Black Fungus : દેશમાં ઘટતા કોરોનાં સંક્રમણ વચ્ચે બ્લેક ફંગસનું સંકટ યથાવત, દેશમાં 28 હજારથી વધુ કેસ સક્રિય

Black Fungus : દેશમાં કોરોનાની બીજી લહેરનાં પીકઅપ(Pick up) બાદ કોરોનાનું સંક્રમણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે, તેની વચ્ચે વધુ એક બ્લેક ફંગસ નામની બિમારીએ દેશને ભરડામાં લીધો છે. બ્લેક ફંગસ ઉપરાંત વ્હાઈટ ફંગસ (White Fungus)અને યેલો ફંગસનાં (Yellow Fungus)કેસો પણ દેશમાં સામે આવી રહ્યા છે.

Black Fungus : દેશમાં ઘટતા કોરોનાં સંક્રમણ વચ્ચે બ્લેક ફંગસનું સંકટ યથાવત, દેશમાં 28 હજારથી વધુ કેસ સક્રિય
Black Fungus Case
Follow Us:
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 08, 2021 | 10:00 AM

Black Fungus : દેશમાં કોરોનાની બીજી લહેરનાં પીકઅપ(Pick up) બાદ કોરોનાનું સંક્રમણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે, તેની વચ્ચે વધુ એક બ્લેક ફંગસ નામની બિમારીએ દેશને ભરડામાં લીધો છે. બ્લેક ફંગસ ઉપરાંત વ્હાઈટ ફંગસ (White Fungus)અને યેલો ફંગસનાં (Yellow Fungus)કેસો પણ દેશમાં સામે આવી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન(health Minister) હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે”દેશનાં 28 રાજ્યો(State) અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસનાં 28 હજાર 252 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી 86 % કોરોના દર્દીઓ છે જ્યારે 62.3 % દર્દીઓ ડાયાબિટીઝ(Diabetes)થી પીડિત છે.” મહત્વપૂર્ણ છે કે, કોરોનાની 28મી બેઠકની અધ્યક્ષતા દરમિાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ બ્લેક ફંગસનાં વધતા કેસ અંગે વાત કરી હતી.

દેશમાં સતત વધી રહ્યું છે  બ્લેક ફંગસનું સંકટ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

બ્લેક ફંગસ એટલે કે,મ્યુકરમાઈકોસિસ(Mucarmyacosis) એક ગંભીર બિમારી છે. જેમાં તે ચહેરાના સાઇનસ અને હાડકામાં ચેપ લગાડે છે ,ઉપરાંત મગજમાં પણ આક્રમણ કરે છે . આ ગંભીર બિમારીને કારણે ઘણાં દર્દીઓને આંખ ગુમાવવાનો પણ વારો આવે છે.

જો યોગ્ય સમયે બ્લેક ફંગસનો ઉપચાર કરવામાં ન આવે તો દર્દીનું મુત્યું પણ થઈ શકે છે. હાલ,વધતા બ્લેક ફંગસનાં સંક્રમણને રોકવા સિવિલ હોસ્પિટલોમાં અલગ વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા છે.

હવે ,બાળકો પણ બ્લેક ફંગસ બિમારીનો શિકાર બની રહ્યા છે.  ગુજરાતમાં પ્રથમ 15 વર્ષનાં બાળકમાં  બ્લેક ફંગસનો કેસ નોંઘાયો હતો. જેમાં એપ્રિલમાં કોરોનામાંથી સફળતાપૂર્વક સ્વસ્થ થયા પછી તેને શરૂઆતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ પાછળથી, તેને બ્લેક ફંગસ હોવાનું સામે આવ્યું હતુ.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધી રહ્યું છે બ્લેક ફંગસનું સંકટ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે,બ્લેક ફંગસનાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6339 કેસ નોધાયા છે, ત્યારબાદ ગુજરાતમાં 5486 જેટલા કેસ સામે આવ્યા છે. વધુમાં જણાવ્યું કે,ભારતનાં “સાર્સ-2 કન્સોર્ટિયમ ઓન જીનોમિક્સ”(INSACOG)પ્રયોગશાળામાં વાયરસ ઉપર થયેલા રિસર્ચ મુજબ, બ્લેક ફંગસનું સંક્રમણ શરીરને ગંભીર અસર પહોંચાડવાની સંભાવના ધરાવે છે.

કોરોનાની ત્રીજી લહેરને રોકવાની તૈયારી

નીતિ આયોગનાં સભ્ય ડો.વીકે.પૌલે એક કોન્ફરન્સમાં(Conference) દેશમાં કોરોના વેક્સિનની સ્થિતિ , બાળ ચિકિત્સા દ્વારા કરવામાં આવતી તૈયારી અને કોરોનાની ત્રીજી લહેરને(Third Wave) અટકાવી શકાય તે માટેની ચર્ચા કરી હતી.

મહત્વપૂર્ણ છે કે,કોરોનાં રસીના 230 મિલિયન ડોઝ(Million Dose) લગાવવામાં ભારતને 141 દિવસ થયા, વિશ્વમાં કોરોનાં રસી આપવામાં ભારત યુએસ પછી બીજા ક્રમે છે. જો કે અમેરિકાને 230 મિલિયન ડોઝ લગાવવામાં લગભગ 134 જેટલા દિવસનો સમય લાગ્યો હતો.

Latest News Updates

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
g clip-path="url(#clip0_868_265)">