Desi Jugad : જુગાડથી બનાવવામાં આવેલા આ ત્રણ પૈંડાની મોટર સાઇકલ જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ વીડિયો

આ વીડિયોને FilmFlix નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકો વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે, કેપ્શન લખવામાં આવ્યુ છે કે આનો વીમો કઢાવવા સુથારની દુકાનમાં જવું કે આરટીઓ કચેરીમાં જવું ?

Desi Jugad : જુગાડથી બનાવવામાં આવેલા આ ત્રણ પૈંડાની મોટર સાઇકલ જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ વીડિયો
This three wheeled motorcycle made of jugaad will stun you
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 9:56 AM

આજે અમે એ હકીકતનું જીવંત ઉદાહરણ લાવ્યા છીએ કે દુનિયા જુગાડ પર આધારિત છે. તમે જુગાડના વિવિધ પ્રકારો જોયા જ હશે પરંતુ અમે દાવા સાથે કહી શકીએ કે તમે આજ પહેલા આવા જુગાડ જોયા નહી હોય. સોશિયલ મીડિયા (Social Media) પર આજકાલ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ મોટરસાઈકલને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તે મોટરસાઈકલ કોઈ સામાન્ય મોટરસાઈકલ નથી, પણ લાકડાની બનેલી જુગાડુ મોટર સાયકલ છે. તે એક મોટરસાઇકલ જેવું જ લાગે છે.

સરળ ભાષામાં, મોટર અને વ્હીલ્સ મૂકીને લાકડાના મોટા લોગને મોટરસાઇકલનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ જોઈને, તમે કહેશો કે ‘વાહ શું માઈન્ડ છે’ આ જોયા પછી, તમારા મનમાં એક સવાલ આવશે કે આનો વીમો લેવા માટે સુથારની દુકાનમાં જવું કે RTO ઓફિસમાં જવું. વીડિયોમાં તમે જોશો કે વ્યક્તિ આ જુગાડની મોટરસાઇકલ ચલાવી રહ્યો છે. જોકે આ વીડિયો જૂનો છે પરંતુ તાજેતરમાં જ તે વાયરલ થયો છે.આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
View this post on Instagram

A post shared by FilmFlix (@filmflix3)

આ વીડિયોને FilmFlix નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકો વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે, કેપ્શન લખવામાં આવ્યુ છે કે આનો વીમો કઢાવવા સુથારની દુકાનમાં જવું કે આરટીઓ કચેરીમાં જવું ? તમે નીચે આ વીડિયો પણ જોઈ શકો છો.

યુઝર્સની પ્રતિક્રિયા વિશે વાત કરતા એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું કે આ જુગાડ દેશની બહાર ન જવો જોઈએ. આ સિવાય અન્ય એક યુઝર લખે છે – વાહ શું જુગાડ છે. આ વીડિયો પર લોકોની રમુજી પ્રતિક્રિયાઓ સતત આવી રહી છે. તમે આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ શકો છો.

આ પણ વાંચો –

Singhu Border Murder Case: સિંઘુ બોર્ડર પર નિહંગોએ યુવાનની હત્યા કેમ કરી? અત્યાર સુધી દરેક અપડેટ જાણો

આ પણ વાંચો –

Mandi: રાજકોટના APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8350 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો –

કોંગ્રેસમાં ઉથલપાથલ વચ્ચે આજે CWC ની બેઠક, વિધાનસભાની ચૂંટણી પર ચર્ચા, પાર્ટી અધ્યક્ષ અંગેનો નિર્ણય પણ શક્ય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">