Raipur Blast : રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટ, ઘટનામાં CRPF ના 6 જવાન ઘાયલ

|

Oct 16, 2021 | 10:11 AM

Blast at Raipur Railway Station : છત્તીસગઢના રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં CRPF ના 6 જવાનો ઘાયલ હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે.

Raipur Blast : રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટ, ઘટનામાં CRPF ના 6 જવાન ઘાયલ
Raipur railway station Blast

Follow us on

Blast in Chhattisgarh : છત્તીસગઢના (Chhattisgarh) રાયપુર રેલવે સ્ટેશન (Blast at Raipur Railway Station) પર ટ્રેનમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં CRPF ના 6 જવાનો ઘાયલ હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ ડિટોનેટર વિસ્ફોટને કારણે થયો છે. મળતી માહિતી મુજબ, એક બોગીથી બીજી બોગીમાં ડિટોનેટર લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, પ્લેટફોર્મ નંબર 2 માં બે બોગીના સ્થળાંતર દરમિયાન અકસ્માત થયો હતો. ઘાયલ જવાનોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ સ્થળ પર પહોંચીને સ્થળનું નિરીક્ષણ કર્યું.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પોલીસે કહ્યું કે શનિવારે રાયપુર રેલવે સ્ટેશન પર સીઆરપીએફ સ્પેશિયલ ટ્રેનમાં ઈગ્નીટર સેટ સાથેનું બોક્સ ફ્લોર પર પડ્યા બાદ વિસ્ફોટ થયો હતો. એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 6.30 વાગ્યે બની જ્યારે ઝારસુગુડાથી જમ્મુ તાવી ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી. એક CRPF જવાન, એક હેડ કોન્સ્ટેબલને રાયપુરની નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો –

Desi Jugad : જુગાડથી બનાવવામાં આવેલા આ ત્રણ પૈંડાની મોટર સાઇકલ જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ વીડિયો

આ પણ વાંચો –

The Big Picture : દિપીકા પાદુકોણે પતિ રણવીર સિંહને આપી એક ખાસ સરપ્રાઇઝ, બની ગયો એક્ટરનો દિવસ

આ પણ વાંચો

Petrol Diesel Price: 3 દિવસમાં પેટ્રોલ 3.85 રૂપિયા અને ડીઝલ 4.35 રૂપિયા મોંઘું થયું, ક્રૂડ તેલ સતત છઠ્ઠા સપ્તાહે મોંઘા થવાની અસર

Published On - 8:46 am, Sat, 16 October 21

Next Article