાષ્ટ્ર નગરપાલિકા ચૂંટણી માટે કાઉન્સિલની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણો ટૂંક સમયમાં આવવાની અપેક્ષા છે.

  • 16 Jan 2026 10:11 AM (IST)

    BMC Election Results 2026: BMCમાં 26 બેઠકો પર ભાજપ આગળ

    મતગણતરીનું પ્રથમ રાઉન્ડ શરુ થઇ ગયુ છે. BMCમાં 26 બેઠકો પર ભાજપ આગળ છે.

  • 16 Jan 2026 10:05 AM (IST)

    Maharashtra Election Results 2026 : 10 વોર્ડમાં ઠાકરે બંધુઓ આગળ, 22 વોર્ડમાં ભાજપ આગળ

    BMCના ચૂંટણી પરિણામોમાં વલણોમાં 10 વોર્ડમાં ઠાકરે બંધુઓ આગળ, 22 વોર્ડમાં ભાજપ આગળ જોવા મળી રહ્યા છે.

  • 16 Jan 2026 09:52 AM (IST)

    મ્યુનિસિપલ ચૂંટણીઓમાં 52.94 ટકા મતદાન થયું.

    બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 52.94 ટકા મતદાન થયું. 2017માં અગાઉનો રેકોર્ડ 55.53 ટકા હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત મહારાષ્ટ્રના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતગણતરી સવારે 10 વાગ્યે શરૂ થશે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને મહાયુતિ (મહાયુતિ) વચ્ચે કાંટાની ટક્કર છે.

  • 16 Jan 2026 09:48 AM (IST)

    ગુલબાઇ ટેકરા પાસે સેન્ટેરિયન વિસ્ટામાં ઝડપાઇ દારૂની મહેફિલ

    અમદાવાદના યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં આવતા ગુલબાઈ ટેકરા વિસ્તારમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા છે. ‘સેન્ટેરિયન વિસ્ટા’નામની આલીશાન બિલ્ડિંગમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા.. દારૂની પાર્ટીનું આયોજન જાણીતા બિલ્ડરના પુત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉતરાયણના તહેવારના બહાને મિત્રોને એકઠા કરી ફ્લેટમાં વિદેશી દારૂની મહેફિલ ગોઠવવામાં આવી હતી. પોલીસ જ્યારે ફ્લેટમાં પ્રવેશી ત્યારે નબીરાઓ દારૂના નશામાં ચૂર જોવા મળ્યા હતા.પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે. પ્રાથમિક અહેવાલ મુજબ 30 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી હાલમાં 18 લોકોની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.

  • 16 Jan 2026 09:46 AM (IST)

    મુંબઈ: BMCમાં મહાયુતિની જીતનો શિવસેનાએ વિશ્વાસ કર્યો વ્યક્ત

    મુંબઈ મહાપાલિકા (BMC) ચૂંટણીને લઈને મહાયુતિની જીત અંગે શિંદેની શિવસેનાએ પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શિંદે ગટની નેતા શાઈના NCએ TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે જેમણે જમીન પર ઉતરીને કામ કર્યું છે, એ જ જીતશે, જ્યારે વર્ક ફ્રોમ હોમ કરનારાઓ હવે ઘરે જ બેસશે. તેમણે આરોપ લગાવ્યો કે વિરોધ પક્ષે જનતા માટે કશું જ કર્યું નથી. શાઈના NCએ કહ્યું કે આગામી મેયર એવો હશે જેના દિલમાં મરાઠી માનસ અને મુંબઈની જનતા માટે સાચો પ્રેમ હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે મુંબઈ એક જ રાજ્યના લોકોનું નથી, પરંતુ દરેક રાજ્યના લોકોએ મળીને મુંબઈને બનાવ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે રાજકારણમાં હેલ્ધી ચર્ચા થવી જોઈએ, પરંતુ ઠાકરે બંધુઓની ભાષા યોગ્ય નથી. ચૂંટણી પ્રક્રિયા અંગે બોલતાં તેમણે કહ્યું કે ઈલેક્શન કમિશન, EVM કે વોટર પર આરોપ લગાવવું યોગ્ય નથી.

  • 16 Jan 2026 08:44 AM (IST)

    નાગપુર, સોલાપુર અને અમરાવતી જેવી મ્યુનિસિપલ કોર્પોરેશનોના પરિણામો પર તમામની નજર

    આ ચૂંટણી સ્પર્ધામાં સૌથી પ્રખ્યાત મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંની એક મુંબઈની BMC છે. અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેમના પરિણામો આજે જાહેર થવાની ધારણા છે તેમાં છત્રપતિ સંભાજીનગર, નવી મુંબઈ, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, કોલ્હાપુર, નાગપુર, સોલાપુર, અમરાવતી, અકોલા, નાસિક, પિંપરી-ચિંચવડ, પુણે, ઉલ્હાસનગર, થાણે, ચંદ્રપુર, પરભણી, નાનવેલા, પન્દ્રા-વૈદરા, મિ. ભિવંડી-નિઝામપુર, લાતુર, માલેગાંવ, સાંગલી-મિરાજ-કુપવાડ, જલગાંવ, અહિલ્યાનગર, ધુલે, જાલના અને ઇચલકરંજી.

  • 16 Jan 2026 08:40 AM (IST)

    આ વખતે નાશિકમાં મતદાનમાં 5%નો ઘટાડો થયો

    નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ વખતે કુલ 56.67% મતદાન નોંધાયું છે, જે 2017 માં 61.60% હતું. આ લગભગ 5% ઘટાડો દર્શાવે છે. બધાની નજર આ ઘટેલા મતદાનથી કયા પક્ષને અસર થશે તેના પર છે.

  • 16 Jan 2026 08:39 AM (IST)

    પુણેમાં આ વખતે 52.42% મતદાન થયું

    પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 163 વોર્ડ છે, અને આ વખતે મતદાન 52.42% હતું. 2017માં, પુણેમાં 55.56% મતદાન થયું હતું, જે પાછલા વર્ષની સરખામણીમાં આશરે 3.5% ઘટાડો દર્શાવે છે. ઓછા મતદાનથી કોને નુકસાન થશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે, અને વિશ્લેષકો વિવિધ દ્રષ્ટિકોણથી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

  • 16 Jan 2026 08:38 AM (IST)

    પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 57.71% મતદાન

    પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 57.71% મતદાન નોંધાયું હતું. બપોર સુધી મતદાન ખૂબ જ ધીમું રહ્યું હતું, પરંતુ સાંજ પડતાં તેમાં વધારો થવા લાગ્યો. બધા મતદાન મથકોનું વેબકાસ્ટિંગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

  • 16 Jan 2026 08:11 AM (IST)

    ભાજપને 84 બેઠક શિંદેને 24 બેઠક મળવાની શક્યતા

    મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણી માટે સામ ટીવી સકલના એક્ઝિટ પોલ મુજબ, મહાયુતિ (મહાગઠબંધન) જીતવાની ધારણા છે. એક્ઝિટ પોલ ભાજપને ૮૪ બેઠકો મળવાની આગાહી કરે છે, જ્યારે શિવસેના (યુનાઇટેડ)ને ૬૫ બેઠકો મળવાની ધારણા છે. શિવસેનાને ૩૫ બેઠકો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને ૨૦ બેઠકો મળવાની ધારણા છે, અને મનસેને ૧૦ બેઠકો મળવાની ધારણા છે. NCPને ૩ બેઠકો મળવાની ધારણા છે. આ એક્ઝિટ પોલ ચૂંટણી પરિણામોનો અંદાજ છે.

  • 16 Jan 2026 08:00 AM (IST)

    જનમત એક્ઝિટ પોલ મુજબ, ઠાકરે બંધુઓનું સ્વપ્ન ચકનાચૂર થઈ જશે

    જાહેર અભિપ્રાયના એક્ઝિટ પોલ મુજબ મુંબઈમાં મહાયુતિ (મહાગઠબંધન) સત્તામાં આવશે તેવી આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલ મુજબ શિવસેના, ઠાકરે જૂથ અને મનસે ફક્ત 62 બેઠકો જીતશે.

  • 16 Jan 2026 07:59 AM (IST)

    Axis My India, JVC અને Sakal જેવા મુખ્ય સર્વેમાં BJP ગઠબંધનને સ્પષ્ટ જીત

    મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી 2026 માટે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ નેતૃત્વવાળી મહાયુતિને બહુમતી તરફ વધતી બતાવવામાં આવી છે. Axis My India, JVC અને Sakal જેવા મુખ્ય સર્વેમાં BJP ગઠબંધનને સ્પષ્ટ જીત મળી છે. જો આ ટ્રેન્ડ પરિણામોમાં ફેરવાશે તો 2017 બાદ BMCમાં સત્તા બદલાવની મજબૂત શક્યતા છે. આ આંકડા માત્ર એક્ઝિટ પોલ આધારિત અંદાજ છે. પરીણામો 16મી તારીખે સ્પષ્ટ થઈ જશે.

Published On - 7:28 am, Fri, 16 January 26