રાહુલ ગાંધીનો વધુ એક વીડિયો શેર કરીને ભાજપે કોંગ્રેસને ઘેરી, કહ્યું- તમે રાજનીતિ કરો છો ત્યારે આવું જ થાય છે

|

May 07, 2022 | 1:51 PM

છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને વીડિયોનું કનેક્શન સતત જોવા મળી રહ્યું છે. હવે ફરી એકવાર રાહુલ ગાંધીને એક વીડિયો દ્વારા ઘેરવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીનો વધુ એક વીડિયો શેર કરીને ભાજપે કોંગ્રેસને ઘેરી, કહ્યું- તમે રાજનીતિ કરો છો ત્યારે આવું જ થાય છે
Rahul Gandhi - File Photo

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને વીડિયોનું કનેક્શન સતત જોવા મળી રહ્યું છે. હવે ફરી એકવાર રાહુલ ગાંધીને એક વીડિયો દ્વારા ઘેરવામાં આવી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરવાનો મોકો મળ્યો છે. આ વીડિયો ભાજપના સોશિયલ મીડિયા વિભાગના વડા અમિત માલવિયાએ (Amit Malviya) શેર કર્યો છે. જેમાં રાહુલ તેલંગાણામાં કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેઓ પૂછે છે કે રાજ્યમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને તેમના ભાષણમાં તેમનું શું બોલવાનું છે.

વીડિયો શેર કરતા બીજેપી નેતાએ લખ્યું, ‘રાહુલ ગાંધી તેલંગાણામાં તેમની રેલી પહેલા એક મીટિંગમાં કોંગ્રેસના નેતાઓને પૂછે છે કે, થીમ શું છે, બોલવાનું શું છે? જ્યારે તમે ખાનગી વિદેશ પ્રવાસો અને નાઈટ ક્લબિંગ વચ્ચે રાજકારણ કરો છો ત્યારે આવું થાય છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અહીં જુઓ અમિત માલવિયાનું ટ્વિટ

બીજેપી નેતાએ અગાઉ પણ રાહુલનો વીડિયો શેર કર્યો હતો

અમિત માલવિયાએ આ પહેલા રાહુલ ગાંધીના નાઈટ ક્લબનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં રાહુલ ગાંધી પાર્ટી કરતા જોવા મળ્યા હતા. વીડિયો શેર કરતા બીજેપી નેતાએ કેપ્શનમાં લખ્યું, ‘2008માં જ્યારે મુંબઈમાં આતંકી હુમલો થયો ત્યારે પણ રાહુલ ગાંધી નાઈટ ક્લબમાં હતા. આજે જ્યારે તેમની પાર્ટીમાં હંગામો મચ્યો છે, ત્યારે પણ તે નાઈટ ક્લબમાં જ છે. કોંગ્રેસે તેના પ્રમુખને આઉટસોર્સ કરવાનો ઇનકાર કર્યા પછી, હવે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

કોંગ્રેસે સ્પષ્ટતા કરવી પડી

આ પછી મામલો ગરમાયો હતો અને કોંગ્રેસે ખુલાસો આપવો પડ્યો હતો. કોંગ્રેસના મહાસચિવ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી એક ખાનગી લગ્નના કાર્યક્રમમાં હાજરી આપવા માટે નેપાળ ગયા હતા. તેણે કહ્યું કે તે આમંત્રણ વિના ત્યાં ગયા નથી. તેમણે કહ્યું કે મિત્ર કે પરિવારના સભ્યના લગ્નમાં હાજરી આપવી એ ગુનો નથી. અહીં કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે મિત્રો અને પરિવારના સભ્યોના લગ્નમાં હાજરી આપવી એ ગુનો નથી કારણ કે તે સંઘથી વિપરીત આપણી સંસ્કૃતિનો એક ભાગ છે.

Next Article